Tuesday, July 9, 2019

9 July

🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
ઈતિહાસમાં ૯ જુલાઈનો દિવસ
🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✋✋પહેલી પંચવર્ષીય યોજના✋✋

આઝાદ ભારતની પહેલી પંચવર્ષીય યોજના વર્ષ ૧૯૫૧માં આજના દિવસે વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સરકાર દ્વારા રજૂ કરાઈ હતી .

📽📽📽📽ગુરુ દત્ત📽📽📽📽

ભારતીય ફિલ્મોના ક્લાસિક ડિરેક્ટર ગુરુદત્તનો જન્મ વર્ષ ૧૯૨૫માં આજના દિવસે બેંગલોરમાં થયો હતો . ' પ્યાસા' , 'કાગઝ કે ફૂલ ' ' સાહિબ બીબી ઔર ગુલામ ' તેમની યાદગાર ફિલ્મો છે .

🎥🎥🎥સંજીવ કુમાર🎥🎥🎥🎥

બોલીવુડના યાદગાર અભિનેતા સંજીવ કુમારનો જન્મ વર્ષ ૧૯૩૮માં આજના દિવસે સુરતમાં થયો હતો . ' શોલે ' માં તેમનો ઠાકુરનો રોલ આજે પણ એટલો જ લોકપ્રિય છે .

🖲💷🖲BSEની સ્થાપના💰💰💷

એશિયાનું પહેલું અને સોદા કરવામાં વિશ્વનું સૌથી ઝડપી સ્ટોક માર્કેટ મુંબઈ સ્ટોક એક્સચેન્જ ( BSE)ની સ્થાપના વર્ષ 1875ની નવ જુલાઈએ થઈ હતી . પાંચ બ્રોકર્સે વડના ઝાડ નીચે ઊભા રહીે ટ્રેડિંગની શરૂઆત કરી હતી .

🎾🎾પહેલી વિમ્બલ્ડન ટુર્નામેન્ટ🎾🎾

1877ની નવ જુલાઈએ વિશ્વની પહેલી લોન ટેનિસની સત્તાવાર ટુર્નામેન્ટ તરીકે બ્રિટનના વિમ્બલ્ડન ખાતે પહેલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી . આ ટુર્નામેન્ટ માટેના નિયમો ફેમસ મેરિલબોન ક્રિકેટ ક્લબે ઘડ્યા હતા .

🎍🎍અંતરિક્ષમાં અણુ ધડાકો🎍🎍

વર્ષ 1962ની નવ જુલાઈએ અમેરિકાએ પૃથ્વીના વાતાવરણની બહાર અણુ ધડાકો કર્યો હતો . 'સ્ટારફિશ પ્રાઇમ ' ના નામે ઓળખાતો આ ધડાકો એ રોકેટને પૃથ્વીથી 400 કિ . મી . ઉપર મોકલીને કર્યો હતો .

🎯૧૯૯૧ – દક્ષિણ આફ્રિકાને, ૩૦ વર્ષના પ્રતિબંધ પછી, ફરીથી ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રવેશ મળ્યો.
🎯1969 :- Indian Wild life Board ની ભલામણ થી રોયલ બેંગલ ટાઇગર (વાઘ)ને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યુ.

♻️✅♻️✅♻️✅♻️✅♻️
🐾🐾🐾સંજીવ કુમાર🐾🐾🐾
🐾🔘🐾🔘🐾🔘🐾🔘🐾🔘

સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી.
કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું
ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.

No comments:

Post a Comment