Friday, July 5, 2019

બજેટના દિવસે બ્રીફકેસ લાવવા પાછળ છે રોચક કહાની ---- Rachak Kahaani is going to bring a briefcase on the budget day

OFFICER'S ACADEMY GANDHINAGAR, [05.07.19 13:39]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
🐬બજેટના દિવસે બ્રીફકેસ લાવવા પાછળ છે રોચક કહાની, આ રીતે શરૂ થઇ પરંપરા🦋

કેન્દ્ર સરકારના નાણાંપ્રધાન નિર્મલા સીતારામન આજે મોદી સરકારનું બીજું બજેટ રજૂ કરવાનાં છે ત્યારે બજેટ બ્રિફકેસ શબ્દો પાછળની વાત રસપ્રદ છે. સંસદમં રજૂ થનારા બજેટ શબ્દની સાથે બ્રિફકેસ શબ્દ જોડાયેલો છે.

એની પાછળ વાત એવી છે કે 1733માં એ સમયની બ્રિટિશ સરકારના વડા પ્રધાન તેમજ નાણાં પ્રધાન રોબર્ટ વૉલપોલ દેશની નબળી આર્થિક સ્થિતિ જોઇને સંસદમાં બજેટ રજૂ કરવા આવ્યા ત્યારે તેમના હાથમાં ચામડાનો એક થેલો હતો જેમાં બજેટના દસ્તાવેજો  ભરેલા હતા.

ફ્રેન્ચ ભાષામાં ચામડાના થેલાને બૂજેટ કહે છે. પાછળથી આ શબ્દ ઘસાઇને બૂજેટનો બજેટ થઇ ગયો. ત્યારથી બજેટ રજૂ કરવાના દિવસે નાણાં પ્રધાન બજેટ બ્રિફકેસ લઇને આવે છે. અગાઉ થેલા વપરાતા. હવે બ્રિફકેસ વપરાય છે. દેશમાં દોઢસો વર્ષ બ્રિટિશ શાસન રહ્યું એટલે બજેટ રજૂ કરવાની આ પ્રથા આજ સુધી ચાલુ રહી છે. 1947થી આજ સુધીમાં દરેક નાણાં પ્રધાન આ રીતે બજેટ બ્રિફકેસ લઇને સંસદમાં  બજેટ રજૂ કરવા આવતા રહ્યા છે.



@The_GOG 🦋
@Edu_World 🐬

No comments:

Post a Comment