Tuesday, July 2, 2019

Bhumika Chaudhari

જ્ઞાન સારથિ, [06.07.19 08:02]

ખળખળ વહેતા પાણી સાથે ભવભવનો છે નાતો,
ભીંજવતુ એ જાય જુઓ,હરએક ખૂણો ને ખાંચો.

મૂળિયાં મારા થઇ તરબોળ ને વાગોળે ભીનાશ,
પાન બધાં પણ ધરાઈ જઈને રેલાવે લીલાશ.
ફૂલોને કહી દીધું છે કે ગીત મજાનું ગાજો.       

સંધ્યાકાળે ગગનગઢનો ઝીલ્યો રે પડછાયો,
પાણીમાં ખીલ્યો જાણે કે કેસરિયો ગરમાળો.
પવનને કહી દીધું કે ભઇ ધીમા ધીમા વાજો.       

પાણીમાં નીરખીને મારી જાત સદંતર લીલી,
આપી દઉં છું હુંય પછી તો  છાંયા શીળી શીળી.
ઝીણું જીવતર લાખેણું છે, હળવે હળવે માંજો.   

                🖊-ભૂમિકા ચૌધરી.

Happy birthday
Bhumika Chaudhari
2/7/2019

No comments:

Post a Comment