♻️✅♻️✅♻️✅♻️✅♻️
🐾🐾🐾સંજીવ કુમાર🐾🐾🐾
🐾🔘🐾🔘🐾🔘🐾🔘🐾🔘
સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી.
કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું
ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.
♻️સંજીવ કુમાર નો જન્મ ગુજરાત માં એક ગુજરાતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પત્રિક નિવાસ સુરત હતું પાછળથી તેમનો પરિવાર મુંબઈ આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અંધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તેમના દાદા, પિતા અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમારને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. તેમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની સંઘર્ષ માં દિલીપ કુમાર ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. તેમણે જયા બચ્ચનના સાસરા, પ્રેમી, પિતા, પતિની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક સલીમ ખાન એ તેમના સમકાલીન અમિતાભ બચ્ચન અને શશિ કપૂરના પિતાની ભૂમિકા ત્રિશૂલમાં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે પૃથ્વીરાજ કપૂર જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.
🔘ફિલ્મી સફર
સંજીવ કુમાર એ પોતાની કારકીર્દીની શુરુઆત હમ હિન્દુસ્તાની ફિલ્મ થી ૧૯૬૦ માં કરી. તેમની હીરો ના રૂપમાં ફિલ્મ નિશાન (૧૯૬૮) હતી. તેમણે
દિલીપ કુમાર વિરુદ્ધ સંઘર્ષ ફિલ્મ માં કામ કર્યું. ફિલ્મ ખિલૌના એ તેમને સ્ટારનો દરજ્જો દેવડાવ્યો. ત્યાર બાદ તેમની હિટ ફિલ્મ સીતા ઔર ગીતા (૧૯૭૨) અને મનચલી (૧૯૭૩) પ્રદર્શિત થઈ. ૭૦ ના દાયકામાં આમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. આમણે કુલ ૯ ફિલ્મો ગુલઝાર સાથે કરી જેમાં આંધી (૧૯૭૫), મૌસમ (૧૯૭૫), અંગૂર (૧૯૮૧), નમકીન (૧૯૮૨). તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મો માં ની એક માને છે. શોલે (૧૯૭૫) ફિલ્મ માં તેમના દ્વારા અભિનીત પાત્ર ઠાકુર આજે પણ લોકો ના દિલોમાં જીવીત છે અને મિમિક્રી આર્ટિસ્ટ માટે આ એક મસાલો છે.
🔘૧૯૭૭ - ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર -
અર્જુન પંડિત
🔘૧૯૭૬ - ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર -
આંધી
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋
📽🎥📽ગુરૂદત્ત📽🎥📽🎥
📽🎥📽🎥📽🎥📽🎥📽🎥📽
હિન્દી ફિલ્મ કલાના મહાન કસબી અને લાગણીશીલ ફિલ્મ સર્જક ગુરૂદ્ત્તનો જન્મ તા. ૯/૭/૧૯૨૫ના રોજ બેંગાલુરમાં શિક્ષિત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન કર્ણાટકનું મેગ્લોર હતું. પિતાનું નામ શિવશંકર પાદુકોણ જેઓ સ્કૂલમાં હેડમાસ્તર હતા. માતાનું નામ વાસંતી પાદુકોણ જેઓ પ્રાઈવેટ ટ્યુશન ચલાવતા અને બંગાળી નવલકથાઓનું કન્નડ ભાષામાં અનુવાદક તરીકે પણ કામગીરી કરતા હતા. ગુરૂદ્ત્તનું બાળપણનું નામ વસંતકુમાર હતું. બાળપણ અનેક મુશ્કેલીઓથી પસાર થયું હતું. પ્રાથમિક શિક્ષણ કલકત્તાના ભવાનપુરમાં મેળવ્યું. ઈ.સ.૧૯૪૧માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેઓ નૃત્ય કલાની તાલીમ લેવા માટે અલમોડા ગયા. બે વર્ષની તાલીમ લઈ તેમાં પારંગત બન્યા. તેમણે ‘ પ્રભાત’ ફિલ્મ કંપનીમાં ત્રણ વર્ષ નૃત્ય નિર્દેશક તરીકે કામગીરી કરી હતી. તેમણે પ્રથમ ફિલ્મ ‘ સુહાગન’માં વિજયકુમારનો અભિનય કર્યો ત્યારપછી ‘ પ્યાસા’, ‘ કાળા બજાર’ , ‘ હમ એક હૈ’ , ‘ભરોસા’ જેવી અનેક ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો હતો. ગુરુદત્તની સૌપ્રથમ નિર્દેશિત ફિલ્મ ‘ બાઝી’ હતી. તેમાં તેમની કલ્પનાશક્તિ અને મૌલિક દિગ્દર્શકના ચમકારા જોવા મળે છે. ત્યારપછી તેમણે ‘ આરપાર’, ‘ સેલાબ’ , ‘ મિસ્ટર એન્ડ મિસિસ’, માં કામગીરી કરી હતી. ગુરુદત્તની સર્જક પ્રતિભા ધરાવતી બે ફિલ્મ ‘ પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’માં જોવા મળે છે. આ બંને ફિલ્મોમાં તેઓ પોતાની કલ્પનાશક્તિને આધારે કલાકૃતિના નમૂનારૂપ ફિલ્મ બની. તેમનું હદય એક ઊર્મિશીલ કવિનું હતું. ફિલ્મના નિર્માણમાં પણ તેમની લાગણીઓની નજાકત માવજત જોવા મળે છે. ભારતના પ્રસિદ્ધ નૃત્ય સમ્રાટ ઉદયશંકર પાસેથી નૃત્યકળાનું શિક્ષણ મેળવ્યું હતું.સ્વભાવ અંતર્મુખી હોવાથી પોતાના મનની વાટ કોઈને કરી શકતા નહિ અને દિવસો સુધી મનોમન મૂંઝાતા હતા. પરિણામે તેઓ જીવન ટૂંકાવી ૧૦ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ તેમના પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુનું રહસ્ય ઉકેલી શકાયું નહોતું પણ તેના મૂળમાં તેમની આત્મઘાતી વિચારધારા જ જવાબદાર હતી. તેમણે હિન્દી ફિલ્મમાં આપેલ યોગદાન અનન્ય અને અદ્વિતીય હતું. ફિલ્મજગતના ઇતિહાસમાં તેઓ ચિરસ્મરણીય રહેશે.

No comments:
Post a Comment