Friday, July 5, 2019

ગુજરાત સાહિત્ય અકાદમી --- Gujarat Sahitya Akademi

🚦🚥🚦🚥🚦🚥🚦🚥
ગુજરાત સાહિત્ય અકાદમી

અને વિષ્ણુ પંડ્યા

🏆ગુજરાત સાહિત્ય અકાદમી ્‍દ્રારા અપાતા બધા જ પુરસ્કારો ની માહિતી🏆

(સંપૂર્ણ માહિતી PDF મા)
🏠🏠🏠🏠🏠🏠🏠🏠
⬛️‘અકાદમી એટલે ઊહાપોહ, અકાદમી એટલે આંદોલન, અકાદમી એટલે વિદ્યાપીઠ, અકાદમી એટલે ભાષા – સાહિત્ય – કલા – અસ્મિતા – સંસ્કૃતિ – જ્ઞાનનો અવિરત ઉત્સવ. આ અકાદમીનું સ્વરૂપ જ પેલા ગ્રીસના બાગ જેવું છે જેના પરથી અકાદમી શબ્દ ઉતરી આવ્યો છે : Impromptu. અકાદમીની સફળતા – સિદ્ધિનું રહસ્ય તે એનું આ સ્વરૂપ.’

🚩💢ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર:

👉શ્રી રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી
માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી,
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

💢♦️શ્રી વી. પી. પટેલ,આઈએએસ
સચિવ 

💢♦️વિષ્ણુ પંડ્યા
અધ્યક્ષ 


🎯અકાદમીના ઉદે્શો :-ભાષા-સાહિત્‍ય સર્જનાત્‍મક વિવેચનાત્‍મક-સંશોધનાત્‍મક માટે સાહિત્‍યને ઉત્તેજન આપવું, પ્રચાર-પ્રસાર કરવો તથા સમગ્ર સાહિત્‍ય સંસ્‍કારને વિદ્યાર્થીઓ, યુવાનો અને આમ જનતા સુધી પહોંચાડવા.

🎪🎪ઉત્તર વિલાયતના લેંકેશર પરગણામાં, ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’નાં નેજા હેઠળ, મુખ્યત્વે મુશાયરા પ્રવૃત્તિ દ્વારા, વિલાયત અને યુરોપમાં ગુજરાતી સાહિત્યનાં બીજ રોપાયા હતાં. 🎯લંડનના પરિસરમાં તે અરસામાં, ગુજરાતી સાહિત્ય સંઘ અસ્તિત્વમાં. જેનું રૂપાંતર 1975માં ગુજરાતી સાહિત્ય મંડળમાં થયું. 
📢ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો ઘણી જગ્યાએ ચાલે. 1964થી તો લેસ્ટર ખાતે ‘ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી’ હેઠળ ત્રણેક નિશાળો સપ્તાહ અંતે ધમધમ્યા કરતી. તેવું જ કૉવેન્ટૃી મધ્યે પણ.
જોડાજોડ લંડનનાં વિવિધ પરાંઓમાં કેટલીક સંસ્થાઓ ગુજરાતી શિક્ષણનું કામ કરતી. પરંતુ તે વચ્ચે એકવાક્યતા ભાસે નહીં. “ગરવી ગુજરાત”, “ગુજરાત સમાચાર”, “નવ બ્રિટન” અને “અમે ગુજરાતી” જેવાં ગુજરાતી સામયિકો પોતાની ગતે હીંડ્યાં કરે. કવિઓ, લેખકો અને લહિયાઓની જમાત ચોમેર. આવાં આવાં વાતવરણ વચ્ચે, ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જ પ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતી સંસ્કૃતિના પ્રસાર પ્રચારને સારુ એક મસમોટ્ટો અવકાશ.
♣️♠️♥️ 13 નવેમ્બર 1976માં લેસ્ટરમાંનાં એક કવિસંમેલનથી, અકાદમીની કલ્પનાએ આકાર લીધો. અને ♦️♥️♣️12 ફેબ્રુઆરી 1977ના, સૂર્યકાંત દવેના નિવાસસ્થાને, મંડળ વિધિવત્ રીતે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ બન્યું હતું. ડાહ્યાભાઈ પટેલ, કુસુમબહેન શાહ, નિરંજનાબહેન દેસાઈ, પંકજભાઈ વોરા, કાન્તિભાઈ નાગડા, યોગેશભાઈ પટેલ અને વિપુલભાઈ કલ્યાણી અકાદમીનાં મુખ્ય સ્થાપકો છે.♠️♣️♥️

