Friday, July 5, 2019

નરસિંહ મહેતા -- Narasimha Mehta

🕉⭕️💢⭕️💢⭕️💢⭕️
આદ્ય કવિશ્રી નરસિંહ મહેતા

નરસૈયો, આદ્યકવિ, આદિકવિ
📚💠🌀💠🌀💠💠🌀
“જળ કમળ છાંડી જાને બાળા….”
”વૈષ્ણવ જન તો તેને કહીએ જે…..”
”જશોદા ! તારા કાનુડાને….”
”અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ….”
”મારી હુંડી સ્વીકારો મહારાજ રે ….”

🚫જન્મની ૧૪૧૪
તળાજા
🚫મૃત્યુની ૧૪૮૦
રહેઠાણ જૂનાગઢ , ( ગુજરાત , ભારત )

❗️હુલામણું નામ નરસૈયો

વ્યવસાય કવિ
❕વતન ભાવનગર

⚜જીવનસાથી માણેકબાઇ
સંતાન શામળદાસ, કુંવરબાઇ
🔱માતા-પિતા દયાકુંવર, કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ)

♨️♨️નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

♻️♻️નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં
તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી
જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો. 

તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.

તેમને શામળશા નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

🔰♻️નરસિંહ મહેતાએ શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

🚸🔰સન્માન
ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છ

♻️🔆તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું.
દિગ્દર્શક નાનુભાઇ વકિલ
નિર્માતા ચિમનભાઇ દેસાઇ
લેખક ચતુર્ભૂજ દોશી

🔆♻️નરસિંહ મહેતા એ નાનુભાઇ વકિલ દ્વારા દિગ્દર્શિત ૧૯૩૨ની આત્મકથાનક ચલચિત્ર છે. ગુજરાતી ભાષાનું તે સૌ પ્રથમ ચલચિત્ર હતું.

🏅🎖🏅🎖🏅🏅🎖
નરસિંહ મહેતા પુરસ્કાર
🏆🏆🏆🏆🏆🏆🏆
🕴શ્રેણી સાહિત્ય
🎯શરૂઆત ૧૯૯૯
🎯પ્રથમ પુરસ્કાર ૧૯૯૯
🎯અંતિમ પુરસ્કાર ૨૦૧૬
કુલ પુરસ્કાર ૧૯
🎯પુરસ્કાર આપનાર નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ
🎯રોકડ પુરસ્કાર ૧,૫૧,૦૦૦
🎯વર્ણન ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
🎯પ્રથમ વિજેતા રાજેન્દ્ર શાહ
🎯અંતિમ વિજેતા જલન માતરી

🏅🎖નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર
ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિન્હ આપવામાં આવે છે.

🎯🎯🕴નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો🎯🎭🎯🎭
૧૯૯૯ - રાજેન્દ્ર શાહ
૨૦૦૦ - મકરંદ દવે
૨૦૦૧ - નિરંજન ભગત
૨૦૦૨ - અમૃત ઘાયલ
૨૦૦૩ - જયંત પાઠક
૨૦૦૪ - રમેશ પારેખ
૨૦૦૫ - ચંદ્રકાન્ત શેઠ
૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ
૨૦૦૭ - સુરેશ દલાલ
૨૦૦૮ - ચિનુ મોદી
૨૦૦૯ - ભગવતીકુમાર શર્મા
૨૦૧૦ - અનિલ જોશી
૨૦૧૧ - ભાનુપ્રસાદ પંડ્યા
૨૦૧૨ - માધવ રામાનુજ
૨૦૧૩ - નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક
૨૦૧૪ - હરીશ મિનાશ્રુ
૨૦૧૫ - મનોહર ત્રિવેદી
૨૦૧૬ - જલન માતરી

🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
🏵૧૫મી સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલનની શરુઆત થઇ તેનો રંગ ગુજરાતને લગાડનાર કવિ.

🎪બાળપણમાં કદાચ મંદબુધ્ધિના હતા.
માતાપિતા નાનપણમાં જ ગુજરી જવાથી ભાઇ-ભાભીએ મોટા કર્યા હતાં.

🎭દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં અંતર જાગૃતિ થઇ. મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં તથા સંવત ૧૪૮૭ના ચૈત્ર સુદ ૧૪ના રોજ એને કાવ્યપ્રસાદી આપી.
ગોકુળ, મથુરા વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત ૧૪૩૩-૩૫માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં.

🎪તેમણે તુલસીક્યારા કર્તા હતા અને વૈરાગીઓને રહેવા માટે અખાડો પણ બંધાવ્યો હતો.
🎪તેમના મંડળમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમની ચાર ભક્તસખીઓમાંથી એકનું નામ રતનબાઇ હતું.
🎪પુત્રીના સીમંતના પ્રસંગે, દીકરાના લગ્નમાં અને હાર ચોરીના આળ વખતે ભગવાને તેમને મદદ કરી હોવાની કીવદંતિ છે.
🎪તેમના પુત્રના વિવાહ વડનગરના પ્રધાન મદન મહેતાની પુત્રી સૂરસેના સાથે થયા હતાં.
🎪તેમની પુત્રીના વિવાહ ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે થયા હતાં.
નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઇ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવાવિરલ વ્યક્તિ.
🎪સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની.
🎪પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલાઉત્તમ કવિ.
🎪અમૂક રચનાઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ (?)
તેમની અમુક રચનાઓની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ પાસે સંગ્રહીત છે.

📙📙📘📘રચનાઓ✏️✏️


સુરતસંગ્રામ, હારમાળા, કૄષ્ણજન્મ વધાઇ, શ્રીકૃષ્ણવધાઇ, શ્રીકૃષ્ણવિહાર, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, શામળશાનો વિવાહ, ચાતુરીષોડશી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, સુદામાચરિત્ર, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, દ્રૌપદીની પ્રાર્થના, મામેરું, સત્યભામાનું રુસણું, અંતરધાન સમયના પદ, માનલીલા, રુક્મિણીવિવાહ, પ્રેમભક્તિ પદસંગ્રહ, સહસ્ત્રપદીરાસ, શામળશાનો મોટો વિવાહ.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment