Yuvirajsinh Jadeja:
♦️💢ઈતિહાસમાં 2 જૂનનો દિવસ💢♦️
📞📲માર્કોનીનો વાયરલેસ ટેલિગ્રાફ📲
ઇટાલિયન સંશોધક ગુલિલિયો માર્કોનીએ વાયરલેસ ટેલિગ્રાફી શોધી તેની પેટન્ટ લેવા 1896 ની બીજી જૂને અરજી કરી હતી . રેડિયો કમ્યુનિકેશનનો પહેલો અખતરો જગદીશચંદ્ર બોઝે કર્યો હતો , જોકે પેટન્ટ મેળવી નહોતી .
🕹🕹🕹તેલંગાણા ભારતનું 29 મું રાજ્ય બન્યું🎲🎲🎲🎲
આંધ્રપ્રદેશમાંથી અલગ પાડીને ભારતના 29 મા રાજ્ય તેલંગાણાની સ્થાપના 2014 ની 2 જૂને થઈ હતી . 3 .5 કરોડની વસ્તી ધરાવતા તેલંગાણાનો સાક્ષરતા દર 66 ટકા છે. તેલુગુ ઉપરાંત ઉર્દૂ આ રાજ્યની સત્તાવાર ભાષા છે.
🖲હૈદરાબાદ સહિત ૧૦ જિલ્લા અને ૧૭ લોકસભા બેઠકો ધરાવતા આ રાજ્યની કુલ વસ્તી સાડા ત્રણ કરોડ છે.
👸👸રાણી એલિઝાબેથ - IIની તાજપોશી👸👸
બ્રિટનના વર્તમાન રાણી એલિઝાબેથ -IIની તાજપોશી વર્ષ 1953 ની બીજી જૂનના રોજ થઈ હતી . પિતા જ્યોર્જ છઠ્ઠાની તબિયત બગડ્યા બાદ એલિઝાબેથે પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા .
📽🎥📽🎥રાજ કપૂર🎥📽🎥📽
બોલીવુડના પહેલા શો મેન રાજ કપૂરે વર્ષ ૧૯૮૮માં આજના દિવસે દુનિયાને અલવિદા કહ્યું હતું . ફાળકે એવોર્ડ સમારોહ દરમિયાન તેમની તબિયત લથડી હતી અને એક મહિના બાદ તેમનું અવસાન થયું હતું .
⏳⌛️જન્મ
🎤🎧 ઇલીયારાજા ( Ilaiyaraaja ), ભારતીય સંગીતકાર🎧🎼🎤
ઇલીયારાજા નો જન્મ 2 જૂન 1943 ના રોજ એક ભારતીય ફિલ્મ સંગીતકાર, ગાયક, લેખક અને રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા માટે સિમ્ફની નોંધાવનાર 🎬પ્રથમ એશિયન સંગીત કાર છે. ભારત સરકાર તરફથી તેમણે પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડ મેળવ્યો છે. ટ્રીનીટી કોલેજ ઓફ મ્યુઝિક, લંડનના તેઓ ગોલ્ડ મેડાલીસ્ટ છે, અને તેમણે 4500 થી વધુ ગીતો તૈયાર કર્યાં છે અને 30 કરતાં વર્ષોની કારકીર્દિમાં વિવિધ ભાષાની 900 થી વધુ ભારતીય ફિલ્મો માં સંગીત આપ્યું છે. તેમને સામાન્ય રીતે ઇસાઇજ્ઞાની (તેનો અર્થ ‘સંગીતનું મહાન જ્ઞાન ધરાવતી વ્યક્તિ’), “ધી માસ્ટ્રો” તરીકે ઓળખવામાં આવે છે. તમિલ ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર (જે કોલીવુડ તરીકે ઓળખાય છે) ચેન્નાઇમાં તેઓ રહે છે.
🎭🎭૧૯૫૬ – મણિરત્નમ ( Mani Ratnam), ભારતીય નિર્દેશક
મણી રત્નમ (જન્મ: બીજી જૂન, ૧૯૫૬ ) એ તમિલ
ચલચિત્ર નિર્માતા , પટકથાલેખક તેમજ દિગ્દર્શક છે.
🎯🎧🎯દિવાળીબેન ભીલ🎤🎯🎤🎯
ગુજરાતી ગીતોની કોયલ તરીકે ઓળખાતી પદ્મશ્રી વિજેતા ગીત સમ્રાટ દિવાળીબેન ભીલનો જન્મ તા.૨/૬/૧૯૪૩ના રોજ અમરેલી જિલ્લાના ઘારી તાલુકાના દલસાણીયા ગામમાં થયો હતો. પિતાનું નામ પુંજાભાઈ જેઓ રેલ્વેમાં નોકરી કરતા હતા.માતાનું નામ મોંઘીબહેન જેઓ ગૃહિણી હતા.
🎤દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમનાં પિતાને જૂનાગઢમાં રેલ્વેની નોકરી મળતાં તેઓ જુનાગઢમાં આવીને વસ્યા હતા.
🎤બાળપણથી જ લોકગીતો, ભજનો અને ગરબા ગાવાનો ખૂબ જ શોખ હતો. તેમનો કંઠ મધુર હતો.
🎧 દિવાળીબેન ભણ્યા ન હતા. અભણ હોવા છતાં દવાખાનામાં કામવાળી, તેડાગર તથા નર્સોને રસોઈ બનાવવાની જેવા કામો ક્યારેય નાનપ અનુભવી નહોતી. દિવાળીબેનના લગ્ન રાજકોટમાં કર્યા હતા પરંતુ તેમના પિતાને વેવાઈ સાથે અણબનાવ થતાં દિવાળીબેને લગ્ન તોડી નાખ્યા ત્યારપછી તેમણે ક્યારેય લગ્ન કર્યા નહોતા.
🎤ઈ.સ. ૧૯૫૨માં જુનાગઢમાં ગરબીમાં ગઈ કારકીર્દીની શરૂઆત કરી હતી. તેમની વણઝારી ચોકની ગરબી લોકોમાં ખૂબ જ પ્રિય બની ગઈ હતી. નવરાત્રીના સમયે આકાશવાણીના ડાયરેક્ટર અને ગાયક સ્વ. હેમુ ગઢવીએ આકાશવાણીમાં રેકોર્ડીંગ કરવાનું કહ્યું. આમ માત્ર પંદર વર્ષની નાની વયે સૌપ્રથમ રેકોર્ડીંગ કરવામાં આવ્યું. સ્ટેજ કાર્યક્રમોમાં પ્રાણલાલ વ્યાસ સાથે સૌથી વધારે ગીતો તેમણે ગાયા હતા. 🎤તેમને અભણ હોવા છતાં ૧૦૦૦ થી વધારે ગીતો કંઠસ્થ હતા. તેમની સાદગી અને સ્ટેજ પર તેમની મર્યાદા અનેક મહિલા કલાકારો માટે પ્રેરણારૂપ હતી. તેમના અત્યંત લોકપ્રિય ગીતોમાં 🎤🎬🎤‘ મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે…’ , ‘’ પાપ તારૂ પ્રકાશ જાડેજા’, હું તો કાગળીયા લખી લખી થાકી …’ , ‘ ઝીણાં મોર બોલે છે લીલી નાઘેરમાં’ અને ‘ રામનાં બાણ વાગ્યા..’ જેવા અનેક યાદગાર હતા.
🎤🎻‘ઈ.સ. ૧૯૯૦માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલ દિવાળીબેન ભીલને લોકનાયક હેમુ ગઢવીના પ્રથમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 🎤🎧લોકગીતો અને લોકસંગીતને લોકપ્રિય બનાવનાર દિવાળીબેન ભીલનું ૧૯મી મે ૨૦૧૬ના રોજ અવસાન થયું. તેમના અવસાન થવાથી ગુજરાતને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડશે. ગુજરાતી લોકસંગીતની દુનિયાનો એક સિતારો કાયમ માટે અસ્ત થઇ ગયો.
✍ યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment