Observances: Puja, vrata (fast) and feasting
Type of holiday: Religious celebration
Celebrations: Last day of Chaitra Navratri
Date: Thursday, 2 April, 2020
Significance: Birthday of Rama
ભેગા કરીશ બોર તો એ કામ આવશે,
કયારેક તો મારી ઝૂંપડી એ રામ આવશે...... 🙏🏻
- આજનો દિવસ એટલે ચૈત્ર મહિના ની નોમ અને વિષ્ણુ ભગવાન ના સાતમા અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન *"શ્રી રામ નો જન્મ દિવસ"*.
- આજના આવા પવિત્ર દિવસે આપ સૌ ને હાર્દિક શુભ કામનાઓ અને આ વર્ષ આપનું મંગલમય રહે અને *"ભગવાન શ્રી રામ"* આપની બધી જ મનોકામના પુર્ણ કરે એવી પ્રભુ ના ચરણો માં પ્રાર્થના.
🚩ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમને પરાસ્ત કરવા માટે જન્મ લીધો.
🚩ત સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી.
🚩 શરી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.
🚩આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્યતિત કર્યુ.
🚩🙏આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેનાછપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી જ આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.
☄️☄️☄️☄️☄️
🚩રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરિકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે.
🚩તમને વિષ્ણુનાં
અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને રામની મર્યાદા પુરુષોત્તમ તરીકે ગણતરી થાય છે.
🚩રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ , ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન
વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો હતાં: લવ અને કુશ .
🌊રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકી એ મૂળ
સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી.
તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ નો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી.
🚩વાલ્મિકી રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.
1. બાલકાંડ
2. અયોધ્યાકાંડ
3. અરણ્યકાંડ
4. કિષ્કિંધાકાંડ
5. સુંદરકાંડ
6. યુદ્ધકાંડ - લંકાકાંડ
7. લવકુશકાંડ - ઉતરકાંડ
🚩હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા , મલેશિયા , થાઇલેન્ડ ,
કંબોડીયા , ફિલિપાઇન્સ , વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે.
✍️ યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment