✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🌘🌒 નિકોલસ કોપરનિક્સ 🌒🌑
🌞🌝~~ 🌟🌓સૂર્યમાળાની સાચી ઓળખ આપનાર ખગોળશાસ્ત્રી - નિકોલસ કોપરનિક્સ 🌘🌒 ~~
🌏🌍→ આજે આપણે બ્રહ્માંડ અને સૂર્યમાળા વિશે ઘણું જાણીએ છીએ પરંતુ ૫૦૦ વર્ષ પહેલા લોકો એમ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર વગેરે
ગ્રહો તેની આસપાસ ફરે છે.
🌚🌕→ ૧૫મી સદીમાં થઇ ગયેલા નિકોલસ નામના વિજ્ઞાાનીએ સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સહિત ઘણા ગ્રહો તેની આસપાસ ફરે છે તે શોધી કાઢયું અને સૂર્યમાળાનું મોડેલ બનાવી વિશ્વ સમક્ષ રજુકર્યું.
કોપરનિકસની આ શોધથી ખગોળશાસ્ત્રનો પાયો બંધાયો અને વધુ સંશોધનો શક્ય બન્યા.
🌘🌑→ ૧૫મી સદીમાં ગણિત, વિજ્ઞાાન અને રસાયણશાસ્ત્ર અને અધ્યાત્મ અને દર્શનશાસ્ત્ર અને બીજા સાથે જોડાયેલા જ્ઞાાનક્ષેત્ર હતા.
🌖🌗→ કોપરનિકસે તેના મૃત્યુ અગાઉ ૧૫૪૩માં સૂર્યમાળાનો નકશો, મોડેલ અને પુસ્તકો પ્રસિદ્ધ કરી જગતને સાચો ખયાલ આપ્યો. જો કે ઘણાં વર્ષો સુધી લોકોમાં નોંધ લેવાઇ નહી પરંતુ તે જમાનાના વિદ્વાન અધ્યાપક રેડીકસે નિકોલસની શોધને ક્રાંતિકારી ગણાવી. સૂર્યમંડળના દરેક
ગ્રહોની ભ્રમણકક્ષા અને સમયગાળા પણ
શોધીને 'ગ્રહોની પ્રદક્ષિણા' નામનો ગ્રંથ લખી પ્રસિદ્ધ કર્યો ત્યારે લોકોએ તેને સ્વીકાર્યો.
🌕🌕→ નિકોલસે કોપરનિકસનો જન્મ પોલેન્ડના તોરૂન નગરમાં ઇ.સ.૧૪૭૩ના ફેબ્રુઆરીની ૧૯ તારીખે થયો હતો. તેના પિતા ન્યાયાધીશ હતા. સુખી અને સમૃદ્ધ તેમજ કેળવણી પામેલા પરિવારમાં જન્મેલો કોપરનિકસ બાળવયથી ધાર્મિક વૃત્તિનો હતો.
🌏🌍→ નિકોલસે ઇટાલીમાં કાયદાનો અભ્યાસ કર્યો અને કાયદાની ડિગ્રી મેળવી કોપરનિકસને ધર્મપ્રચાર ઉપરાંત રોગીઓની સેવા કરવાની ઇચ્છા હતી તેથી તેણે સ્કૂલ ઓફ મેડિસીનમાં અભ્યાસ કરી ડોક્ટરની ડિગ્રી મેળવી ત્યાર બાદ પાદરી તરીકે કારકિર્દી શરૃ કરી.
🎋🎋🌎→ ૧૫મી સદીમાં કોપરનિકસ અગ્રણી ધર્મગુરૃ,
કાયદાવિદ્, ગણિતશાસ્ત્રી, ડોક્ટર અને ખગોળશાસ્ત્રી તરીકે વિખ્યાત થયેલો. તેણે પોલેન્ડમાં ગવર્નર તરીકે પણ સેવાઓ આપેલી.
🎋🎋→ સૂર્યમાળાની સાચી સમજ આપવા બદલ
કોપરનિકસ ખગોળશાસ્ત્રનો પિતામહ ગણાય છે. જોકે તેના આ સંશોધનો છેક તેનાં મૃત્યુ સમયે જાહેર થયા તેનું પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે તે મરણ
પથારીમાં હતો. ઇ.સ.૧૫૪૩ના મે માસની ૨૪ તારીખે પોલેન્ડના પ્રશિયામાં તેનું અવસાન થયું
હતું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌎🌍🌏🌕🌟⭐️🌙🌞🌜🌛🌝
સૂર્ય દિવસ અને રાત્રિના કારણરૂપ છે તેવું વેદો-પુરાણોએ તો અંદાજે પાંચ હજાર વર્ષ કરતાંય પહેલાં જ કહી દીધું હતું, પરંતુ પશ્ર્ચિમી જગતે આ સત્યને બહુ મોડેથી જાણ્યું. પશ્ર્ચિમી જગત આ શોધનું શ્રેય નિકોલસ કોપરનિકસને આપે છે. જાણીને નવાઈ લાગશે કે ખ્રિસ્તી પંથની માન્યતા હતી કે પૃથ્વી જ આ બ્રહ્માંડના કેન્દ્રમાં છે. બીજું બધું તેની આજુબાજુ ફરે છે. કોપરનિકસે છેક ઈ. સ. ૧૫૩૨માં ‘દેસ રિવોલ્યૂશનિબસ’ થિયરીની હસ્તપ્રત તેના મિત્રોને આપેલી, પણ તેને ભય હતો કે તેની આ થિયરીથી વિવાદ થશે તેથી તેઓ તેને પ્રસિદ્ધ કરતા ખચકાતા હતા. છેવટે આ પુસ્તક ૧૫૪૩માં પ્રકાશિત થયું! કેથોલિક ચર્ચે આ પુસ્તક પર ૨૦૦ વર્ષ સુધી પ્રતિબંધ મૂકેલો! તો ખ્રિસ્તીઓના પ્રોટેસ્ટંટ પંથ (જે કેથોલિકનો કટ્ટર વિરોધી મનાય છે)ના પ્રણેતા માર્ટીન લ્યૂથરે કોપરનિકસ અને તેમની આ થિયરી વિશે શું કહેલું તે વાંચો (અને વાંચતી વખતે એ યાદ રાખજો કે પ્રોટેસ્ટન્ટ પંથ કેથોલિક પંથમાં પેસી ગયેલા સડાની વિરુદ્ધ
સ્થપાયો હતો).
🌎🌍લોકો એક નવશીખિયા ખગોળશાસ્ત્રીની વાત સાંભળે છે જેણે એવું બતાવવા સંઘર્ષ કર્યો છે/પ્રયાસ કર્યો છે કે પૃથ્વી ફરે છે, સ્વર્ગ કે નભમંડળ, સૂર્ય કે ચંદ્ર નહીં, એ જ રીતે જેમ કોઈ વ્યક્તિ કોઈ વાહનમાં કે વહાણમાં જતી હોય અને તેને એવું લાગે કે તે તો સ્થિર છે પણ પૃથ્વી અને વૃક્ષો ચાલી રહ્યાં છે. પરંતુ આજકાલ ચીજો આવી જ છે. જ્યારે કોઈ માણસ હોશિયાર થવા માગે તેણે કંઈક વિશેષ શોધવું પડે છે અને તેણે જે રીતે આ કરવું હોય તે શ્રેષ્ઠ હોવું જોઈએ. મૂર્ખો સમગ્ર ખગોળશાસ્ત્રની કળાને ઉલટાવી નાખવા માગે છે, પરંતુ પવિત્ર ગ્રંથ (બાઇબલ) આપણને કહે છે કે જોશુઆએ સૂર્યને સ્થિર રહેવા આદેશ આપ્યો અને પૃથ્વીને નહીં.
