Friday, July 5, 2019

બુદ્ધ પૂર્ણિમા --- Buddha Purnima

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આજે બુદ્ધ પૂર્ણિમા - દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના માહાત્મયનો દિવસ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો આજે બુદ્ધ ભગવાનની વિશેષ આરાધનામાં જોડાશે.

🕉બોધિવૃક્ષ 🌴 નીચે જ્ઞાનોદય થયા પછી 🌷સિદ્ધાર્થ🌹
સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. 
🎋આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. 
🌼🌸આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. 
🌼🌸ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે.
🌙🌙 બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. 

✨આજે 2561મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

💂‍♀💂બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.

🕉ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. 🕉આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.

♐️🕉ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે.💟💟 
🛐☪ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં.🙏🙏🙏

આજે બુદ્ધ પૂર્ણિમા છે કહેવાય છે કે આજના દિવસે જ મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. અને આજના દિવસે જ તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેમજ આજના દિવસે જ તેમનું નિર્વાણ થયુ હતું. આ પ્રસંગે દેશભરમાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

🙏🙏🙏🙏🙏
✍🖕યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)✍


☢☣બૌદ્ધ સાહિત્યમાં ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થયાની વેળાની એક કથા આવે છે જે ઘણી સૂચક છે. તેઓ પૂર્ણિમાને દિવસે 🌊💧નેરંજના 💦🌊નદીને કિનારે બેસીને અંતિમ ઘ્યાનમાં ઉતરે છે. 
⭐️🌟માર સાથે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે. છેવટે મારનો પરાજય થાય છે અને બુદ્ધને સત્યનો સાક્ષાત્કાર થાય છે અને તેઓ નિર્વિકલ્પ સમાધિમાં ઊતરી જાય છે. ✴️🈷બુદ્ધને સંસારનું રહસ્ય સમજાઇ ગયું. નિર્વાણ પ્રાપ્તિ થઇ ગઇ છતાંય તે સમાધિ છોડતા નથી. કહે છે કે તેઓ સાત દિવસ સુધી સમાધિમાંથી બહાર આવતા નથી.
દરમિયાન કેટલાય દેવ-દેવીઓ તેમના દર્શન માટે બ્રહ્મલોકમાંથી નીચે ઊતરી આવ્યા હતા. દેવલોકમાંથી ઈન્દ્રનું પણ આગમન થઇ ગયું હતું.
સૌ અત્યંત આતુરતાથી બુદ્ધના સમાધિમાંથી બહાર આવવાની રાહ જોતા હતા પણ બુદ્ધ સમાધિમાંથી બહાર આવતા નથી. ♐️♑️છેવટે ઈન્દ્ર- બ્રહ્મા જેવા અગ્રણી દેવોએ બુદ્ધને પ્રાર્થના કરતાં કહ્યુઃ ‘‘ભંતે! આપ સમાધિનો ત્યાગ કરીને પુનઃ યથાવત થઇ જાઓ અને આપને જે મળ્યું છે તે અમને વ્હેંચો. તમને સમાધિમાં શું પ્રાપ્ત થયું, તમને શું અનુભૂતિ થઇ તે જાણવા અમે આતુર છીએ. અઘ્યાત્મના અતિ ઉંચા શિખરને સ્પર્શીને આપે શું જોયું- શું જાણ્યું તેની સકળ સંસારને જાણ કરો તો ચરમ લક્ષ્ય શું છે- તેને કેવી રીતે સિદ્ધ કરી શકાય તેનો ખ્યાલ આવી જાય. 
તમારી પાસેથી સંસારનું રહસ્ય જાણીને અમે પણ સમૃદ્ધ થઇએ અને અમારા જીવનને સાર્થક બનાવવાનો માર્ગ અમને મળી જાય.
♐️♑️‘‘અમે કેટલાય સમયથી કોઇના બુદ્ધ બનવાની રાહ જોઇ રહ્યા હતા કે જે સંસારનો પાર પામીને અમને બોધ આપે, મુક્તિનો માર્ગ બતાવે પણ આપ તો સમાધિનો ત્યાગ કરતા જ નથી, તો પછી દુઃખ મુક્તિનો માર્ગ કોણ બતાવશે? શું આ સંસાર આમને આમ દરિદ્રી જ રહી જશે? હવે આપ સમાધિનો ત્યાગ કરો અને અમને બોધ આપીને જીવનને સાર્થક કરી લેવાનો માર્ગ બતાવો- દિશા ચીંધો. તમારી અમૃતમય વાણી સાંભળવા અમે સૌ તત્પર થઇને ઊભા છીએ.’’

♒️♒️♑️દેવોની આદ્ર વિનંતીની છેવટે બુદ્ધ ઉપર અસર થઇ અને તેમણે સમાધિ સમેટી લીધી. બ્રહ્મરંધ્રમાં સ્થિત થયેલ ચેતના શરીરમાં નીચે ઊતરી આવી અને તેમનો દેહ પુનઃ ચેતનવંતો થઇ ગયો. તેમને સક્રિય થતા જોઇને દેવો હર્ષમાં આવી ગયા.
બુદ્ધે એકત્રિત થયેલા સૌ તરફ કરૂણાદ્રષ્ટિ નાખતાં કહ્યું, ‘‘હવે બોલવાવાળું કોઇ મારામાં રહ્યું જ નથી ત્યારે કોણ બોલશે અને કોણ સમજશે? ‘અહં’નો સંપૂર્ણ વિલય થઇ ગયો છે. હવે કોઇ બચ્યું નથી ત્યારે કહે કોણ? વળી મેં જે જોયું- અનુભવ્યું, મને જેનો સાક્ષાત્કાર થયો તે કેવી રીતે તમને સમજાવું તેની મને સમજણ નથી પડતી અને તમે તે વાત સમજશો પણ કેવી રીતે?’’

♐️♑️છતાંય દેવતાઓ ન માન્યા અને હઠ લઇને બેઠા કે અમને કંઇક કહો ને કહો જ. ત્યારે બુદ્ધે કહ્યું, ‘‘મારી અંદર જે ઘટિત થયું છે તે વિશે કોઇએ મને મારી સમાધિ પૂર્વે કહ્યું હોત તો હું તે સમજી શક્યો ન હોત. તો તમે કેવી રીતે સમજશો? વળી અઘ્યાત્મપથની યાત્રાએ નીકળેલા જે જીવો છે તે મારા કહ્યા વિના પણ હું જ્યાં પહોંચ્યો ત્યાં છેવટે પહોંચી જ જવાના છે અને જેઓએ હજુ આ પથ ઉપર ડગલુંય નથી ભર્યું- જેમના દિલમાં જન્મ-જરા, સુખ-દુઃખ વિશે જિજ્ઞાસા પણ નથી થઇ તેમની સમક્ષ વાત કર્યાનો કંઇ અર્થ જ નથી. તેઓ તો કંઇ સમજવાના નથી અને સાંભળવાનાય નથી.’’

♐️♑️દેવતાઓએ બુદ્ધની સામે મીઠી દલીલ કરતાં કહ્યું, ‘‘ભંતે! તમારી વાત સાચી છે. આ દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેમને જીવનના લક્ષ્ય વિશે કોઇ જિજ્ઞાસા જ નથી અને એવા કેટલાય લોકો છે કે જેમને લક્ષ્ય મળી ગયું છે પણ ત્યાં પહોંચ્યા નથી પણ તેઓ લક્ષ્યસિઘ્ધિના માર્ગે છે.
♐️♑️કદાચ આ બંને પ્રકારના લોકોને તમારો ઉપદેશ એટલો ઉપયોગી ન નીવડે, પણ આ બંને પ્રકારના લોકોની વચ્ચે અમારા જેવા કેટલાય દેવો અને મનુષ્યો છે કે જેમને લક્ષ્યની સિદ્ધિનો માર્ગ મળ્યો નથી.
♐️♑️તેમના માટે આપનો ઉપદેશ અમૂલ્ય થઇ પડશે. માટે આપ આપની અનુભૂતિને- જ્ઞાનને સ્વયંમમાં સીમિત ન રાખતાં અન્યજનોના લાભાર્થે વહેવા દો. તમારી અમૃતવાણી વહેતી થશે તો કેટલાય લોકો તેનું પાન કરીને પાવન થઇ જશે અને તેમને લક્ષ્યસિઘ્ધિનો નિર્વાણનો પથ મળી જશે.’’

♐️♑️દેવોની વિનંતી સાંભળીને બુદ્ધ છેવટે ઉપદેશ દેવા માટે તૈયાર થઇ ગયા અને તેમણે જે જોયું, જાણ્યું અને અનુભવ્યું તે બઘું તેમણે બહુજન સમાજ સમક્ષ મૂકવા માંડ્યું.

♐️♑️બાકી સમાધિમાં આનંદનો જે અનુભવ થાય છે, શાંતિનો જે અહેસાસ થાય છે અને મુક્તિની જે પ્રસન્નતા વર્તાય છે તે સીધે સીધી વર્ણવી શકાતી નથી કે કહી શકાતી નથી. સમાધિની ઉપલબ્ધિ, સત્યનો સાક્ષાત્કાર શબ્દાતીત હોય છે. તેથી ઘણીવાર કેટલાય સિઘ્ધાત્માઓ તે વિશે મૌન રહે છે. તેમની અનુભૂતિ તેમના પુરતી જ સીમિત રહી જાય છે. પરંતુ ક્યારેક ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર કે શંકરાચાર્ય જેવા મહાત્માઓ સર્વ જીવો પ્રતિની કરૂણાથી પ્રેરાઇને તેમણે જે પ્રાપ્ત કર્યું અને જે રીતે પ્રાપ્ત કર્યું તે કહેવાની ચેષ્ટા કરે છે અને તેમાંથી બહુજનસમાજને ધર્મનો માર્ગ મળી જાય છે.

☣☢વાસ્તવિકતામાં તે ઇંગિતો કે સંકેતો હોય છે તેનાથી તેમની અનુભૂતિનો પૂર્ણ ખ્યાલ તો ન જ આવે પણ થોડોક અણસાર મળી રહે. ઘણીવાર એવું પણ બને છે કે એ મહાત્માઓએ જે કહ્યું તે વખત જતાં એક મુખેથી બીજે મુખે પરંપરાથી કહેવાતું જાય છે અને સમયની સાથે તેમાં ઘણો બદલાવ થતો જાય છે.
તમે જે મહાત્માઓને અનુસરો છો અને જે ધર્મ પાળો છો તે તેના યથા- તથા સ્વરૂપે ભાગ્યે જ અત્યારે રહ્યો હશે. ધર્મ એ તદ્દન વ્યક્તિગત અનુભવ છે જેને પૂર્ણતયા કોઇ આપી શકતું નથી. બાકી સ્વાનુભવ જેવો કોઇ વાસ્તવિક ધર્મ નથી અને તે માટે અજ્ઞાત પથ ઉપર તમારે પોતે જ યાત્રા કરવી રહે અને તમારો માર્ગ ચાતરવો પડે.

👉યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


📌બૌદ્ધ ધર્મીઓ માટે આ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ હોય છે. બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી એશિયાના ઘણાં દેશો તેમજ કેટલાક અન્ય દેશોમાં પણ થાય છે. જેમાં કોમ્બોડિયા, જાપાન, ચીન, ઇન્ડોનેશિયા, કોરિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાલ, ફિલિપાઇન્સ તેમજ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુએસ વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે. ભારતમાં સામાન્ય રીતે લોકો બૌદ્ધ વિહારની મુલાકાત લઇ, પ્રાર્થના કરી આ દિવસની ઉજવણી કરે છે.

📌ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ અને મૃત્યુ વિશે ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ કેટલાક ઇતિહાસકારોના મત મુજબ ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ ઇસુ ખ્રિસ્ત પહેલાં ઈ.સ.563થી 483ની વચ્ચે થયો હતો.અને મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે ભગવાન બુદ્ધ નો જન્મ નેપાલમાં આવેલા લુમ્બિનીમાં થયો હતો. માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધને બોધગયામાં મોક્ષ પ્રાપ્ત થયો હતો.

📌ઇતિહાસકારોના જણાવ્યા મુજબ ગૌતમ બુદ્ધનો જન્મ રાજકુમાર તરીકે થયો હતો. તેમના જન્મ બાદ જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ છોકરો મોટો થઇને મોટો સંત બનશે અથવા ચક્રવર્તી સમ્રાટ બનશે. ગૌતમ બુદ્ધના પિતા તેમને સમ્રાટ બનાવવા માંગતા હતા. તેથી તેમણે ગૌતમ બુદ્ધને મહેલની બહાર નિકળવા પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ 29 વર્ષની ઉંમરે ભગવાન બુદ્ધ પિતાની આજ્ઞાને અવગણી મહેલ બહાર નિકળ્યા અને સૌપ્રથમ બહારની દુનિયાની વાસ્તવિકતા તેમને સમજાઇ.

📌📌માનવામાં આવે છે કે મહેલની બહાર તેમણે એક બિમાર વ્યક્તિ, એક વૃદ્ધ વ્યક્તિ, એક મૃતદેહ અને સાધુ જોવા મળ્યા. ગૌતમ બુદ્ધે જોયું કે શરીર તો નાશવંત છે તેમાં રોગ પણ આવે છે અને બિમાર પણ થાય છે. તેથી તેમણે આધ્યાત્મિક રસ્તે જવાનું નક્કી કર્યું. સમગ્ર રાજપાટ અને વૈભવ-વિલાસ છોડી ભગવાન બુદ્ધ સાધુ બની ગયા.

ભગવાન ગૌતમ બુદ્ધે વિશ્વ ને શાંતિ,પ્રેમ અહિંસા નો સંદેશ આપ્યો હતો.

🙏🙏🙏 યુવરાજસિંહ જાડેજા ગોંડલ🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🕉🕉વૈશાખ મહિનાની પૂનમ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. તે દિવસ ભગવાન બુદ્ધના જન્મ દિવસ તરીકે ઊજવાય છે.☸ તે જ દિવસે એમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી અને તે દિવ્ય જ્ઞાનનો તેમણે લોકોમાં વર્ષો સુધી પ્રચાર કર્યો અને તેમણે બુદ્ધ ધર્મની સ્થાપના કરી. અને વર્ષો પછી તે જ દિવસે ૮૦ વર્ષની ઉંમરે તેઓ નશ્વર દેહનો ત્યાગ કરીને પરમધામમાં ગયા.

🕉🕉ભગવાન બુદ્ધના માતા-પિતાએ તેમનું નામ સિદ્ધાર્થ પાડ્યું હતું. 
☸☸તેઓ રાજા શુદ્ધોદનના અને માતા માયાના પુત્ર હતા. 
તેમના પિતાએ તેમને જીવનની હકીકતોથી લાંબા સમય સુધી અજાણ રાખ્યા હતા. પણ 
✡☸એક દિવસ સિદ્ધાર્થ જ્યારે નગરમાં ફરવા નીકળ્યા ત્યારે તેમની નજર જીવનની હકીકતો પર પડી અને તેમને લોકોના દુઃખો અને મુશ્કેલીઓની જાણ થઈ.
♉️♈️ તેમનું મન વિચલિત થઈ ગયું અને એક રાતે તેમણે જિંદગીનો સાચો અર્થ જાણવા માટે મહેલનો ત્યાગ કર્યો.
તેમણે તેમની સુખ સહેબીનો પણ ત્યાગ કર્યો અને સત્યની શોધમાં રઝળપાટ શરૂ કરી.
🕉 અંતે એક 🌴પીપળાના 🌴વૃક્ષ નીચે વર્ષો સુધી ધ્યાન ધર્યા પછી તેમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારથી લોકો તેમને ગૌતમ બુદ્ધના નામે ઓળખવા લાગ્યા.

🌿🌿તે દિવસે આ ઉત્સવ મનાવવા બોધિ ગયામાં આખી દુનિયામાંથી તેમના અનુયાયીઓ આવે છે. 
🌳બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર બુદ્ધ ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ મહત્વનો છે.
♐️♏️♐️ તે તહેવાર જુદા જુદા દેશો જેવા કે ભારત, નેપાળ, તિબેટ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, સિંગાપોર, મલેશિયા, થાયલેન્ડ, વિયેટનામ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા વગેરેમાં ધામધૂમથી ઊજવાય છે.

🈹☢આ દિવસે લોકો પ્રાર્થના કરે છે, ધાર્મિક વ્યાખ્યાનો સાંભળે છે, લોકો સમૂહમાં ધ્યાન ધરે છે અને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી બુદ્ધ ભગવાનની મૂર્તિનો અભિષેક કરે છે.

⛎♈️વૈશાખની પૂનમને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધ ધર્મને અનુસરનારા લોકો આજે બુદ્ધ ભગવાનની વિશેષ આરાધનામાં જોડાશે.
♉️♊️☪☪બોધિ વૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથિને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે☪ બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ☪ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથિએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

☪☪બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઊજવે છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.

🕉☪ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્ય વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાંય નહીં.•☪💟✡♉️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

☸✡
બુદ્ધ પૂર્ણિમા - દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધનો માહાત્મયનો દિવસ
☢🕉☸🕉☸🕉☸🕉☢

☮☮બુદ્ધ પૂર્ણિમા : વિષ્ણુ ભગવાનના નવમાં અવતાર

♐️♐️વૈશાખ મહિનાની પૂનમને દિવસે ભગવાન બુદ્ધને બૌદ્ધ જ્ઞાન પ્રાપ્ત થયુ હતુ. આ બુદ્ધ અનુયાયીઓનો મોટો તહેવાર છે. બૌદ્ધ ધર્મનુ અનુસરતા લોકો ભગવાન બુદ્ધના ઉપદેશોનું પાલન કરે છે. ભગવાન બુદ્ધનો પહેલો ઉપદેશ✡ 'ધર્મચક્ર પ્રવર્તન'✡ના નામથી ઓળખાય છે. 
🕉આ પહેલો ઉપદેશ ભગવાન બુદ્ધે અષાઢ પૂર્ણિમાના દિવસે પાંચ સાધુઓને આપ્યો હતો.

♉️✡
♉️♈️- વૈશાખી પૂર્ણિમાના દિવસે જ ભગવાન વિષ્ણુએ પોતાના નવમાં અવતારમાં જન્મ લીધો હતો. આ નવમો અવતાર એટલે ભગવાન બુદ્ધ. આ જ દિવસે તેમનું નિર્વાણ થયુ.

☸✡- આ જ દિવસને સત્ય વિનાયક પૂર્ણિમા તરીકે પણ મનાવવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા ગરીબીના દિવસોમાં તેમની મુલાકાત લેવા પહોંચ્યા. આ દરમિયાન જ્યારે બંને મિત્રો સાથે બેઠા હતા, ત્યારે કૃષ્ણએ સુદામાને સત્યવિનાયક વ્રતનું વિધાન કહ્યુ હતુ. સુદામાએ આ વ્રતને પૂર્ણ કર્યુ અને તેમની ગરીબી દૂર થઇ ગઇ.

🕉🕉🕉તેમના સમકાલીન શક્તિશાળી મગધ સામ્રાજ્યનાં શાસક બિમ્બીસાર તથા અજાતશત્રુને બુદ્ધનાં સંઘનું અનુસરમ કર્યું. ત્યાર બાદ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને શ્રીલંકા, જાપાન, તિબ્બત તથા ચીનમાં ફેલાવ્યો. જ્ઞાનની પ્રાપ્તિ પશ્ચાત ભગવાન બુદ્ધે રાજગીર, વૈશાલી, લોરિયા અને સારનાથમાં તેમનું જીવન વિતાવ્યું. તેમને સારનાથમાં અંતિમ ઉપદેશ આપી તેમનાં શરીરનો ત્યાગ કર્યો.☸☸☸☸


☪🕉જ્ઞાન આપણી અંદર જ છે

ભગવાન બુદ્ધ જ્યારે અંતિમ શ્વાસ ગણી રહ્યાં હતાં ત્યારે, તેમને કોઈ રડતું હોય તેવો અવાજ સંભળાયો. ગૌતમ બુદ્ધે તેમનાં શિષ્ય આનંદને પૂછ્યું- આ કોણ રડી રહ્યું છે?. આનંદે કહ્યું, ભંતે, ભદ્રક તમારા અંતિમ દર્શન માટે આવ્યાં છે. બુદ્ધે ભદ્રકને તેમની પાસે બોલાવ્યાં. બુદ્ધ પાસે જતાં જ ભદ્રક વધારે ભાવુકતાથી રડતાં કહ્યું કે તમેન નહીં રહો તો અમને જ્ઞાનનો પ્રકાશ કોણ દેખાડશે.

બુદ્ધે ભદ્રકને કહ્યું- ભદ્રક, પ્રકાશ તમારા અંદર છે, તેને બહાર શોધવાની આવશ્યકતા નથી. જે અજ્ઞાની છે, તે દેવાલયો, તીર્થો, કંદારાઓ અને ગુફાઓમાં જ્ઞાન શોધવા ભટકે છે અને તે લોકો અંતમાં નિરાશ થાય છે. તેનાં વિપરિત મન, વાણી અને કર્મથી એકનિષ્ઠ થઈ જે સાધનામાં નિરંતર લાગ્યાં રહે છે તેમને અંતઃકરણ સ્વયં દીપ્ત થાય છે.

માટે ભદ્રક "અપ્પ દીપો ભવ" અર્થાત તમે સ્વયં દીપક બનો. આ જ મારું જીવન-દર્શન છે. જેને હું આજીવન પ્રચાર કરતો રહ્યો. ભગવાન બુદ્ધનો આ અંતિમ ઉપદ્દેશ સાંભળીને ભદ્રક સમજી ગયાં કે આપણે સ્વયં દિપક બનવા માટે શું કરવું જોઈએ. તેને તે દિવસથી જ મન, વાણી, કર્મથી એકનિષ્ઠ થઈને સાઘના કરવાનું મન નિશ્ચય કર્યો.

💟☮☸દરેકનાં અલગ-અલગ વિચાર🈹🈳☢

બુદ્ધની આદત હતી કે તે દરેક વાત તેમનાં શિષ્યને ત્રણ વાર સમજાવતાં હતાં. આનંદે બુદ્ધને એક દિવસ પૂછ્યું કે, તમે એક વાત ત્રણ વખત કેમ સમજાવો છો? આનંદને સમજાવવા માટે બુદ્ધને કહ્યું કે- આજની સભામાં સંન્યાસીઓ ઉપરાંત એક વેશ્યા અને ચોર પણ હતાં. કાલે સવારે તમે આ ત્રણ(સન્યાસી, વેશ્યા અને ચોર)ને જઈને પૂછજો કે કાલે બુદ્ધે જે છેલ્લાં વચન કહ્યાં તે સમજાવો?

સવાર થતાં જ આનંદે જે પહેલાં સંન્યાસી દેખાયા તેમને પૂછ્યું કે- કાલે રાતે બુદ્ધનાં છેલ્લાં વચન કયા હતાં, સંન્યાસીએ જવાબ આપ્યો કે પોત-પોતાનું કામ કરો, તે શબ્દોનું તમે શું સમજ્યા? ત્યારે ભિક્ષુ બોલ્યો- આપણું નિત્ય કર્મ છે કે સૂતાં પહેલાં ધ્યાન કરવું. આનંદને આ ઉત્તરની જ અપેક્ષા હતી. ત્યારે તે ઝડપથી નગર તરફ ચાલવા લાગ્યા.

આનંદ સીધા ચોરનાં ઘરે પહોંચ્યા અને સવાલ પૂછ્યાં. ચોરે જવાબમાં કહ્યું કે- મારું કામતો ચોરી કરવાનું છે. કાલે રાતે મેં ખૂબ જ મોટી ચોરી કરી છે કે હવે મારે ચોરી નહીં કરવી પડે. આનંદને આશ્ચર્ય થયો અને તે વેશ્યાનાં ઘર તરફ ગયાં.

વેશ્યાનાં ઘરે પહોંચતા જ આનંદે તે સવાલ પૂછ્યો. વેશ્યાએ કહ્યું કે, મારું કામતો નાચવા ગાવાનું છે, કાલે પણ મે તે કર્યું, આનંદ આશ્ચર્યચકિત થઈને ત્યાંથી પાછાં આવી ગયા. આનંદે આખી વાત ભગવાન બુદ્ધને જણાવી. બુદ્ધ બોલ્યાં- આ સંસારમાં જેટલાં જીવ છે એટલાં મગજ છે, વાતતો એક જ હતી કે દરેક આદમી તેમની સમજથી તેનો મતલબ લે છે. તેનો કોઈ ઉપાય નથી. આ સૃષ્ટી આવી જ છે

🕉☸🕉વિપરીત પરિસ્થિતિમાં પણ ધૈર્યથી કામ લેવું☸🕉☸


એકવાર ગૌતમ બુદ્ધે તેમનાં શિષ્ય સાથે બેઠા હતાં, તરસ લાગતાં તેમને એક શિષ્યને પાણી લાવવા માટે મોકલ્યો. શિષ્ય થોડે દૂર એક તળાવ દેખાયું, પણ તે પાણી લઈ ન શક્યો કેમકે પાણી ગંદુ હતું અને ખાલી હાથે પાછો આવ્યો. તેને આ વાત ભગવાન બુદ્ધને જણાવી, ત્યારબાદ ભગવાન બુદ્ધે બીજા શિષ્યને મોકલ્યો.

થોડીક વાર પછી બીજો શિષ્ય પાણી લઈને આવ્યો. ત્યારે બુદ્ધે તેને પુછ્યું કે પાણી તો ગંદુ હતું તો તું સ્વચ્છ જળ કેવી રીતે લાવ્યો? શિષ્ય એ જવાબ આપ્યો કે, તળાવનું પાણી સાચે જ ગંદુ હતું પણ લોકો જતાં રહ્યાં પછી થોડી રાહ જોઈ અને માટી નીચે બેસી ગયા પછી સાફ પાણી ઉપર આવી ગયું અને મેં પાણી ભરી લીધું.

ભગવાન બુદ્ધ આ વાત સાંભળીને પ્રસન્ન થયા અને બીજા શિષ્યોને પણ શીખ આપી કે- આપણું જીવન પણ પાણી જેવી રીતે જ છે કેમ કે જ્યાં સુધી આપણા કર્મ સાચા હશે, ત્યાં સુધી દરેક વસ્તુ શુદ્ધ છે, પણ જીવનમાં કેટલીક વાર દુઃખ અને સમસ્યા પણ આવે છે. જેનાથી જીવનરૂપી પાણી ગંદુ લાગે છે. કેટલાક લોકો ખરાબ સમય જોઈને ઘબરાઇ જાય છે અને મુશ્કેલીઓ જોઈને પાછા જતાં રહે છે. તે જીવનમાં ક્યારે પણ આગળ નથી વધી શકતાં.

જે લોકો ધૈર્યશી હોય છે તે વ્યાકુળ નથી થતાં અને થોડાક સમય પછી પોતાની જાતે જ સમસ્યા સમાપ્ત થઈ જાય છે.આ કથા પરથી આપણને શિક્ષા મળે છે કે સમસ્યા અને ખરાબ સમય માટે જીવનરૂપી પાણીને ગંદુ કરી શકે છે, પણ જો ધૈર્યથી કામ કરવામાં આવે તો દુઃખ તેની જાતે જ દૂર થઈ જાય છે.

🕉યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🔆🔆🔆🔆🔆
Buddham Sharanam Gachami
Om Mani Padme Hum
May Lord Buddha enlighten you
on the path of love, peace and truth.
Happy Buddha Purnima

🕉🕉🕉🕉🕉🕉🕉
We live in illusion and the appearance of things.
There is a reality. We are that reality.
When you understand this, you see that you are nothing, and being nothing, you are everything.
That is all.
Happy Vesak Festival.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Between birth and death there is nothing else to happen but love.
If you miss love between birth and death,
you have missed the whole opportunity of life.

You may gather knowledge and money and prestige and power,
but if have missed love then you have missed the real door.
Happy Buddha Purnima
🕉☸🕉☸🕉☸☸
Rely on the teachings, not on the person
Rely on the meaning, not on the words
Rely on the real life, not on the dreams
Rely on the wisdom, not on the mind inside
Happy Buddha Jayanti!

☸🕉🕉🕉🕉☸☸☸
May the full moon of Buddha Purnima takes away the darkness of ignorance, bigotry and hatred towards others
And may it herald an era of contentment peace and enlightenment for the world!
Heartiest greetings on this pious occasion of Buddha Purnima!
🕉☸☸🕉☸☸☸☸

Have compassion for all beings, rich and poor alike; each has their suffering. Some suffer too much, others too little. – Buddha.

♻️♻️♻️♻️♻️♻️♻️♻️
Pay no attention to the faults of others, things done or left undone by others. Consider only what by oneself is done or left undone. – Buddha.
💠💠💠💠💠💠💠
All that we are is the result of what we have thought. If a man speaks or acts with an evil thought, pain follows him. If a man speaks or acts with a pure thought, happiness follows him, like a shadow that never leaves him. – Buddha.
🌀🌀🌀🌀🌀🌀🌀
Just as treasures are uncovered from the earth, so virtue appears from good deeds, and wisdom appears from a pure and peaceful mind. To walk safely through the maze of human life, one needs the light of wisdom and the guidance of virtue. – Buddha.
✳️✳️✳️✳️✳️✳️✳️
An insincere and evil friend is more to be feared than a wild beast; a wild beast may wound your body, but an evil friend will wound your mind. – Buddha.
🔰🔰🔰🔰🔰🔰
Believe nothing, no matter where you read it, or who said it, no matter if I have said it , unless it agrees with your own reason and your own common sense. – Buddha.
🌐🌐🌐🌐🌐🌐🌐🌐
All things appear and disappear because of the concurrence of causes and conditions. Nothing ever exists entirely alone; everything is in relation to everything else. – Buddha.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment