Tuesday, July 2, 2019

વોકર' કરાર --- Walker 'agreement

જ્ઞાન સારથિ, [06.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
🙏💢🙏💢🙏💢🙏💢🙏
      'વોકર' કરાર
🙏💢🙏💢🙏💢🙏💢🙏
  (સંપૂર્ણ માહિતી PDF માં)   
     
 🚩 ઇ.સ. ૧૮૦૭ માં હંમેશને માટે મુકરર કરેલી ખંડણી વડોદરા રાજ્યને આપે તે માટે કર્નલ વોકર તથા ગાયક્વાડના પ્રતિનિધિએ સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કરાર કર્યો અને ગાયકવાડની મુલકગીરી બંધ પડી. જુનાગઢ, મહીકાંઠા તથા અન્ય રાજ્યોએ પણ આવી યોજના સ્વીકારી.  ગાયકવાડ વતી  ખંડણી ઉધરાવવાનું ૧૮૨૦માં કંપની સરકારે સ્વીકાર્યુ અને તેથી ગુજરાતમાં શાંતી પ્રવર્તી અને મુલકગીરી બંધ પડી.



🚩   ખડણી માટે મરાઠા લશ્કરના ત્રાસથી છૂટવા માટે - રક્ષણ માટે અંગ્રેજોને આમંત્રણ આપેલું : સૌરાષ્ટ્રમાં બકરું કાઢતા ઊંટ ઘુસ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી : તખુભા રાઠોડે ઇતિહાસના પાના ઉઘાડયા...: મરાઠા લશ્કરને કાઠીયાવડમાં પ્રવેશતા જ પ્રથમ કાઠી રાજવીઓ સામે સંઘર્ષ થયેલ જેથી મરાઠાઓએ આ પ્રાંતનું નામ 'કઠેવાડ' - 'કાઠીવાડ' ઉપરથી 'કાઠીયાવાડ' પડેલ હતું: મરાઠા સેના અને કર્નલ વોકરની આગેવાની નીચે બ્રિટીશ સેના ૧૮૦૭માં સૌરાષ્ટ્રમાં પ્રવેશેલ અને ઇ.સ. ૧૮૦૮- ૧ વર્ષ બાદ મોરબી પાસેના ઘુંટુ ગામે સૌરાષ્ટ્રના નાના-મોટા લગભગ ૨૯ રજવાડાઓ સાથે ખંડણી અને સલામતીના કરાર કરેલ જેને 'વોકર' કરાર નામ અપાયેલઃ
🚩🚩ઇ.સ. ૧૮૨૦માં ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી પોતાનો ખંડણી ઉઘરાવવાનો તમામ હક્ક બ્રિટીશ સત્તાને સોંપી દીધેલ અને રાજકોટ ખાતે બ્રિટીશ એજન્સી (કોઠી) ઇ.સ. ૧૮૨૦માં સ્થાપેલ તેના પ્રથમ પોલીટીકલ એજન્ટ કેપ્ટન આર. બોર્નવેલ હતા.

🚩
  👉ઇ.સ. ૧૭૬૦ સુધીમાં ગુજરાતમાં મરાઠા સત્તા સ્થપાઇ હતી. ઇ.સ. ૧૭૫૨-૫૩ પેશવા અને ગાયકવાડ વચ્ચે થયેલ કરાર અનુસાર સૌરાષ્ટ્રમાંથી ખંડણી ઉઘરાવવાનું કાર્ય બંનેના સંયુકત લશ્કરો કરતા. સમય જતા ખંડણી ઘણો વધારો કરેલ. આ ખંડણીના ઉઘરાણામાં બળનો બહુ જ પ્રયોગ થતો ખંડણી ન આપનાર રાજ્યના પ્રદેશો ઉજ્જડ કરી નાંખતા.


🚩🚩જાણીતા ઇતિહાસકાર શ્રી જાની સાહેબની નોંધ મુજબ આવા પત્ર લખનારનો પ્રથમ રાજવીઓ જેતપુર, મેંદરડા, કુંડલા અને ચિતલના કાઠી રજવાડાઓ હતા.

♦️ ઇ.સ. ૧૮૦૭માં મુંબઇના ગવર્નરે મંજુરી આપેલ. એક નોંધ મુજબ ઇ.સ. ૧૮૦૭માં ગાયકવાડ અને મરાઠાઓની સેના સાથે બ્રિટીશ સેનાએ પ્રવેશ કરેલ. પરંતુ સૌરાષ્ટ્રના રજવાડાઓ સાથે ખંડણીના કરાર કરવા માટે એક વર્ષના સમય લાગેલ. કરારની રૂપરેખા તૈયાર થતાં
🚩૧૮૦૮ના મે માસમાં કેપ્ટન વોકરે સૌરાષ્ટ્રના રાજવીઓને પત્રો મારફત મોરબીના ઘુંટુ નામના ગામે દેશી રજવાડાઓની મીટીંગ રાખેલ.
🚩 ઘટુ ગામ પસંદ કરવા પાછળના કારણો એ હતા કે તે સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલ તથા વિશાળ મેદાનો હતા અને તમામ સેનાઓના ઘોડાઓ માટે ઘાસચારો, પાણી અંગેની પુરતી વ્યવસ્થા હતી.