🌞🌙આ જ રીતે કોપરનિકસના સિદ્ધાંતને ટેલિસ્કોપ દ્વારા કરેલા અવલોકન થકી અનુમોદન આપનાર ગેલિલિયો સામે તો રોમમાં ખટલો ચલાવવામાં આવેલો. રોમન કેથોલિક ચર્ચના તમામ લોકો ગેલિલિયો વિરુદ્ધ એકસંપ થઈ ગયા હતા. તેમને જેલની, ભયંકર યાતનાની અને બાળીને મારી નાખવાની ધમકી અપાઈ હતી. તેમણે જાહેર કરવું પડ્યું કે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે એવો તેમનો વિચાર ખોટો છે. તેમને અનેક પૈકીની એક સજામાં પશ્ર્ચાત્તાપના શ્ર્લોક સપ્તાહમાં એક વાર, આ રીતે ત્રણ વર્ષ સુધી બોલવા માટે કહેવાયેલું. તેમને આજીવન નજરકેદ રખાયા હતા. તેમના પુસ્તક ડાયલોગ ક્ધસર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ્સ (૧૬૩૨) પર પ્રતિબંધ મૂકી દેવાયો. દસ કાર્ડિનલો ગેલિલિયો સામે ચુકાદો આપવા બેઠા હતા. પોપ અર્બન સાતમા ત્યાં હાજર નહોતા પણ પડદા પાછળ તેઓ, તેમનો ગેલિલિયો સામેનો ગુસ્સો અને હતાશા હતા. તેમને ગુસ્સો એ વાતનો હતો કે ગેલેલિયોએ ચર્ચના સિદ્ધાંત (ચર્ચ ડોક્ટ્રાઇન)ને પડકાર્યો હતો. ચર્ચને પોતાની ભૂલ સમજતા અને સ્વીકારતા ૩૫૦ વર્ષ લાગ્યાં. ૧૯૯૨માં પોપ જોન પોલ દ્વિતીયએ સ્વીકાર્યું કે ગેલેલિયો સાચો હતો. અર્થાત્ એ સિદ્ધાંત સાચો હતો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આનો અર્થ એ પણ થયો કે હિન્દુ ધર્મે આપેલો સિદ્ધાંત હજારો વર્ષો પછી ગેલેલિયોએ આપ્યો અને તે સાચો હોવાનો સ્વીકાર ખ્રિસ્તીઓના સર્વોચ્ચ વડાએ સદીઓ પછી કર્યો.
🌓🌔‘વિષ્ણુપુરાણ’માં સૂર્યનું પૂરેપૂરું વિગતવાર વર્ણન છે. અલબત્ત, તેને સમજાવવા સજીવારોપણનો આશરો લેવાયો છે. જેમ કે, પરાશર મુનિ મૈત્રેયને કહે છે, સૂર્યદેવના રથનો વિસ્તાર નવ હજાર યોજન છે. તેનો ઈષા દંડ (એટલે કે ધૂંસરી અને રથની વચ્ચેનો ભાગ) તેનાથી બમણો એટલે કે અઢાર હજાર યોજન જેટલો છે. તેની ધરી દોઢ કરોડ સાત લાખ યોજન લાંબી છે. જેમાં તેનું પૈડું લાગેલું છે. તેને પૂર્વાહ્ન, મધ્યાહ્ન અને પરાહ્નરૂપ ત્રણ નાભિ, પરિવત્સર વગેરે પાંચ આરા અને છ ઋતુરૂપ ચક્ર છે. તેમાં સંપૂર્ણ કાળચક્ર સ્થિત છે. સાત છંદ- ગાયત્રી, બૃહતી, ઉષ્ણિક, જગતી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ અને પંક્તિ સૂર્યના સાત ઘોડા કહેવાયા છે.
🌍પરાશર મુનિ આગળ કહે છે, સૂર્યના રથની બીજી ધરી સાડા પિસ્તાલીસ હજાર યોજન લાંબી છે. તેમાંથી નાની ધરી ધ્રુવના આધાર પર સ્થિત છે જ્યારે બીજી ધરીનું ચક્ર માનસોત્તર પર્વત પર સ્થિત છે. આ માનસોત્તર પર્વતના પૂર્વમાં ઈન્દ્રની, દક્ષિણમાં યમની, પશ્ર્ચિમમાં વરુણની અને ઉત્તરમાં ચંદ્રમાની પુરી (નગરી) છે. ઈન્દ્રની પુરી વસ્વૌકસારા નામથી ઓળખાય છે. યમની પુરીને સંયમની કહે છે. વરુણની સુખા કહેવાય છે. ચંદ્રમાની પુરીને વિભાવરી કહેવાય છે.
🌚પરાશર મુનિ સ્પષ્ટ ઉદ્ઘોષણા કરે છે કે ભગવાન સૂર્ય દેવ જ દિવસ અને રાત્રિનું કારણ છે. બધાં જ દ્વીપોમાં મધ્યાહ્ન સમયે સૂર્યદેવ મધ્ય આકાશમાં સામેની તરફ રહે છે. આ જ રીતે તેમનો ઉદય અને અસ્ત પણ એકબીજાની સન્મુખ (એટલે કે વિરુદ્ધ દિશામાં) થાય છે.
🌎વિષ્ણુપુરાણમાં માત્ર ભારતની વાત નથી કરાઈ, સમગ્ર વિશ્ર્વની વાત કરાઈ છે. એટલે જ પરાશર મુનિ કહે છે, આ સમગ્ર દુનિયામાં લોકો સૂર્યને જ્યાં જુએ છે ત્યાં તેનો ઉદય થાય છે અને દિવસના અંતે તેનો અસ્ત થાય છે. પરંતુ સાથે એ પણ સમજાવી દે છે કે હકીકતે સૂર્યદેવનો ઉદય પણ નથી થતો અને અસ્ત પણ નથી થતો. બસ, તેઓ જોવા મળે તે ઉદય અને ન જોવા મળે તે અસ્ત છે. પૂર્વ અને પશ્ર્ચિમ દિશા કેવી રીતે બની? પરાશર મુનિ કહે છે, સૂર્યના ઉદય અને અસ્તથી જ પૂર્વ અને પશ્ર્ચિમ દિશાની વ્યવસ્થા થઈ છે. તેઓ જે રીતે પૂર્વમાં પ્રકાશ આપે છે તે જ રીતે પશ્ર્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પણ પ્રકાશ આપે છે.
🌑સૂર્ય દેવ સુમેરુ પર્વત પર સ્થિત બ્રહ્માજીની સભા ઉપરાંત બધાં સ્થાનોને પ્રકાશિત કરે છે. તેમનાં જે કિરણો બ્રહ્માજીની સભામાં જાય છે તે બ્રહ્માજીના તેજથી નિરસ્ત થઈને પાછાં ફરે છે. આ સુમેરુ પર્વત ક્યાં આવ્યો? પરાશર મુનિ કહે છે, સુમેરુ પર્વત બધા દ્વીપો અને વર્ષ (એટલે કે દેશ)ની ઉત્તરમાં છે. આથી ઉત્તર દિશામાં એક તરફ દિવસ અને એક તરફ રાત રહે છે.
🌛🌜કાળચક્રની વાત સમજાવતા પરાશર મુનિ કહે છે, સૂર્ય પૃથ્વીના ત્રીસ ભાગનું અતિક્રમણ કરતાં એક દિવસ-રાત કરે છે. ઉત્તરાયણના આરંભમાં સૂર્ય પહેલાં મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે પછી તે કુંભ અને મીન એ રીતે રાશિ બદલે છે. આ ત્રણેય રાશિ પછી સૂર્ય વિષુવવૃત્ત ગતિનો આધાર લે છે. અર્થાત્ તે ભૂમધ્ય રેખાની વચ્ચે ચાલે છે.
🌔🌓અહીંથી પરાશર મુનિ સમજાવે છે કે ઉનાળામાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબો હોય છે જ્યારે શિયાળામાં આનાથી ઊલટું. તેઓ કહે છે, તે પછી રોજ દરેક રાત્રિ ક્ષીણ થવા લાગે છે અને દિવસ લાંબો થવા લાગે છે. પછી જ્યારે કર્ક રાશિમાં પહોંચે ત્યારે દક્ષિણાયનનો આરંભ થાય છે.
🌗🌘જ્યોતિષને થોડું પણ જાણનારાને ખબર હશે કે કર્ક અને મકર હંમેશાં એકબીજાથી સાતમા સ્થાને જ આવતી રાશિ છે. તેનો તાળો હવે મળી ગયો ને? પરાશર મુનિ કહે છે, સૂર્ય દક્ષિણાયન પાર કરીને ખૂબ જ ઝડપથી ચાલવા લાગે છે. સૂર્ય સાડા તેર નક્ષત્રોને બાર મુહૂર્તમાં પાર કરી લે છે. પણ રાત્રે મંદગામી હોવાના કારણે તે સાડા તેર નક્ષત્રોને પાર કરવામાં અઢાર મુહૂર્ત લે છે. આથી દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થવા લાગે છે....રાત્રિને ઉષા અને દિવસને વ્યુષ્ટિ (પ્રભાત) કહેવાય છે.
💫🌚આ બંનેની વચ્ચેનો સમય સંધ્યા કહેવાય છે. આ સમયે મંદેહા નામના ભયાનક રાક્ષસ ગણ સૂર્યને ખાવા ઈચ્છે છે. તે રાક્ષસોને પ્રજાપતિનો શાપ છે કે તેમનું શરીર અક્ષય રહેશે પરંતુ મરણ રોજેરોજ થશે. આથી સંધ્યાકાળમાં તેમનું સૂર્ય સાથે ભયાનક યુદ્ધ થાય છે. આ સમયે બ્રાહ્મણો ઓમકાર તેમજ ગાયત્રીથી અભિમંત્રિત જળ છોડે છે તે વજ્રસ્વરૂપ જળથી દુષ્ટ રાક્ષસ બળી જાય છે.
અગ્નિહોત્રમાં જે સૂર્યો જ્યોતિ: વગેરે મંત્રથી પ્રથમ આહુતિ અપાય છે તેનાથી હજારો સૂર્ય દેદીપ્યમાન થઈ જાય છે. આથી સંધ્યોપાસના કર્મનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. જે પુરુષ સંધ્યોપાસના નથી કરતા તે ભગવાન સૂર્યનો ઘાત કરે છે.
☀️☄એ પછી પરાશર મુનિ આપણી સાચી સમય ગણના નિમેષ, કાષ્ઠા, કળા, મુહૂર્ત, દિવસ-રાત્રિ, વગેરે સમજાવે છે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. સામાન્ય રીતે આપણા જ્ઞાનને વિસરી જવાના કારણે આપણે ચાર સમય જાણીએ છીએ-સવાર, બપોર, સાંજ અને રાત. પરંતુ હકીકતે દિવસના જ પાંચ ભાગ છે, સૂર્યોદયથી લઈને ત્રણ મુહૂર્ત
🌙સુધીનો સમય પ્રાત:કાળ કહેવાય છે. તે સંપૂર્ણ દિવસનો પાંચમો ભાગ હોય છે. તે પછીના ત્રણ મુહૂર્તનો સમય સંગવ કહેવાય છે. તે પછીના ત્રણ મુહૂર્તનો સમય મધ્યાહ્ન
🌎અને તે પછીના ત્રણ મુહૂર્તનો સમય અપરાહ્ન કહેવાય છે. તે પછીના ત્રણ મુહૂર્તનો સમય સાયાહ્ન કહેવાય છે.
આ રીતે સંપૂર્ણ દિવસમાં પંદર મુહૂર્ત હોય છે.
🌟સૂર્ય જ્યારે તુલા અથવા મેષ રાશિમાં જાય ત્યારે તે વિષુવ હોય છે એટલે કે દિવસ અને રાત્રિ સમાન હોય છે.
🌤ત્રીસ મુહૂર્તના એક દિવસ-રાત્રિ, આવા પંદર દિવસ-રાત્રિનો એક પક્ષ (શુક્લ અને કૃષ્ણ) કહેવાય છે. આવા બે પક્ષનો એક મહિનો થાય છે. બે સૌર માસની એક ઋતુ થાય છે. ત્રણ ઋતુનું એક અયન થાય છે. બે અયન (ઉત્તરાયણ, દક્ષિણાયન વગેરે) મળીને એક વર્ષ થાય છે.
🌓🌔શિક્ષણમાં અંગ્રેજીપણાના કારણે આજકાલ માબાપો પોતાનાં બાળકોને એબીસીડી પર ભાર મૂકે છે તેટલો કક્કા-બારાક્ષરી પર નથી મૂકતા.
🌔 અંગ્રેજી શબ્દોના સાચા સ્પેલિંગ પર ભાર મુકાય છે તેટલો ભાર ગુજરાતી શબ્દોની સાચી જોડણી પર નથી મુકાતો. આપણા બાર માસનાં નામ નથી શિખવાડતા. શુક્લ-કૃષ્ણ વગેરેની સમજ નથી આપતા.⛈🌧 ઋતુઓમાં પણ પશ્ર્ચિમી જ્ઞાનની અસર હેઠળ ત્રણ ઋતુનાં નામ તેમને આવડતા હોય છે- ઉનાળો, ચોમાસુ અને શિયાળો. પરંતુ કુલ છ ઋતુ છે- વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. સૌથી મજાની ઋતુ વસંત છે. સૌથી આકરી ઋતુ શરદ મનાય છે. આથી જ પહેલાંના સમયમાં આશીર્વાદમાં કહેતા શતમ્ જીવ શરદ:. શરદઋતુમાં જેને વાંધો ન આવે એને કોઈ ઋતુમાં તકલીફ ન પડે તેમ મનાય. પણ આ આશીર્વાદ અધૂરા છે. હકીકતે પૂરા આશીર્વાદ દેવા હોય તો અથર્વવેદના આ શ્ર્લોક મુજબ દેવા-
🌘🌒
ક્ષશ્રજ્ઞપ યફર્ડીં યટ્ટળપ્ર ॥
ઘમિજ્ઞપ યફર્ડીં યટ્ટળપ્ર ॥
રૂૂદ્વ્રૂજ્ઞપ યફર્ડીં યટ્ટળપ્ર ॥
ફળજ્ઞવજ્ઞપ યફર્ડીં યટ્ટળપ્ર ॥
ક્ષુરજ્ઞપ યફર્ડીં યટ્ટળપ્ર ॥
ધમજ્ઞપ યફર્ડીં યટ્ટળપ્ર ॥
ધુ્રૂજ્ઞપ યફર્ડીં યટ્ટળપ્ર ॥
ધુ્રૂલિ યફર્ડીં યટ્ટળપ્ર ॥
(અઠમૃમજ્ઞડ, ઇંળઞ્જ૧૯, લુ્રુટ ૬૭)
⭐️🌙અર્થાત્ આપણે સો શરદ જોઈએ એટલે કે સો વર્ષ સુધી આપણી આંખની જ્યોતિ સારી રહે, સો વર્ષ સુધી આપણે જીવતા રહીએ, સો વર્ષ સુધી આપણી બુદ્ધિ સક્ષમ બની રહે. આપણે જ્ઞાનવાન રહીએ. સો વર્ષ સુધી આપણી પ્રગતિ થતી રહે. સો વર્ષ સુધી આપણને પોષણ મળતું રહે.
આપણે સો વર્ષ સુધી ટકી રહીએ. સો વર્ષ સુધી આપણે પવિત્ર રહીએ. એટલે કે ખરાબ ભાવનાઓથી મુક્ત રહીએ. સો વર્ષથી આગળ પણ આવા જ રહીએ. માત્ર સો વર્ષ જીવવાનું નથી, પણ આંખ, બુદ્ધિ, પ્રગતિ, પોષણ, પવિત્રતા આ બધું પણ સો વર્ષ ટકાવી રાખવાનું છે.

No comments:
Post a Comment