Raj Rathod, [30.06.19 19:21]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
🎯 અમદાવાદ: રથયાત્રા એટલે વસંત રજબની દોસ્તી યાદ આવે, જાણો શું છે બંધુત્વ સ્મારકનું મહત્વ🦈🦈
🐬અમદાવાદની જગન્નાથ રથયાત્રા આવે એટલે વસંત રજબની દોસ્તી યાદ આવે. વર્ષો અગાઉ રથયાત્રા દરમિયાન રમખાણો થયા. જેમાં લોકોના જીવ બચાવવા વસંત રજબે કોમી એકતા માટે પોતાનું બલિદાન આપ્યુ હતું.
🦋વર્ષ 1946માં રથયાત્રા દરમિયાન રમખાણો થયા. રથયાત્રા જ્યારે “કાલુપુરની એ સમયની રાજમહેલ હોટલ પાસે પહોંચી ત્યારે અખાડાના પહેલવાનો અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું.” આ ઘર્ષણે પાછળથી કોમી હિંસાનું રૂપ ધારણ કર્યું.
આ જ સમયે વસંતરાવ હેગિષ્ટે અને રજબ લાખાણીની જોડી હિંસાને બંધ કરવા આગળ આવી. બંનેએ પોતપોતાની કોમના લોકોને સજાવવાના પ્રયત્નો શરૂ કર્યા. “બંને મિત્રો હિંસાગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા અને લોકોને સમજાવવાના શરૂ કર્યા.” “બંને ખાંડની શેરી અને મહાજનવાડામાં ફાટી નીકળેલી હિંસા રોકવા માટે પ્રયત્ન કરતા હતા.”
@The_GOG 🦋
Raj Rathod, [30.06.19 19:22]
[Forwarded from Team_GOG (+ pandya+)]
🦋🦋જગન્નાથ મંદિરનો ઈતિહાસ🦋🦋
કહેવાય છેકે, શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ જ્યારે તેમના પાર્થિવ દેહને દ્વારકા લાવવામાં આવે છે. ત્યારે બલરામ તેમના ભાઈના મૃત્યુથી વધારે દુખી થઈ જાય છે. કૃષ્ણના દેહને લઈને સમુદ્રમાં કુદી જાય છે. તેમની પાછળ પાછળ સુભદ્રા પણ કુદી જાય છે. આ સમયે ભારતના પૂર્વમાં સ્થિત પૂરીના રાજા ઈન્દ્રદ્વિમુનાને સપનું આવે છેકે, ભગવાનનાં દેહ સમુદ્રના પાણીમાં તરી રહ્યા છે, જેથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બનાવડાવી જોઈએ અને મંદિરનું નિર્માણ કરવું જોઈએ. તેમને સ્વપ્નમાં દેવદૂત કહે છેકે, કૃ,ણની સાથે બલરામ અને સુભદ્રાની લાકડાની પ્રતિમા બનાવવામાં આવે. અને શ્રીકૃષ્ણની અસ્થિઓને પ્રતિમાની પાછળ છેદ કરીને રાખવામાં આવે. રાજાનું સપનું સાચુ પડ્યુ તેને અસ્થિઓ મળી ગઈ, પરંતુ હવે તે વિચારી રહ્યો હતોકે, આ પ્રતિમાનું નિર્માણ કોણ કરશે,
માનવામાં આવે છેકે, શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા એક સુથારના રૂપમા પ્રકટ થાય છે. અને મૂર્તિનું કાર્ય શરૂ કરે છે. કાર્ય શરૂ કરતાં પહેલાં તે દરેકને જણાવે છેકે, તેમને પરેશાન કરવામાં ન આવે, નહી તો કામ અધુરૂ મૂકીને જતા રહેશે. થોડા મહિના વીતી ગયા છતાં મૂર્તિ બની ન હતી. જેથી ઉતાવળનાં કારણે રાજા સુથારના રૂમનો દરવાજો ખોલી નાખે છે. એવું થતાં જ ભગવાન વિશ્વકર્મા ગાયબ થઈ જાય છે. અને મૂર્તિ બની શકતની નથી, પરંતુ રાજા અધુરી મૂર્તિને સ્થાપિત કરી દે છે. તેઓ સૌથી મૂર્તિ પાછળ પહેલાં ભગવાન કૃષ્ણની અસ્થિઓ રાખે છે. અને ત્યારબાદ મંદિરમાં સ્થાપિત કરી દે છે. એર રાજસી જૂલુસ સાથે વિશાળ રથોમાં ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રાને દર વર્ષે મૂર્તિઓ સાથે કાઢવામાં આવે છે. ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ દર 12 વર્ષ બાદ બદલી નાખવામાં આવે છે. અને જે નવી પ્રતિમા હોય છે, તેને પણ આખી બનાવવામાં આવતી નથી. જગન્નાથ પૂરીનું આ મંદિર એકમાત્ર એવું મદિર છે, જ્યાં ત્રણેય ભાઈ-બહેનની પ્રતિમા એક સાથે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.
@The_GOG 🦋
No comments:
Post a Comment