Tuesday, July 9, 2019

ઝીકા વાયરસ --- Zico Virus

Yuvirajsinh Jadeja:
♻️💠♻️💠♻️💠♻️💠
🎋🎋ઝીકા વાયરસ
☃⛄️☃⛄️☃⛄️☃⛄️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✨🎋🍃🌟પ્રથમ ઝીકા તાવ 1940મા યુગાન્ડામાં નોંધાયો હતો.
☄✨યુગાન્ડામાં ઝીકા નામે જંગલ આવેલું છે એની પરથી આ વાયરસનું નામ પડ્યું છે.

🎋આફ્રિકી દેશોમાં હાહાકાર મચાવનાર ઝીકા વાયરસનો ભારતમાં પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો

🎋ડબલ્યુએચઓ દ્વારા આ અંગે પુષ્ટી કરાઇ છે.

🎋ડબલ્યુએચઓના રીપોર્ટ અનુસાર ભારત અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાપુનગર વિસ્તારમાં ઝીકા વાયરસના દર્દીઓ હોવાની પુષ્ટી કરી છે.

♻️💥ઝીકા વાયરસ બીમારી, એડીઝ મચ્છરો દ્વારા ફેલાય છે. જેના લક્ષણ બુખાર,માંસપેશિયો અને જોડોનો દુખાવો, માથુ દુખવું અને ચક્કર આવવા વગેરે સામેલ છે.💥

💥💥✨☄મચ્છરો દ્વારા ફેલાતા આ વાયરસની સૌથી વધુ અસર સગર્ભા મહિલાઓને થાય છે. આ વાયરસથી એવી બીમારી થઈ જાય છે જેમાં જન્મ લેનારા બાળકનો વિકાસ અટકી જાય. ખાસ કરીને બાળકના માથાના ભાગનો વિકાસ થતો નથી. અને સામાન્યથી નાના કદનાં માથાં સાથે બાળકો જન્મે છે.

🐜🐜ઝીકા તાવ અને ડેન્ગ્યૂના તાવમાં અનેકગણી સમાનતાઓ જોવા મળે છે.આ વાયરસ અટકાવવા માટેની કોઇ ખાસ રસી હાલ સુધી શોધાઇ નથી.સાવચેતી જ ઉપાય ગણી શકાય છે.

✨હાલ વિશ્વ આરોગ્ય સંસ્થા ના રીપોર્ટ મુજબ દુનિયાના ૬૭ દેશોમાં આ રોગનાં કેસો નોંધાયેલ છે. આ રોગનો સૌથી વધુ વ્યાપ બ્રાઝીલ, પુર્ટો રિકો, સુરીનેમ વિગેરે દેશોમાં જોવા મળેલ છે.

✨સૌથી વધુ ગંભીર સ્થિતિ બ્રાઝીલમાં થઈ છે. અહીં હજજારો લોકો જીકા વાયરસની અસરમાં આવી ગયા છે.

🐚🐚બ્રાઝીલમાં સ્થિતિ એ હદે કથળી ગઈ છે કે જીકાની અસર રોકવા અને લોકોને સાવધાન કરવા બ્રાઝીલ સરકારે પોતાની સેનાનાં સવા બે લાખ સૈનિકોને કામે લગાડયા છે. આ સૈનિકો યુદ્ધના ધોરણે ઘરે-ઘરે જઈ લોકોને ‘જીકા’ અંગે સચેટ કરી રહ્યા છે અને પોસ્ટર્સ દ્વારા જાગૃતિ ફેલાવી રહ્યા છે.

🎋✏️લેટિન અમેરિકામાં ઝીકા વાઇરસના ૩૦ થી ૪૦ લાખ મામલાઓ છે. એડીસ એગીપટાએ મચ્છર ઝીકા વાઇરસને જન્મ આપે છે જે ડેન્ગ્યૂ અને ચિકન ગુનિયા પણ ફેલાવે છે બંને બિમારી ભારત જેવા ઉષ્ણકટીબંધવાળા દેશો માટે મોટી જાહેર સ્વાસ્થ્ય સમસ્યા છે. ઝીકા વાઇરસથી ભલે મોત ઓછા થતા હોય પરંતુ જો ગર્ભવતી મહિલાઓમાં આ વાઇરસનો એટેક થાય તો આ બાળકોમાં ન્યુરોલોજિકલ ડિસઓર્ડરનો ખતરો ઉભો થાય છે અને મગજના વિકાસ ઉપર પડે છે. બીજી તરફ એમઆઇએ દ્વારા ઝીકા વાઇરસવાળા દેશોમાં યાત્રા ન કરવા અપીલ કરવામાં આવી છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔻✏️આ વાઇરસ ડેન્ગ્યૂના એડીસ મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ભારતમાં દરેક રાજયોમાં છે. ખાસ કરીને દિલ્હીમાં ડેન્ગ્યૂના એડીસ મચ્છર દર વર્ષે આફત બને છે. એવામાં જો ઝીકા વાઇરસનો સોર્સ આવી ગયો તો પરેશાની વધી શકે છે.

‼️‼️હાલ આ વાઇરસ દેશવાસીઓ માટે નવો વાઇરસ છે તેથી તેની બોડીમાં તુરંત એન્ટિબોડી પણ નહીં બને અને તેનો એટેક વધુ ખતરનાક હશે. 

📌આ રોગમાં સીમ્પ્ટોમેટીક સારવાર આપવામાં આવે છે.

☄✨ગુજરાતના હાલમાં આરોગ્યપ્રધાન શંકર ચૌધરી☄☄✨✨✨

✏️📌આ વાઇરસથી જાનનું જોખમ નથી પરંતુ એ જે ગર્ભવતી મહિલાને થઇ જાય છે તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં તેની અસર થાય છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે, ઝીકા વાઇરસથી બાળકોમાં જન્મજાત માઇક્રોસિથેલીની બીમારી આવી શકે છે. જેના કારણે બાળકનું માથું નાનું રહે છે અને મગજમાં નુકસાન થાય છે.ઝીકા વાઇરસથી સંક્રમિત દર પાંચમાંથી એક વ્યકિતમાં તેના લક્ષણ દેખાય છે. 

✏️🐾વાઇરસના શિકાર બનેલા લોકોમાં જોઇન્ટ પેઇન, લાલ આંખ, ઊલ્ટી, બેચેની જેવા લક્ષણો દેખાય છે. 

🚫⭕️અત્યાર સુધી ઝીકા વાઇરસને નિપટવવા માટે કોઇ વેકસીન કે દવા નથી બની. હાલ તો મચ્છર બટકા ન ભરે તે જ ઉપાય છે. 
💥🔥💥મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે તથા મેલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અંતર્ગત સમગ્ર રાજ્યમાં એક અભિયાન શરુ કરેલ છે.💥💥 આ અભિયાન ૭ મે, ૨૦૧૭ ના રોજ રાજકોટ થી શરુ કરવામાં આવેલ છે. જે અંર્તગત મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નાબુદી, ફીવર સર્વેલન્સ, મેલેરિયા તેમજ અન્ય વાહકજન્ય રોગોનું નિદાન તેમજ રીપોર્ટીંગ અને રોગગ્રસ્ત વિસ્તારમાં વાહક નિયંત્રણ માટેનાં જરૂરી પગલાઓ અમલ કરવામાં આવેલ છે. આ અભિયાનમાં રાજ્યનાં તમામ વિભાગો, મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ અને જનપ્રતિનિધિઓને સાંકળી લઇ રોગનો ફેલાવો અટકાવવા માટે ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવેલ છે.

🚫🚫ઝીકા વાઇરસની ઓળખ ૧૯૪૭માં થઇ હતી. 

⚜⭕️❌⚜ઓકટોબરથી લઇને અત્યાર સુધી બ્રાઝિલમાં ૩પ૦૦થી વધુ નાના મોઢા અને અવિકસિત મગજવાળા બાળકો પેદા થયા છે. અલસાલ્વડોર, કોલંબિયા અને ઇકવાડોર જેવા દેશોએ મહિલાઓને ર૦૧૮ સુધી ગર્ભવતી ન થવા કહ્યું છે. 


💢♨️💢ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે ઝીકા વાઇરસથી થતી બીમારીના ૩૦ થી ૪૦ લાખ મામલાઓ હોઇ શકે છે. મહિલાઓ અને બાળકો ઉપર તેની વધુ અસર થાય છે. 

⛔️📛⛔️બ્રાઝિલ ઉપરાંત પેરેગુવા, કોલંબિયા, વેનેઝુએલા, ફ્રેન્ચગયાના, હેતી, સુરીનામ, મેકિસકોમાં ઝીકા વાઇરસનો કહેર છે. જયારે અનેક દેશો ઉપર ખતરો મંડરાઇ રહ્યો છે. તે ર૪ અમેરિકી દેશોમાં ફેલાય ચુકયો છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
💊💉💊💉💊💉💊💉💊💉
ઝીકા વાયરસના લક્ષણો,તેના માટે જરૂરી ટેસ્ટ,બચાવના ઉપાય 
💊💉💊💉💊💉💊💉💊💊

👉👉આજે હું યુવરાજસિંહ જાડેજા આપને જણાવી રહ્યો છું ઝીકા વાયરસના લક્ષણો,તેના માટે જરૂરી ટેસ્ટ,બચાવના ઉપાય અને તેનાથી કોને કોને જોખમ હોઇ શકે છે તે વાતો વિશે.

👉વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) સુચના પ્રમાણે ઝીકા વાઈરસના ચેપને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.

