Friday, July 5, 2019

વિષ્ણુ પંડ્યા ---- Vishnu Pandya

📚📚📚📚📚📚📚📚
વિષ્ણુ પંડ્યા 

📙📘📙📘📙📘📙📘📙

શબ્દો સાથે જેમનો અતૂટ સંબંધ છેલ્લા અર્ધ સતાબ્દીથી રહ્યો છે. જેમના ઢાલ અને તલવાર તેમના શબ્દો જ છે. અને જેમણે એક સાથે અનેક ક્ષેત્રોને પોતાના શબ્દોથી આવરી લીધા છે એવા વિષ્ણુ પંડ્યા🙏

📝📝🎖🎖પત્રકારત્વથી પદ્મશ્રી સુધીની તેમની આ સફરે ઘણા પડાવ પસાર કર્યા છે. 
📝પોતાના લખાણમાં જેમણે અલગ-અલગ યુગોને જન્મ લેતા અને આથમતા જોયા છે, તેવા વિષ્ણુ પંડ્યાની આ યાત્રા કેવી રહી તે જાણીએ 
🖋✒️🖋✒️🖋✒️🖋✒️🖋✒️
🛡🏆🎖જાન્યુઆરીમાં ભારત સરકાર દ્વારા એનાયત થયેલા પદ્મશ્રી પુરસ્કારોમાં આ વખતે 10 ગુજરાતીઓના નામ હતા . 
🎖🏅જેમાંથી બે ગુજરાતીઓ જાણીતા ઇતિહાસવિદ્દ અને કટાર લેખક વિષ્ણુ પંડ્યા તેમજ ફિલ્મ વિવેચક અને લેખિકા ભાવના સોમૈયા🏆🎖

🏅🎖જેનું વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સન્માન કરાયું હતું .

તેમજ મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમેરિકામાં સ્થાઇ થયેલાં બિઝનેસમેન રાહુલ શુક્લને સેવાના સ્થાપક અને પદ્મભૂષણ ઇલાબેન ભટ્ટના હસ્તે વિશિષ્ટ એન. આર .આઇ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં .


🗣🗣🗣આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે , ‘ આ ગુજરાતે કચ્છ સત્યાગ્રહ , નવનિર્માણ આંદોલન , ભૂકંપ , સીમા પરના બે યુદ્ધો , જેમાંથી એકમાં તો એક મુખ્યમંત્રી ગુમાવ્યા . એવી અનેક ઘટનાઓ જોઇ છે. આવા વખતે શબ્દ અગ્નિ દિવ્ય બને છે તેને જાળવીને કામ કરવું પડકારજનક તો હતું જ. તેના કારણે ઇમરજન્સી વખતે 20 દિવસ જેલવાસ પણ ભોગવવો પડ્યો , જો વધુ રહેવાનું થયું હોત તો તેના પર પી. એચ .ડી . કરવાનો વિચાર હતો અને એ ઇન્દિરાજીને અર્પણ કરવાનું હતું , પરંતુ ઇન્દિરાજી પણ ચુક્યા અને હું પણ ચુક્યો . 
🗣’ જ્યારે ગુજરાતની સહિષ્ણુતા અને ઉદારતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે , ‘ મેં મુખ્યમંત્રી નામની રાજકીય નવલકથા લખેલી , એને સાહિત્ય અકાદમીએ તો પુરસ્કાર માટે પસંદ કરી પણ નિર્ણાયકો મૂંઝવણમાં હતા કે, સરકારી અકાદમીનો પુરસ્કાર આવી નવલકથાને કઇ રીતે આપી શકાય ? ત્યારે તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે આ નવલકથાને પુરસ્કાર આપવાની મંજૂરી આપી હતી . ગુજરાતની સહિષ્ણુતા અને ઉદારતા આવી છે. ’👏🙏👏
જ્યારે ભાવના સોમૈયાએ પદ્મ પુરસ્કાર અંગે પોતાની પસંદગી તેમજ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો . 
👉આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારીયા સહિત અનેક સભ્યો હાજર રહ્યાં હતાં .
🖌🖍🖌🖍🖌🖍🖌🖍
પત્રકારત્વથી પદ્મશ્રીની સફર છે. વિષ્ણુ પંડ્યા 

🖋 પદ્મશ્રીથી રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે. 50 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કર્યુ છે.
📚 જૂનાગઢથી ભણતર મેળવ્યું છે. પિતાજી વિશ્વ યુદ્ધ સમયે સાઉથ આફ્રિકા હતાં. 
💪સાહસિકતા પિતા તરફથી મળી છે. બીએ પૂર્ણ કરતા અમદાવાદ આવ્યો છે. કોઈને જાણ કર્યા વિના અમદાવાદ આવ્યો છે.
સરસંઘચાલકે મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નાનપણથી લખવાનું શરુ કર્યુ છે.✍
✍લેખનની શરૂઆત વાર્તાથી કરી છે. 22 વર્ષે જૂનાગઢ છોડ્યું છે.
👉📗 સાધનાના તંત્રી તરીકે ફરજ બજાવી છે. 
📈📉50 વર્ષથી પત્રકારત્વને ઘડાતા જોયું છે. 24 કલાકના પત્રકારત્વને જોયું છે. મલ્ટીટાસ્કીંગ કરવું પડતું છે.
1981 બાદ છે. મૂળમાં પત્રકારત્વ રહ્યું છે. ઘણા ક્ષેત્રોમાં કામ કરવાની ઈચ્છા હતી. પીએચ.ડી કરવાની ઈચ્છા હતી. 🗂સેન્સરશિપ વિરુદ્ધ કામ કર્યું છે.
સરકાર વિરુદ્ધ લખવામાં જોખમ હતું. કાનુની લડાઈ કરી છે.
📙📮 લડતમાં એક વર્ષ જેલમાં પણ જવાનું થયું. કોલેજમાં ભણાવવા જતો હતો ત્યારે પોલિસ પકડી ગઈ છે.
📗 જેલના અનુભવ પુસ્તકમાં લખ્યું છે. સમયાંતરે પત્રકારત્વનું રૂપ બદલાયું. નિયો જર્નાલિઝમ શરૂ થયું છે.
પત્રકારત્વના દરેક વિવિધ રૂપ છે. દરેક પત્રકારત્વ તેનામાં વિશેષ છે. 
🗞🗞🗞હિક્કીનું ગેઝેટ પહેલું સમાચાર પત્ર છે. હિક્કીએ કાનુન સામે લડત આપી છે. સત્યને જોવું અનિવાર્ય છે. સત્યને બોલવું અનિવાર્ય છે.

પત્રકારો શબ્દોના વાહકો છે. માહિતીની દ્રષ્ટીએ વિકાસ પામ્યો છે. ઝડપ વધી છે. પત્રકારત્વ રૂપાંતરિત છે. સમાચાર પત્રને તમે ઈચ્છા પ્રમાણે વાંચી શકો છો.
📺 ટીવી પર એક લાઈવની લાગણી આવે છે. 📺🗞ટીવી અને સમાચાર પત્ર વિરોધી નથી. 

🙏👉આજના યુવાઓએ વાંચવું જોઈએ. વાંચનથી લેખનમાં ફાયદો થાય છે. દરરોજનું એક પુસ્તક વાંચવાની આદત હતી. ગુજરાતના રાજકારણને બનતા જોયું છે. રાજકારણમાં ખુબ સ્પષ્ટ મત રાખ્યો છે.
જનતા પરિષદ સતત હારતું હતું છે. કોંગ્રેસ સામે પક્ષમાં વિરોધ થયો હતો. ઈમરજન્સી વિરોધી આંદોલનો થયા હતાં. ગુજરાત ગણતરીબાઝ ગુજરાત છે. 
👉1947માં આઝાદી પહેલા કોઈ જ્ઞાતિવાદ આવ્યું છે. 
👉અનામત આંદોલન એક બાજુથી ન જોઈ શકાય છે. અનામત આંદોલન એ એક ગુસ્સો છે. 
😊🤐👿ગુજરાત શાંત પણ છે અને ક્રાંત પણ છે. જ્યાં આલોચનાઓ કરવાની જરૂર હોય ત્યાં કરી છે. પક્ષપાત કે પૂર્વગ્રહ વાળી આલોચના ન હોવી જોઇએ.
💩પહેલાનાં રાજકારણીઓ ઉત્તમ રાજકારણીઓ હતા.
1947થી જ વિરાધપક્ષ દ્વારા વિરોધો થયા છે. ભારતનાં સત્તામાં પરિવર્તનો આવતા ગયા છે. 
💤ભારતમાં લોકશાહી પ્રક્રિયા બરાબર ચાલે છે. 
📝🗞પુસ્તક અને લેખ બન્ને લખવા ગમે છે. 
ભારતમાં ગાંધીજી વિશે ઘણુ લખાયું છે. ભગતસિંહ ઉપરાંત ઘણા લોકોને ફાંસી મળી છે. ઘણા શહીદોનાં નામ કોઇ જાણતું નથી. 
⛔️ગુજરાતનાં ક્રાંતિકારી પત્રકાર માટે કંઇ જ લખાયું નથી.
🚫વિષ્ણુભાઇ અને પત્નીએ મળી ગુજરાતનાં ક્રાંતિકારો વિશે રિસર્ચ કર્યું છે. 

🚫👏👍101 ક્રાંતિકારો તીર્થો ગ્રંથ બનાવ્યો (લખ્યો) he is saying karyo. નરેન્દ્રમોદી અને મોરારીબાપુએ ગ્રંથનું વિમોચન કર્યું છે.

👉 વિષ્ણુભાઇ અને આરતીબેન સાથે ભણતા હતાં. આરતીબેને સંસ્કૃતમાં પીએચ.ડી કર્યું છે. આરતીબેને પોતાના 3 પુસ્તકો લખ્યાં છે.
વિષ્ણુભાઇનાં દરેક કામમાં આરતીબેન સાથે છે. આરતીબેન પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. આરતીબેનનો સહયોગ ખૂબ સારો રહ્યો છે. યુવાપેઢીમાં અપેક્ષા અને જોશ છે. 

👉👉👧🏻👦🏻યુવાપેઢી શોર્ટકટ ઇચ્છે છે. યુવાપેઢીને લાંબા રસ્તાની સંદગી કરતા કરવાનો પ્રયાસો છે. વિધાર્થીઓ પાઠનાં સંભારણા રાખે છે. યુવાપેઢી સમય સાથે બદલાય છે. બદલાવ સાથે યુવાપેઢીના જોશ અને હોશ સાબુત રહે તેવા શિક્ષકોનું નિર્માણ થવું જોઇએ.

📝આજે શિક્ષણ કથળ્યું છે. વિષ્ણુભાઇ 50 વર્ષથી કાર્યરત છે. આપણું લખેલુ મધ્યરાત્રીએ યાદ આવવું જોઇએ.
જીવનનો નિચોડ કાઠવો મુશ્કેલ છે. અગ્નિદિવ્ય શબ્દથી જીવનનો નિચોડ આપી શકાય છે. ગુજરાતી સાહિત્યકારો કુપમંડુપ છે. 

હળવદની ગૃહીણીનો પત્ર યાદગાર છે. આ પત્રને ગણે છે જીવનનો શ્રેષ્ઠ પુરસ્કાર છે.

📝✏️📝✏️
આવશે દિવસો કવિતાના – (રશિયન)
મારિના ત્સ્વેતાયેવા (અનુ. વિષ્ણુ પંડ્યા)

🖌🖌🖌🖌
આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !
🙏🙏🙏🙏🙏
વિષ્ણુ પંડ્યા જાણીતા જર્નાલિસ્ટ, બાયોગ્રાફર, પોએટ, નોવેલિસ્ટ, લેખક, પોલિટિકલ એનાલિસીસ અને હિસ્ટોરિયન છે. તેઓ જર્નાલિઝમ ક્ષેત્રે છેલ્લા 40 વર્ષોથી એક્ટિવ છે. તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપે છે.
🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment