Friday, July 5, 2019

ટોમ સ્ટેમ્ફર્ --- Tom Stamford

જ્ઞાન સારથિ, [05.07.19 15:02]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🗒📋🗒📋🗒📋🗒📋🗒📋🗒
*🗒ઈતિહાસમાં ૫ મી જુલાઇ🗓*
🗞📂🗞📂🗞📂🗞📂🗞📂🗞
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*📦🏷📦ટોમસ સ્ટેમ્ફર્ડ📮📭📮*

*🏮🎐સિંગાપોરના આદ્યસ્થાપક અને કૃતનિશ્ચયી ટોમસ સ્ટેમ્ફર્ડનો જન્મ ઇ. ૧૭૮૧ની ૫મી જૂલાઇ અને અવસાન ઇ.૧૮૨૬ની જૂલાઇની પાંચમી તારીખે થયું હતું.💐* ચૌદ વર્ષની વયે તે ઇસ્ટ ઇંડિયા કંપનીની લંડનની મધ્યસ્થ કચેરીમાં કારકુન બન્યા. જાવાના ગવર્નર બન્યા પછી ત્યાંના સમાજજીવનમાં ઘણા પ્રગતિગામી સુધારા પણ કર્યાં. ડચ લોકોને પછાડે આપવા કંપનીના નિર્ણયની ઉપરવટ જઇને પણ એમણે જોહોરના સુલતાન પાસેથી સિંગાપોરનો એ વખતનો કંગાળ ટાપુ ખરીદી લીધો. સિંગાપોરનો લગભગ સમસ્ત વિકાસ એમના જ પુરુષાર્થ અને વહીવટને આભારી છે.
🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑
*ક્લોનિંગથી ‘ડોલી’નો જન્મ: ૫ જુલાઈ, ૧૯૯૬*
🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑
આ માદા ઘેટું ઘેટાશાહી માટે નહીં, પણ જન્મની કુદરતી પ્રક્રિયાનો ચીલો ચાતરીને પેદા થવા માટે વિશ્વવિખ્યાત બન્યું. ક્લોનિંગ- એટલે કે સજીવના એક જ કોષમાંથી તેની પ્રતિકૃતિ જેવો આખેઆખો બીજો સજીવ પેદા કરવાની ટેક્નિકથી  પેદા થયેલું આ પહેલું સસ્તન પ્રાણી હતું.
💐🐾💐🐾💐🐾💐🐾💐🐾

*સંઘના યુવા પ્રચારક અધીશજી ¬¬પુણ્યતિથિ / ૫ જુલાઈ*
💐🐾💐🐾💐🐾💐🐾💐🐾
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી અધીશજીનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૯૫૫ના આગ્રામાં થયો હતો. બાળપણથી જ તેમને વાંચવાનો અને ભાષણ આપવાનો શોખ હતો. ૧૯૬૮માં તેઓ સંઘના સ્વયંસેવક બન્યા પછી શિક્ષા પૂર્ણ કરી ૧૯૭૩માં સંઘના કાર્ય માટે ઘર છોડી દીધું.


૧૯૭૫માં કટોકટી લાગવાથી તેઓ જેલ ગયા ત્યાં તેમણે ખુબ પીડા ભોગવી. કટોકટી બાદ ૧૯૮૧માં સંઘના કાર્ય માટે મેરઠ મોકલ્યા. ૧૯૯૬માં લખનૌના પ્રચાર પ્રમુખ બની ત્યાંના ‘વિશ્વ સંવાદ કેન્દ્ર’ માં કામ કર્યું. અધીશજી ખુબ પરિશ્રમી અને વક્તવ્ય આપવામાં કુશળ હોવાથી તેમને અખિલ ભારતીય પ્રચાર પ્રમુખનું કાર્ય સોંપવામાં આવ્યું. તેથી તેઓ દેશ-વિદેશમાં પ્રવાસ કરવા લાગ્યા.



અધીશજીને દિવસમાં અનેક લોકો મળવા આવતાં તેથી વારંવાર તેમને ચા પીવી પડતી. એનાથી તેમને કેંસર થયું. આ સાંભળીને બધાં ચિંતિત થઇ ગયા.વિદેશી દવા, યોગ ઉપચાર કર્યો પણ રોગ વધતો ગયો. માર્ચ ૨૦૦૭માં ડોક્ટરોએ કહ્યું કે હવે તેઓ ૨-૩ મહિના જ જીવશે. અધીશજીએ હસીને મૃત્યુ સ્વીકારી લીધું.


૪ જુલાઈ, ૨૦૦૭ના તેઓ બેહોશ થઈ ગયા. ૫ જુલાઈના સાંજે તેમની માતાએ તેમના માથા પર હાથ મૂકી કહ્યું કે, ‘બેટા, નિશ્ચિંત થઈને જા અને જલદી આવજે સંઘનું બાકીનું કાર્ય કરવા.’ આ પછી ટૂંક સમયમાં જ અધીશજીએ દેહત્યાગ કરી દીધો.

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

No comments:

Post a Comment