Monday, July 8, 2019

ડો.એડવર્ડ જેનર --- Dr. Edward Jenner

🌀🌀🌀🌀🌀
ડૉ.એડવર્ડ જેનર
✳️✳️✳️✳️✳️

૧૮મી સદીના અંત સુધીમાં શીતળા કેવો કાળો કેર વર્તાવ્યો હતો તે સમયે યુરોપમાં લગભગ છ કરોડ લોકો શીતળાના રોગના કારણે અવસાન પામ્યા હતા. 

✳️આજે તો ભારત જેવા ગરીબ દેશોમાં પણ શીતળા નાબૂદ થઇ ગયો છે. આજે સમગ્ર વિશ્વમાં શીતળા રોગ નાબૂદ થઇ ચૂક્યો છે. ✳️❇️તેનો પ્રાથમિક શ્રેય ડૉ.એડવર્ડ જેનર નામના અંગ્રેજ તબીબને ફાળે જાય છે. 
💹✳️આ તબીબે શીતળાની રસી મુકવાનો સિધ્ધાંત ઈ.સ. ૧૭૯૬માંશોધી કાઢ્યો હતો. આવા મહાન વિજ્ઞાનીનો જન્મ તા. ૧૭/૫/૧૭૪૯ના રોજ ઈંગ્લેન્ડમાં આવેલા બર્કલે પરગણામાં પાદરી પરિવારમાં થયો હતો.

♻️🈯️ ડૉ.એડવર્ડ જેનર પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ કર્યું ત્યારપછી તેમણે ડેનિયલ ડેડલોનામના ડોક્ટરને ત્યાં વૈદક્શાસ્ત્રનોઅભ્યાસ કર્યો.
💠નાનપણથી જ આ બાળકની પ્રવૃતિ અને રુચિ પ્રાણીશાસ્ત્ર પ્રત્યે હતી. ઈ.સ.૧૯૭૦માં તેઓ લંડન ગયા. અને ત્યાં ડૉ. જ્હોન હંટરના તેઓ શિષ્ય બન્યા. Ⓜ️તેમનેપ્રાણીઓની વિગતો ભેગી કરવાની અને એનું સંકલન કરવાનું હતું. આ પ્રવૃત્તિ દરમ્યાન જાણવા મળ્યું કે ગાયના બળિયામાં બે રોગનું મિશ્રણ છે. 
💠Ⓜ️જેમાં માત્ર એક રોગના જીવાણું બળિયાના રોગ અટકાવવા માટે ખૂબ ઉપયોગમાં આવે તેમ છે.આ ઉપરથી તેમણે ગાયના બળિયાની રસી જો માનવીના શરીરમાં દાખલ કરવામાં આવે તો માનવી શીતલના રોગથી બચી જાય છે. 💠Ⓜ️તેમણે જેમ્સ ફિપ્સ નામના આઠ વર્ષના બાળકના શરીરમાં આ જીવાણુઓ દાખલ કર્યા. આથી એ બાળકને જીવનભર શીતળા નીકળ્યા નહિ. ત્યારપછી શીતળા રસીનો તેમણે ખૂબ પ્રચાર કર્યો.
💹 ઈ.સ. ૧૮૧૩માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ શરૂઆતમાં ડૉ.એડવર્ડ જેનરને એમ.ડી.ની પદવી આપી. આ પછી તેમણે લંડનનો પ્રવાસ કર્યો હતો. આજે આપણે જાત જાતના રોગોની રસીઓ બજારમાં ઉપલબ્ધ છે. 

✳️✳️કોલેરા, પ્લેગ, ડીપ્થેરીયા અને પોલીયો જેવા રોગો હવે રસી વડે કાબૂમાં આવી શક્યા છે. ટ્રિપલ વેક્સીન જે આજે શહેરોમાં અને ગામડાઓમાં બધે જ જાણીતું થયું છે. 
✳️✳️આ બધી ર્સીઓમાં મૂળમાં રહેલો સિધાંત શોધી કાઢનાર ડૉ.એડવર્ડ જેનર હતા. બ્રિટનના જુનવાણી તબીબીઓએ વિરોધનો વંટોળ ઉભો કર્યો. ડૉ.એડવર્ડ જેનર બહારનીકળે તો તેના પર પથ્થર ફેંકવામાં આવતા હતા પરંતુ જેનર એનાથી હતાશ થયા વિના એમને ખુદ પોતાના પુત્ર પર 
✅🔰ઈ.સ. ૧૪મી મે ૧૭૯૬માં શીતળાની રસીનો પ્રયોગ કરી બતાવ્યો હતો. આખરે ડૉ.એડવર્ડ જેનર સામેનું તોફાન શાંત થયું. અને આ શોધનો સ્વીકાર કર્યો. 

💹♿️💹બ્રિટીશ સરકારે ડૉ.એડવર્ડ જેનરને નાઈટહૂડની ઉપાધી આપી ૨૦ હજાર પાઉન્ડ આપ્યા હતા. જેમાંથી જેનરે નેશનલ વેક્સીન ઇન્સ્ટીટયુટની સ્થાપના કરી. આ ઉપરાંત રશિયાના ઝરે એમનું સુવર્ણ મુદ્રીકાથી સન્માનિત કર્યા હતા. આવા માનવતાવાદી વિજ્ઞાની ૨૬ જાન્યુઆરી ૧૮૨૩ના રોજ પક્ષાઘાતને કારણે અવસાન પામ્યા. શીતળાના
રોગનો સચોટ ઉપાય બતાવનાર
ડૉ.એડવર્ડ જેનર સદા અમર રહેશે.

🔰♻️યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

No comments:

Post a Comment