🔵🔲ગુજરાતી સાહિત્ય, ભાષા અને સંસ્કાર- સંસ્કૃતિનો આમ પ્રજામાં કોઈ પણ પ્રકારના વર્ણ, ધર્મ, જ્ઞાતિ, પંથ, જાતિ અથવા રાષ્ટ્રીયતાના ભેદ વગર પ્રચાર-પ્રસાર કરવો ને કરાવવો એ અકાદમીનો મુખ્ય હેતુ રહયો છે. સાહિત્ય અને કળાના વિવિધ સ્વરૂપો જો અકાદમીના ધ્યેયના સિક્કાની એક બાજુ હોય, તો ભાષા અને શિક્ષણ એની બીજી બાજુ છે. 

🔵🔴સ્થાપના કાળથી સાહિત્યનાં દરેક અંગના વિકાસ માટે અકાદમી મથામણ કરતી રહી છે. અકાદમીએ ભાષા-સાહિત્ય પરિષદો યોજી છે. આ પરિષદો એટલે આ દેશમાં યોજાતા લિટરરી ફેસ્ટિવલની નજીકનો સાંસ્કૃતિક ઉત્સવ. સંગીત, ચર્ચા, ભાષા શિક્ષણના પ્રશ્નો, કવિ સંમેલન વગેરે અનેક સ્તરે તે વિસ્તરે. ચિત્રકળા પ્રદર્શન દરમિયાન એવો જ ઉત્સવ યોજાય, તો પુસ્તકમેળા દરમિયાન પણ એવું. શિક્ષકો માટેની કોન્ફરન્સથી માંડીને પાઠ્યપુસ્તકો વિશેના સેમિનાર સુધી તેણે વ્યાપ રાખ્યો છે.
🔺🔻 નૃત્યકળા, સંગીતકળા, હસ્તકળા ઇત્યાદિ દરેક ક્ષેત્રને સ્પર્શતા કાર્યક્રમો યોજાયા છે. અંગ્રેજી કવિઓ, જાણીતા ગુજરાતી કવિઓ, સિદ્ધહસ્ત સાહિત્યકારો, ફિલસૂફો, જાણીતા ધાર્મિક અને રાજકીય વિચારકો, વિવેચકો, તંત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ચિત્રકારો, નાટ્ય દિગ્દર્શકો – એમ અનેક પ્રસિદ્ધ કળાકારો અને વ્યક્તિઓના અકાદમીએ કાર્યક્રમો ગોઠવી પ્રજામાં સાંસ્કૃતિક પ્રચારની અલગ ભાત ઊભી કરી. 🔺સાહિત્યના પ્રચાર માટે હરીફાઈઓ પણ રાખવામાં આવી છે.

🔲▪️🔳અકાદમીએ ડાયસ્પોરાની જમાતમાં ગુજરાતી ભાષાશિક્ષણ માટેની પીઠિકા તૈયાર કરી આપી. જેને આધારે ગુજરાતી શીખવવા માટેનો અભ્યાસક્રમ અને છ પાઠયપુસ્તકોની શ્રેણી ઊભી થઈ. 🔲▪️શિક્ષકોને તાલીમ આપવાની યોજના ઘડાઈ અને તેને આધારે 400/500 જેટલાં ગુજરાતી શિક્ષકોને તાલીમ અપાઈ. અને પાંચપાંચ સ્તરની પરીક્ષાઓનું નક્કર, જોમવાન આયોજન થયું. આ સઘળું આશરે બે દાયકા લગી સુપેરે ચાલતું રહ્યું. અકાદમીની પરીક્ષાઓ યુનાઇટેડ કિંગ્ડમ ઉપરાંત, યુરોપના બે’ક દેશોમાં તેમ જ પૂર્વ આફ્રિકાના કેન્યા દેશમાં ય લેવાતી હતી. અકાદમીએ આપ્યાં પુસ્તકો આજે ય ભારત સમેતના વિધવિધ મુલકોમાં ચાલે છે, તે તેની લબ્ધિ છે.
🔵અકાદમી હેઠળ મે માસના પહેલા દિવસની આસપાસના રવિવારે 🔴🔵‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ મહોત્સવ’ પણ યોજાતા રહ્યા છે.

⚫️🔴ગુજરાત માં સંસ્કાર પ્રવૃતત્તિઓને વધુ વ્યાપક અને અંતર્વર્તિ પ્રદેશો સુધી પહોંચતી કરવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને પાંચ ભગિની અકાદમીઓ દ્વારા સાહિત્ય પ્રચાર પ્રસારનું કાર્ય કરાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન રાજ્ય સરકાર દ્વરા ગુજરાત સાહિત્ય અકાદમીના સત્તા મંડળની નવરચના કરવામાં આવી છે. અને સભ્યોની કાર્યવાહક સમિતિ અને અગિયાર સભ્યોનું માર્ગ દર્શક મંડળ નિયુક્ત કરાયું છે.
છ સાહિત્ય અકાદમીની મુખ્ય પ્રવૃતિઓ
• લેખકોને પુસ્‍તક પ્રકાશન આર્થિક સહાય
• શિષ્‍ટમાન્‍ય, નવોદિત, બાલ સાહિત્‍ય, પ્રશિષ્‍ટ કુતિના અનુવાદ
• વૃદ્ધ અને નિઃસહાય લેખકોને માસિક આર્થિક સહાય
• શ્રેષ્‍ઠ પુસ્‍તકોને પારિતોષિક
• ગ્રંથ પ્રકાશન-વિદ્યાર્થીલક્ષી શિષ્‍ટમાન્‍ય પ્રકાશન શ્રેણી
• સાહિત્‍ય ગૌરવ પુરસ્‍કાર
• યુવા ગૌરવ પુરસ્‍કાર
• કાર્યક્રમ - પરિસંવાદ
• કાર્યક્રમ માટે સાહિત્‍યિક-શૈક્ષણિક સંસ્‍થાને સહાય
• શબ્‍દસૃષ્‍ટિ સામયિક
• વાર્ષિક પ્રકાશન (સાબરનામા-અદબી ચમન-વાડમય-લોકગુર્જરી)
• વેદશાસ્‍ત્ર પારંગત સંસ્‍કૃત ભાષાના પંડિતોનું સન્‍માન
• સરફરોશી પુસ્‍તક પ્રકાશન શ્રેણી
• વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્ સ્‍થાપના
• શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર
▪️🔲▪️🔲શબ્દસૃષ્ટિ ▪️🔲🔳▪️
ગુજરાત સાહિત્‍ય અકાદમીનું મુખપત્ર ‘શબ્‍દસૃષ્‍ટિ’ પ્રત્‍યેક માસની પાંચમી તારીખે પ્રગટ થાય છે.
પ્રથમ અંક પ્રકાશિત થયો – ઓક્ટોબર ૧૯૮૩
સંપાદકનું નામ – શ્રી હર્ષદભાઈ ત્રિવેદી
સામયિકનો પ્રકાર – માસિક

🔶🔷Yuvirajsinh Jadeja:
ભાષા અકાદમી
ગુજરાત રાજયમાં છ અકાદમીઓ કાર્યરત છે, જે નીચે મુજબ છે.
 🔻🔸 ગુજરાતી સાહિત્ય અકાદમી🔺
ગુજરાતી સાહિત્ય અકાદમી ધ્વાભરા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિાઓ
• શિષ્‍ટમાન્‍ય પુસ્‍તકોના લેખકને તથા નવોદિત લેખકને સહાય.
• ગ્રંથપ્રકાશન યોજના અંતર્ગત ગુજરાતી ભાષાના ઉત્‍તમ પુસ્‍તકો પ્રકાશિત.
• ઉત્‍તમ ગુણવત્‍તા ધરાવતા ગુજરાતી પુસ્‍તકોને પારિતોષિક.
• વિશ્વ સાહિત્‍યની ઉત્‍તમ કૃતિઓને ગુજરાતી માં અનુવાદ કરવા માટે સહાય.
• ગુજરાતી સાહિત્‍યના પરિસંવાદ યોજી ગુજરાતી સાહિત્‍યના વિવિધ સ્‍વરૂપોની સમીક્ષા.
 🔹🔸 હિન્દી સાહિત્ય🔸🔹
હિન્‍દી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્‍તિઓ
• શિષ્‍ટમાન્‍ય પુસ્‍તકોના લેખકને તથા નવોદિત લેખકને સહાય.
• ગ્રંથપ્રકાશન યોજના અંતર્ગત હિન્‍દી ભાષાના ઉત્‍તમ પુસ્‍તકો પ્રકાશિત.
• ઉત્‍તમ ગુણવત્‍તા ધરાવતા હિન્‍દી પુસ્‍તકોને પારિતોષિક.
• વિશ્વ સાહિત્‍યની ઉત્‍તમ કૃતિઓને હિન્‍દીમાં અનુવાદ કરવા માટે સહાય.
• હિન્‍દી સાહિત્‍યના પરિસંવાદ યોજી હિન્‍દી સાહિત્‍યના વિવિધ સ્‍વરૂપોની સમીક્ષા.
 🔸🔹🔸 ઉર્દૂ સાહિત્ય અકાદમી🔸
ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ
• શિષ્‍ટમાન્ય પુસ્તકોના લેખક તથા નવોદિત લેખકને સહાય.
• ઉર્દૂ ભાષાના પરિસંવાદ યોજવા
• સાબરનામા નામના ઉર્દૂ વાર્ષિકનું પ્રકાશન.
• ઉર્દૂ ભાષાના ઉત્તમ પુસ્તકો તથા મૂર્ધન્ય લેખકનું સન્માન.
• આર્થિક રીતે નબળા ઉર્દૂ સાહિત્યકારોને સહાય.
• અપ્રાપ્‍ય ઉર્દૂ પ્રશિષ્‍ટ પુસ્તકોનું પુન: મુદ્રણ.
• ઉર્દૂ ભાષાના પરિસંવાદોનું આયોજન.
• યુવા સાહિત્યકારને યુવા ગૌરવ પુરસ્કાર.
 સિંધી સાહિત્ય અકાદમી
સિંધી સાહિત્ય અકાદમી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ
• શિષ્‍ટમાન્ય પુસ્તકોના લેખક તથા નવોદિત લેખકને આર્થિક સહાય.
• પ્રશિષ્‍ટ કૃતિઓનું સિંધી ભાષામાં ભાષાંતર.
• અદબી ચમન નામના વાર્ષિકનું પ્રકાશન.
• સિંધી ભાષાના ઉત્તમ પુસ્તકો તથા મૂર્ધન્ય લેખકને પારિતોષિક.
• અપ્રાપ્‍ય સિંધી પુસ્તકોનું પુન: મુદ્રણ.
• સિંધી ભાષાના પરિસંવાદનું આયોજન.
 સંસ્કૃત સાહિત્ય અકાદમી
સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ
• પ્રતિવર્ષ સંસ્કૃત ભાષાના વયોવૃદ્વ વિદ્વાનોને આર્થિક સહાય
• પ્રતિવર્ષ એક સંસ્કૃત વિદ્વાનને ગૌરવ પુરસ્કાર તરીકે રૂ.૧,૦૦,૦૦૦/- ની રોકડ રકમ, શાલ તથા સન્માન પત્ર
• ગ્રંથ પ્રકાશનની યોજના હેઠળ સંસ્કૃત ભાષાના વ્યાકરણ વિષયક સંશોધનાત્મક તથા વિવેચનાત્મક ગ્રંથો
• વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના ત્રણ પંડિતો અને એક શસ્ત્ર વિદ્વાન પ્રત્યેકને રૂ.૫૦,૦૦૦/-, શાલ અને સન્માનપત્ર
• સંસ્કૃત ભાષી બોલતો એક પરિવારને રૂ.૧૧,૦૦૦/-, શાલ અને સન્માનપત્ર
• યુવા ગૌરવ પુરસ્કાર રૂ.૫૦,૦૦૦/- પ્રતિવર્ષ એક યુવા સાહિત્યકારને અર્પણ