🔻🚩કર્નલ વોકરે સૌરાષ્ટ્રના નાના-મોટા અંદાજે ૨૯ રાજવીઓને ખંડણી અને રક્ષણ કરાર અંગે આખરી નિર્ણય લેવા સૌરાષ્ટ્રના તે સમયની પ્રાંત વ્યવસ્થા મુજબ (૧) હાલાર પ્રાંત (ર) ઝાલાવાડ પ્રાંત અને (૩) ગોહિલવાડ પ્રાંતના નીચે મુજબના રાજવીઓને પત્ર પાઠવેલ. મોરબી, માળીયા, ધ્રોલ, નવાનગર, ગોંડલ, રાજકોટ, કોટડા, લીંબડી, વઢવાણ, ધ્રાંગધ્રા, સાયલા, ચુડા, વાંકાનેર, ભાવનગર, લાઠી, દેવાણી, વળા રાજવીઓ વચ્ચે કરાર થયેલ.

🔻🚩આ કરાર કરાવવામાં બ્રીટીશ રેસીડન્ટ કર્નલ એલેકઝાન્ડર વોકરની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી જેથી આ કરાર🙏 વોકર કરાર 🙏તરીકે ઓળખાતા.

  🚩🚩ઇ.સ. ૧૮૧૬માં પેશવાએ અંગ્રેજોની 'સહાયકારી' યોજનાઓ સ્વીકાર કરી વળતર રૂપે સૌરાષ્ટ્રના રાજ્યોની ખંડણીના અધિકારો જતા કરેલ. ઇ.સ. ૧૮૨૦માં સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર સત્તા ભોગવવા રાજકોટમાં બ્રિટીશ એજન્સી (કોઠી)ની સ્થાપના કરેલ અને તેના પ્રથમ પોલીટીકલ એજન્ટ તરીકે કેપ્ટન આર.બાર્નવલની નિમણુંક કરેલ અને આ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર બ્રિટીશ હકુમતની સ્થાપના થયેલ.

🚩🔻🚩🔻🚩🚩
ઇ.સ. ૧૮૪૬માં પોલીટીકલ એજન્‍ટ કર્નલ એ. માલેટેએ બ્રિટીશ એજન્‍સી મારફત અંગ્રેજીને ગુજરાતી માધ્‍યમની શાળાઓ સ્‍થાપી સૌરાષ્‍ટ્રમાં આધુનિક શિક્ષણના બીજ રોપેલ : 🀄️🀄️🀄️સમગ્ર દેશમાં એકમાત્ર 🀄️ગોંડલ🀄️ રાજ્‍યમાં કન્‍યા કેળવણી ફરજીયાત અને મફત હતી :
🚩સૌરાષ્‍ટ્રના શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં શ્રી ગોપાલજી દેસાઇનું યોગદાન અતિમહત્‍વનું છે તેમને તેમની ૧૭ વર્ષની ફરજ દરમિયાન અંદાજે ૭૩૪ નવી શાળાઓ સ્‍થાપેલ તે બદલ બ્રિટીશ સરકારે તેમનું બહુમાન કરી ♦️‘રાવ બહાદુર'♦️નો ઇલકાબ આપેલ:


📣📣જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડે અંદાજે ૧૮૨૦ થી ૧૯૪૭ સુધીમાં કાઠીયાવાડ (સૌરાષ્‍ટ્ર)માં શિક્ષણ ક્ષેત્રે થયેલ વિકાસ અંગે નક્કર માહિતીનું સંકલન કરી વાંચકો સમક્ષ રજૂઆત કરતા જણાવેલ છે કે, ઇતિહાસકારોના મતે સૌરાષ્‍ટ્રના દેશી રજવાડાઓએ ૧૮૦૮માં બ્રિટીશ સત્તાધીશો સાથે ♠️‘વોકર' કરાર ♣️કરતા કાઠીયાવાડમાં રજવાડાઓની અંદરો-અંદરની લડાઇઓનો અંત આવેલ અને ૧૮૨૦-૨૨માં રાજકોટ ખાતે બ્રિટીશ એજન્‍સીની સ્‍થાપના થતાં કાઠીયાવાડમાં શિક્ષણ અને અન્‍ય ક્ષેત્રમાં વિકાસની શરૂઆતનો પ્રારંભ થયેલ.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🙏

No comments:

Post a Comment