Friday, July 5, 2019

પનામા નહેર -- Panama Canal

🌊🌊🌊1904 – અમેરિકા દ્વારા પનામા નહેરનું બાંધકામ શરૂ થયું
પનામા નહેર🌊🌊🌊
🙌🙌🙌🙌🙌🙌

કોઈ જહાજે અમેરિકાના પશ્ચિમ બાજુના પેસિફિક મહાસાગરમાંથી પૂર્વ બાજુના એટ્લાંટિક મહાસાગર માં જવું હોય તો દક્ષિણ અમેરિકાનો 12000 કિ.મી.નો ચકરાવો લઈને જવું પડતું પરંતુ બુદ્ધિશાળી એન્જીનિયરોએ ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતી સાંકડી પટ્ટીમાં એક નહેર ખોદીને બંને મહાસાગરને જોડી દીધા આથી પેસિફિક માંથી એટલાંટિક મહાસાગરમાં જવાનું અંતર માત્ર 82 કિ.મી. થઇ ગયું. આ નહેર રિપબ્લિક ઓફ પનામાં (ટૂંકમાં પનામાં) દેશમાં આવેલી છે.


🌊સૌ પ્રથમ તો ઇ.સ. 1881માં ફ્રેંચ સરકારે આ નહેર બનાવવાનુ બીડૂ ઝડપ્યું , નકશાઓ બનાવ્યા. તેમણે એવું નક્કી કર્યું કે દરિયાના લેવલે નહેર બનાવી એ બે દરિયા નહેર મારફતે જોડી દેવા. પણ રસ્તાઓમાં નદીઓ , પર્વતો અને સરોવરો આવે ત્યાં શું કરવું? આ બધું ન આવે એવો રસ્તો પસંદ કરવો હોયતો રસ્તો બહુ લાંબો થઇ જાય. આમ, છતાં પ્લાન બનાવીને નહેર ખોદવાનું શરુ કર્યું. થોડા વર્ષોબાદ, સખત વરસાદ ને લીધે જેટલુ ખોદ્યુ હતું. તેટલી માટી પાછી પુરાઈ ગઈ. વળી. 
પનામાનાં જંગલોમાં મચ્છરોને લીધે મજૂરોમાં મેલેરિયા અને યલોફિવર નામનો તાવ ફાટી નીકળ્યો. નવ વર્ષ દરમિયાન લગભગ 22000 મજૂરોના મોત થયા. છેવટે ફ્રેન્ચોએ 1889મા આ કેનાલનું કામ પડતું મૂક્યું.

🌊હવે આ અમેરિકાએ આ પ્રોજેક્ટ હાથમાં લીધો. જ્હોન ફ્રેન્ક સ્ટીવન નામના એન્જિનિયર તે વખતના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ આગળ આ નહેર નો પ્રસ્તાવ પાસ કરાવ્યો. તે પોતે રેલ્વેલાઈન બાંધવાના કામનો નિષ્ણાંત હતો. તેણે 1904 માં આ નહેર બાંધવાનું કામ શરુ કર્યું. 1907 પછી જ્યોર્જ વોશિંગ્ટન ગાથલે એન્જીનિયર તરીકે ચાર્જ સંભાળ્યો.


✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

No comments:

Post a Comment