Yuvirajsinh Jadeja:
 કચ્છી સાહિત્ય અકાદમી
કચ્‍છી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્‍તિઓ
• કચ્‍છી ભાષાના વિકાસ માટે કામગીરી.
• કચ્‍છી સામયિક અને ગ્રંથો પ્રકાશિત.
• કચ્‍છી ભાષામાં ઓડિયો –વિડીયો કેસેટનું ઉત્‍પાદન, પ્રકાશન અને વિતરણ.
• કચ્‍છી ભાષા સાહિત્‍ય માટે પરિસંવાદો આયોજિત.
• કચ્‍છી ભાષના લેખકોને. ફેલોશીપ તથા પુરસ્‍કાર.
• રાજયમાં કચ્‍છી ભાષામા સાહિત્‍યને ઉપકારક થાય તેવા સંશોધન કેન્‍દ્રો તથા સ્‍વાધ્‍યાય પીઠો સ્‍થાપવા.
• કચ્‍છી લોકગીત, સુગમ સંગીત, ડાયરા, નાટક ઇત્‍યાદિ પ્રવૃત્‍તિને ઉત્‍તેજન.
• યુવા સાહિત્‍યકારને યુવા ગૌરવ પુરસ્‍કાર.
 મિશન અને વિઝન
• ગુજરાત પ્રદેશમાં બોલાતી ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ ભારત સરકાર માન્ય ભાષાઓ તથા ગુજરાત પ્રદેશની બોલીઓ અને તેના સાહિત્યના વિકાસ, સંશોધન અને ઉત્કર્ષ માટે કામગીરી કરવી.
• અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્ય સંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહકાર આપવો. દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તેમજ ભારતના અન્ય રાજ્યોની પ્રાદેશિક ભાષાસાહિત્ય માટેની અકાદમીઓ તથા ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્ય અંગે પ્રવૃત્તિ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સાહિત્ય અંગે આદાનપ્રદાન કરવું તેમજ એ માટે જરૂરી આર્થિક પ્રબંધ કરવો.
• અકાદમીની પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન દ્વારા ભંડોળ એકત્ર કરવું.
• ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષાના સામયિકો અને ગ્રંથો પ્રકાશિત કરવાં અને શક્ય સહાય કરવી.
• ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રની સંસ્થાઓને માન્યતા આપવી અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન દ્વારા સહાય કરવી.
• ગુજરાત રાજ્યના જુદા જુદા પ્રદેશોના વિશિષ્ટ બોલીગત સાહિત્યના તેમજ લોકસાહિત્યના વિવિધ પ્રકારો અને સ્વરૂપોની સમીક્ષા કરવી તથા તેવા સાહિત્યને જાળવી રાખવા યોગ્ય પ્રબંધ કરવો.
• ગુજરાતી ભાષા સાહિત્ય માટે સાહિત્યિક ગોષ્ઠિઓ, પરિસંવાદો, પુસ્તક પ્રદર્શનો, તાલીમ શિબિરો, ઉત્સવો, મેળાઓ, પ્રવાસો ઇત્યાદિનું આયોજન કરવું અને એ પ્રકારની કામગીરી કરતી અન્ય સાહિત્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવી.
• ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્યના સિદ્ધિવંત લેખકોને અને તેમની કૃતિઓને પુરસ્કારથી સન્માનવા પ્રબંધ કરવો.
• ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે નામાંકિત એવા ગુજરાતના સર્જકો અને વિદ્વાનોને ફેલોશીપ પ્રદાન કરવી.
• ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે ગુણવત્તાલક્ષી સેવા બજાવી હોય એવા ગુજરાતમાં વસતા વયોવૃદ્ધ અને સહાયપાત્ર લેખકોને યોગ્ય આર્થિક સહાય કરવી.
• રાજ્યની પંચવર્ષીય યોજનાઓ હેઠળ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અન્વયે જે પ્રાયોજનાઓ રાજ્ય સરકારે મંજૂર કરી હોય અને અકાદમીના ઉદ્દેશો અને કાર્યપ્રદેશો સાથે જે સંબંધ ધરાવતી હોય તેવી પ્રાયોજનાઓનો અમલ કરવો.
• ગુજરાત પ્રદેશના ગુજરાતી ભાષા સાહિત્યને ઉપકારક થાય તેવા સંશોધનકેન્દ્રો, સ્વાધ્યાયપીઠો ઇત્યાદિ સ્થાપવા અને વિકસાવવાં તેમજ આવાં માન્ય કેન્દ્રોને આર્થિક સહાય કરવી.
• ગુજરાતની સંસ્કૃતિનાં ચેતના સ્ત્રોતને વેગ મળે તેવાં સંશોધન, પ્રકાશન અને અન્ય સહાયક કાર્યો હાથ ધરવા.
• ગુજરાતનાં ગુજરાતી સાહિત્યના વિકાસ માટે જરૂરી હોય અને ઉપરનાં ઉદ્દેશોમાં જેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય તેવી તમામ પ્રવૃત્તિઓ કરવી.

સાહિત્ય પ્રવૃત્તિ સમગ્ર લોકચેતનાની અભિવ્યકિતની પ્રવૃત્તિ છે. સમગ્ર પ્રજાનું, તેની સંસ્કૃતિનું, તેના લોકજીવન અને સમાજ જીવનનું પ્રતિબિંબ એમાં ઝીલાયાં છે. પ્રવૃત્તિને વધારે વેગવાન અને હેતુલક્ષી બનાવી શકાય અને આપણું સાહિત્ય સમગ્ર જનસમુહ સુધી પહોંચાડી શકાય. પ્રજા જીવનમાં ધબકતી રહેલી લોક સાહિત્યની સામગ્રી એકઠી કરી લઇ શકાય તેમજ રાજય અને રાજય બહાર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ગૌરવ પ્રસ્થાપિત કરી શકાય એવા વિશાળ અભિગમ સાથે આ છ સાહિત્‍ય અકાદમીઓ કામગીરી કરી રહી છે.
આ અકાદમીઓ દ્વારા સંબંધિત ભાષા અને વિકાસના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે.
આ છ સાહિત્ય અકાદમીઓની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે
• શિષ્ટમાન્ય
• નવોદિત
• પ્રશિષ્ટ કૃતિના અનુવાદ
• બાલ સાહિત્ય
• વૃધ્ધ અને નિ:સહાય લેખકોને આર્થિક સહાય
• શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક
• ગ્રંથ પ્રકાશન-વિદ્યાર્થી લક્ષી શિષ્ટમાન પ્રકાશન શ્રેણી
• સાહિત્ય ગૌરવ પુરસ્કાર
• યુવા ગૌરવ પુરસ્કાર
• કાર્યક્રમ પરિસંવાદ
• કાર્યક્રમ માટે સાહિત્યિક-શૈક્ષણિક સંસ્થા સહાય
• વાર્ષિક પ્રકાશન (સાબરનામા - અદબી ચમન - વાઙમય - લોક ગુર્જરી)
• વેદશાસ્ત્ર પારંગત સંસ્‍કૃત ભાષાના પંડિતોનું સન્માન
• સરફરોશી પુસ્તક પ્રકાશન શ્રેણીના પ્રકાશનો
• વલી ગુજરાતી ગઝલ કેન્દ્રની પ્રવૃત્તિઓ
• શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્‍દ્રYuvirajsinh Jadeja:
🏆ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર🏆🏆🏆🏆


🚀“રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” - શ્રી વિનોદ ભટ્ટ
રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક : (વર્ષ ૨૦૧૬ થી આરંભ)
😅ગુજરાતી ભાષા હાસ્ય સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર વરિષ્ટ સાહિત્યકારને આ પુરસ્કાર એનાયત કરવમાં આવશે. 
😅વર્ષ ૨૦૧૬ થી આરંભ થનાર આ હાસ્ય સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર દર વર્ષે એક સર્જકને અપાશે. 
આ પુરસ્કાર આપવાનું જાહેર કરાયું છે. જે જાહેર સમારોહ યોજી એનાયત કરવા આવશે.
🎯 જેમાં ૭૫ હજારની ધનરાશિ, સરસ્વતી પ્રતિમા, સન્માનપત્ર અને શાલ ઓઢાડીની સન્માન કરાય છે.

🎖ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યમાં હાસ્ય ક્ષેત્રે અત્યંત પ્રતિષ્ઠિત ગણાતું શ્રી રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક - ૨૦૧૭, સાહિત્યકાર શ્રી તારક મહેતાને 

🎖ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી વિભૂષિત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શ્રેણીથી ભારતભરમાં ખ્યાતિ પ્રાપ્ત અને લોકપ્રિય હાસ્ય લેખક શ્રી તારક મહેતા, સતત ૪૫ કરતા વધુ વર્ષોથી ચિત્રલેખા સામાયિકમાં કટાર લેખન દ્વારા આ શ્રેણીને સતત લોકાદર પામતી રાખી શક્યા છે. તેઓએ હાસ્ય ક્ષેત્રે, નવલકથા, એકાંકી, ચરિત્ર, પત્રલેખન અને પ્રવાસના સ્વરૂપમાં પણ હાસ્યને એક નવી ઉંચાઈ પર પહોંચાડ્યું છે. તેનાથી તેમને અપાર લોક ચાહના પ્રાપ્ત થઈ છે.
૧ શ્રી વિનોદ ભટ્ટ ૨૦૧૬
૨ શ્રી તારક મહેતા 2017

તા. ૮ જૂન ૨૦૧૬ બુધવારના ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે ગુજરાતના ખ્યાતનામ અને સર્વપ્રિય હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટને પ્રથમ “રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના માન. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માન. મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, પદ્મશ્રી અને સાહિત્યરત્ન શ્રી ગુણવંત શાહ, જાણીતા હાસ્ય લેખકશ્રી રતિલાલ બોરીસાગર અને અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટને “રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદહસ્તે આપવામાં આવ્યું હતું.

2 સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને 'ચિત્રલેખા'ની અત્યંત લોકપ્રિય થયેલી કોલમ 'દુનિયાને ઊંધાં ચશ્માં'ના સર્જક તારક મહેતા આમ તો સદેહે આપણી વચ્ચે હવે નથી રહ્યા, પરંતુ એમનો હાસ્યદેહ આવનારા દાયકાઓ સુધી અમર રહેવાનો છે. એનો પુરાવો ફરી એકવાર, 31 માર્ચની સાંજે, અમદાવાદના જે. બી. ઓડિટોરિયમમાં મળ્યો હતો.
ઈશાની મહેતા-શાહ, રાજ્યના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, વિનોદ ભટ્ટ, ભાગ્યેશ જહા
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા તારક મહેતાને આજે 'રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 

🏆🏆🏆Yuvirajsinh Jadeja:
સાહિત્ય રત્ન પુરસ્કાર : (વર્ષ ૨૦૧૬ થી આરંભ)
ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર વરિષ્ટ સાહિત્યકારને આ પુરસ્કાર એનાયત કરવમાં આવશે. વર્ષ ૨૦૧૬ થી આરંભ થનાર આ ગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર દર વર્ષે એક સર્જકને અપાશે. જેમાં પ્રથમ વર્ષ ૨૦૧૬ નો આ પુરસ્કાર આપવાનું જાહેર કરાયું છે. જે જાહેર સમારોહ યોજી એનાયત કરવા આવશે. જેમાં ૧.૫૧ લાખની ધનરાશિ, સરસ્વતી પ્રતિમા, સન્માનપત્ર અને શાલ ઓઢાડીની સન્માન કરાય છે.


૧ શ્રી ગુણવંત શાહ ૨૦૧૬

🏆🏆Yuvirajsinh Jadeja:
‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ
ગુજરાતના અને ઉર્દૂ ભાષાના પ્રથમ સૂફી શાયર ‘વલી” ગુજરાતીની સ્‍મૃતિમાં રાજ્‍ય સરકાર દ્વારા વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવેલ છે. વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ના ઉપક્રમે પ્રતિ વર્ષ એક મૂર્ધન્ય ગઝ્લકારને ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં ૧ લાખની ધનરાશિ, શાલ તથા સ્મૃતિચિહ્ન આપી જાહેર કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવે છે.
વલી ગુજરાતી ગઝલ એવોર્ડ થી સન્માનિત વિદ્વાનોની યાદી
૧ શ્રી રતિલાલ ‘અનિલ’ ૨૦૦૫
૨ શ્રી અસિમ રાંદેરી ૨૦૦૬
૩ શ્રી ‘જલન’ માતરી ૨૦૦૭
૪ શ્રી ‘આદિલ’ મન્સુરી ૨૦૦૮
૫ શ્રી રાજેન્દ્ર શુક્લ ૨૦૦૯
૬ શ્રી ચિનુ મોદી ૨૦૧૦
૭ શ્રી ભગવતી કુમાર શર્મા ૨૦૧૧
૮ શ્રી હરીશ મિનાશ્રુ ૨૦૧૨
૯ શ્રી ખલીલ ધનતેજવી ૨૦૧૩
૧૦ શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ૨૦૧૪
11
(બાકીની માહિતી PDF માં)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ🙏

No comments:

Post a Comment