👀👀દર્દીમાં જોવા મળે છે આ લક્ષણો👁👁

👉- શરૂઆતમાં તેના લક્ષણો ઘણા સામાન્ય હોય છે પણ પાછળથી તે ખતરનાક બને છે. દર્દીને શરૂઆતમાં થોડો તાવ આવતો રહે છે.

👉- પીડિત વ્યક્તિના શરીર પર લાલા ચકામા (કરડવાથી આવતો સોજો) જોવા 
મળે છે.

👉- દર્દીને તાવ આવે, સાંધામાં દુખાવો રહે, શરીર પર લાલ ચકામા થાય, થાક લાગે, માથામાં દુખાવો રહે અને આંખો પણ લાલ થાય છે.

👉- સાત દિવસમાં ઝીકા વાયરસ કે તાવના લક્ષણો જોવા મળી શકે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🗣🗣🗣કઇ રીતે ફેલાય છે?🗣🗣

☝️- આ વાયરસના ફેલાવાનું સૌથી મોટું કારણ એડીસ મચ્છર છે.
☝️આ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે
☝️એ જ મચ્છરો છે જે ડેન્ગ્યું તાવ , ચિકનગુનિયા અને પીળિયો તાવ જેવી બિમારીઓ ફેલાવવાં માટે જવાબદાર છે.

☝️- પીડિત વ્યક્તિ સાથે સંબંધ બાંધવાથી પણ આ વાયરસ ફેલાય છે.

☝️સામાન્ય રીતે,ઝીકા વાઈરસ વ્યક્તિને ચેપ લગાડવા માટે એન્ડીઝ ઈજીપ્તિની વેક્ટર (પરિવહનના એક માધ્યમ તરીકે) જરૂર હોય છે.
👤👤કયા ટેસ્ટ કરાવવાથી જાણી શકાય?

- બ્લડ ટેસ્ટ
- યૂરિન ટેસ્ટ
- લાળનો ટેસ્ટ
- દર્દીના આરએનએની તપાસ કરાય.
-ઝીકા વાઈરસના રોગ માટે પીસીઆર (પોલીમર સાંકળ પ્રતિક્રિયા) દ્વારા તેનું નિદાન કરી શકાય છે.

💠💠કોને રહે છે જોખમ?💠💠

👉- આ વાઇરસથી ગર્ભવતી મહિલાઓને ખાસ સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે.
👉- આ વાયરસની અસર ગર્ભવતી મહિલાને થાય તો બાળક અવિકસિત અને વિકૃતિ યુક્ત જન્મે છે. સાથે જ બાળકનું મગજ પણ અવિકસિત રહે છે.
👉ડબલ્યુંએચઓના રિપોર્ટના જણાવ્યાં પ્રમાણે,ગર્ભાવસ્થા અને માઈક્રોકેપથી (બાળકના માથાનો આકાર સામાન્ય કરતાં નાનો હોય) વચ્ચે સંબંધ હોઈ શકે છ

👉- દર્દીનું શરીર લકવાનું શિકાર બની શકે છે.

🌀🌀ઝીકા વાઈરસની રસી ઉપલબ્ધ છે ?🌀🌀

હાલમાં,હજુ સુધી ઝીકા વાઈરસની ચોક્કસ સારવાર માટેની કોઈ રસી ઉપલબ્ધ નથી પરંતુ તમે થોડી સાવધાની રાખીને પોતાની જાતને સુરક્ષિત કરી શકો છો.

♻️♻️જાણી લો ઝીકા વાયરસ (તાવ)થી બચવાના ઉપાયો♻️♻️

-સૌથી શ્રેષ્ઠ રસ્તો મચ્છરને કરડતાં અટકાવવાનો છે.જંતુનાશકોનો છંટકાવ કરીને તેને નિવારી શકાય,

- ઘરમાં મચ્છરો આવી શકે તેવી જગ્યાઓ ખાસ સાફ રાખો.

- પાણી ભરાઇ રહેતી જગ્યાઓ ખાસ કરીને ટાંકી, કૂલર વગેરે સાફ કરવા.

- જ્યાં આ વાયરસ ફેલાયો છે તેવી જગ્યાની મુલાકાતો ટાળવી અને સાથે આવનારા 8 અઠવાડિયા સુધી ગર્ભધારણથી પણ બચવું.

- રોજ સૂતી સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો

- મચ્છરોથી બચવા એન્ટી રિપેલન્ટ ક્રીમ લગાવો.

- ઘરના દરવાજા અને બારીમાં જાળી લગાવેલી રાખો.જેથી મચ્છર ઝડપથી અંદર ન પ્રવેશે.

- શરીરને શક્ય તેટલું વધારે ઢાંકી ફૂલ કપડાં પહેરવા જેથી મચ્છર ન કરડે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
-----------------____________

No comments:

Post a Comment