Monday, July 8, 2019

8 July

⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶
ઈતિહાસમાં ૮ જુલાઈનો દિવસ
⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚾️🏏⚾️સૌરવ ગાંગુલી⚾️🏏⚾️

ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન્સ ગણાતા ' દાદા ' નો જન્મ ૧૯૭૨માં આજના દિવસે થયો હતો . ૧૯૯૬માં પોતાની પહેલી ટેસ્ટ મેચમાં સૌરવે લોર્ડ્સ ખાતે સદી ફટકારી હતી .

👳👳વાસ્કો દી ગામાની સફર👳👳

ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ જતાં પોર્ટુગીઝ દરિયાઈ ખેડુ વાસ્કો દી ગામાએ દરિયાઈ માર્ગે ભારતનો રસ્તો શોધવાની સફર વર્ષ 1497ની આઠ જુલાઈએ પોર્ટુગલની રાજધાની લિસ્બનથી શરૂ કરી હતી

👱‍♀👩🏻👱‍♀નીતુ સિંહ👱‍♀👩🏻👱‍♀

બોલીવુડની વિતેલા જમાનાની બ્યૂટી નીતુ સિંહનો જન્મ વર્ષ ૧૯૫૮માં આજના દિવસે થયો હતો . ૨૧ વર્ષની ઉંમરે રિશિ કપૂર સાથે લગ્ન કરી તેણે ફિલ્મોને અલવિદા કહ્યું હતું .

👯👯લાદન અને લાલેહનું અવસાન👯‍♂

મૂળ ઇરાનની અને માથાથી જોડાયેલી બે બહેનો લાદન અને લાદેહનું વર્ષ ૨૦૦૩માં આજના દિવસે બંનેને અલગ પાડવાની સર્જરી દરમિયાન અવસાન થયું હતું .

👁‍🗨1914 :- બંગાળના પુર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો જન્મ થયો.

👁‍🗨1918 :- મોન્ટેગ્યું-ચેમ્સફોર્ડ સુધારાની જાહેરાત કરવામાં આવી. તત્કાલીન સેક્રેટરી એડવિન મોન્ટેગ્યું અને વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવ્યાં હતાં.

👁‍🗨1954 :- ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશ્વના સૌથી લાંબા ભાખરા-નાગલ ડેમનું પંજાબમાં ઉદ્ઘાટન કર્યું.

👁‍🗨1996 :- ભારતમાં પ્રથમ વખત મેથેમેટીકલ ઓલંપીકની મુંબઇમાં શરૂઆત થઈ.(8 થી 17 જુલાઈ 1996)

No comments:

Post a Comment