Tuesday, July 2, 2019

2 July

Yuvirajsinh Jadeja:
🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘
✅✅ઈતિહાસમાં ૨ જુલાઈનો દિવસ✅
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૩મો ( લિપ વર્ષ દરમ્યાન ૧૮૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૨ દિવસ બાકી રહે છે.

🎯આ દિવસ સામાન્ય વર્ષ (લિપ વર્ષ સીવાયના વર્ષ)નું મધ્યબિંદુ ગણાય, કારણકે આ દિવસ પહેલા વર્ષનાં ૧૮૨ દિવસ અને પછીનાં ૧૮૨ દિવસ રહે છે.
વર્ષનાં મધ્યબિંદુરૂપ ચોક્કસ સમય આ દિવસનાં મધ્યાહ્નનાં ૧૨-૦૦ વાગ્યાનો ગણાય છે. નવા વર્ષના પ્રથમ દિવસનો અને આજના દિવસનો વાર સરખા હોય છે.👁‍🗨

🔲🔳🔲શિમલા કરાર🔷🔶🔷

બાંગ્લાદેશના અસ્તિત્ત્વની જનક ગણાતા શિમલા કરાર પર વર્ષ ૧૯૭૨માં આજના દિવસે ભારતના વડાપ્રધાન ઇંદિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ હસ્તાક્ષર કર્યા હતા .
🗝
પાકિસ્તાનને 1971 ના યુદ્ધમાં પરાસ્ત કર્યા બાદ ભારતે વર્ષ 1972ની બીજી જુલાઈએ શીમલામાં પાકિસ્તાન સાથે કાશ્મીર સરહદે શાંતિ જાળવવા માટે શીમલા કરાર કર્યા હતા .

🎈🎈🎈બલૂનમાં વિશ્વવિક્રમ🎈🎈🎈

અમેરિકન બિઝનેસમેન જેમ્સ સ્ટિફન ફોસેટ વર્ષ ૨૦૦૨માં આજના દિવસે હોટ એર બલૂનમાં સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરનાર વિશ્વનો પહેલો વ્યક્તિ બન્યો હતો .

📻📻માર્કોનીએ રેડિયોની પેટન્ટ મેળવી📻📻

ગુલિલિયો માર્કોનીએ 1897માં આજના દિવસે લંડનમાં રેડિયોની પેટન્ટ મેળવી હતી . જગદીશચંદ્ર બોઝ જેવા વિજ્ઞાનીઓની શોધને પાયો બનાવ્યો હોવા છતાં માર્કોની રેડિયોનો શોધક મનાય છે .


🚂🚂સ્ટીમ એન્જિનની શોધ🚂🚂🚂

બ્રિટિ સંશોધક થોમસ સેવરી એ 1698માં સ્ટીમ એન્જિનની શોધ કરી તેની પેટન્ટ મેળવી હતી . સેવરીનું એન્જિન પિસ્ટન વગરનું હોવા છતાં ઔદ્યોગિક ક્રાંતિનો પાયો બન્યું હતું .

👁‍🗨👁‍🗨1757 :- સિરાજ ઉદ દૌલાની પ્લસીના યુદ્ધમાં હાર અને તેમની હત્યા કરવામાં આવી.

👁‍🗨1905 :- પ. બંગાળના પુર્વ ગવર્નર શાંતિસ્વરુપ ધવન નો જન્મ થયો.

👁‍🗨1926 :- સામાજિક કાર્યકર અને રાજકારણી રામ સેવક યાદવનો ઉત્તરપ્રદેશમાં જન્મ થયો.

👁‍🗨1928 :- પ્રખ્યાત ઉડ઼િયા કવિ નંડકિશોર બાલનુ અવસાન થયુ.

👁‍🗨1938 :- ભારતીય વૈજ્ઞાનિક કે. એન. પટેલનો જન્મ થયો. 1974મા તેમને યુવા વૈજ્ઞાનિક તરીકે US National Academy of Sciences એ પસંદ કર્યાં હતાં.

‍🗨✅૧૯૪૦ – ભારતીય સ્વતંત્રતા સેનાની
સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરાઇ અને તેઓને
કોલકોતામાં કારાગૃહમાં રખાયા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment