Wednesday, July 10, 2019

ડકવર્થ લુઈસ નો નિયમ --- Duckworth Louise Rule

જ્ઞાન સારથિ, [10.07.19 16:32]
Yuvirajsinh Jadeja:
*🏏મિત્રો આપ પણ ક્રિકેટના ચાહક હશો. અને આપે પણ આં શબ્દ અવારનવાર સાંભળ્યો હસે. આજે જાણીએ કઈ રીતે આં શબ્દ બન્યો ?? કોને બનાવ્યો ? કઈ રીતે આં નિયમ અમલમાં લવાયો ? તાજેતરમાં આ નિયમ માં થયેલા ફેરફાર વિશે પણ ચર્ચા કરીશું......ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણ્યે ભાષાઓ માં સમજીએ ડક વર્થ લુઈસના  નિયમને....*
🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏
*ક્રિકેટની દુનિયાનો સૌથી અટપટો નિયમ*
*🤹‍♀🤹‍♂ડક વર્થ લુઈસનો નિયમ🤹‍♀🤹‍♂*
*🤨શ છે ડક વર્થ લુઈસનો નિયમ ?🤔*
🏏🎾🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾
*🏏🎾યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🏏🎾*
https://telegram.me/gyansarthi

*🏏🏵🏵ડકવર્થ અને લુઇસ આં બંને બે અલગ અલગ વ્યક્તિઓ (આંકડાશાસ્ત્રી)ના નામ છે.*

*🎭🎭મિત્રો બે અંગ્રેજ આંકડા શાસ્ત્રી ફ્રેંક ડકવર્થ અને ટોની લુઈસ દ્વારા આ નિયમ આપવામાં આવ્યો હતો જેને ખુબજ સચોટ માનવામાં આવે છે.🧩 ડક વર્થ લુઈસની ગણતરી એક પોઈન્ટ ટેબલના આધારે કરવામાં આવે છે. 🧩આ ટેબલ સંભાવના એટલે કે પ્રોબેબિલીટીનાં નિયમોને આધારે કરવામાં આવી છે. ટીમ દ્વારા રમાયેલી ઓવરો અને તેમાં થયેલા રનની સરેરાશને આધારે ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. 🎯લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમના સ્કોર, તેમણે ગુમાવેલી વિકેટ અને રમેલી ઓવરોના આશરે ટીમનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે.*


*🎯👉સામાન્ય રીતે મેચમાં વરસાદ પડવાના કારણે કે લાઈટ્સની સમસ્યા કે પછી મેચને વચ્ચે જ રોકવામાં આવે ત્યારે સામાન્ય રીતે ડક વર્થ લુઈસના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. 🎯ડક વર્થ લુઈસના નિયમની મદદથી ટીમોની જીત અને હારનો નિર્ણય નક્કી કરવામાં આવે છે. (🎯વર્લ્ડ કપ 2019👉ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડેમાં પણ નિર્ણય માટે ડક વર્થ નિયમના સહારે લેવાયો હતો.)*

*😳😳😳ડકવર્થ લુઈસ નિયમના કારણે આફ્રિકાએ વર્લ્ડકપ ગુમાવ્યો 1992ના વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રતિબંધ બાદ રમવા માટે ઉતરી હતી. આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કરતા સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ અને ડકવર્થ લુઈસ નિયમે દક્ષિણ આફ્રિકાને જે નુકશાન પહોંચાડ્યું તેને ક્રિકેટપ્રેમી આજ સુધી ભુલી શક્યા નથી. 🙃મચ હતી ઈંગ્લૈન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે. રમત 10 મિનિટ મોડી શરૂ થઈ હતી અને લંચમાથી આ સમયને ઓછો કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ ઓવરને કટ કરી નહોતી. ઈંગ્લૈન્ડે 45 ઓવરમાં 252 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 42.5 ઓવરમાં છ વિકેટના ભોગે 231 રન બનાવી લીધા હતા, પરંતુ ત્યારે જ વરસાદ થયો.😏😏 તયારબાદ ડકવર્થ લુઈસ નિયમ લાગુ થયો અને જ્યારે બીજીવાર મેચ શરૂ થઈ તો આફ્રિકાને એક બોલમાં 21 રન બનાવવાના હતા. સ્કોર બોર્ડ પર જ્યારે લખાઈને આવ્યું તો ખબર પડી કે આફ્રિકા મેચ હારી ગઈ છે બસ ઔપચારિકતા જ બાકી છે.*
🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳
*🧐🧐🤨ડીએલએસ છે શું?🤓🧐*

*🤪🥴🤔 ગમ્મે તે રકમના કોઈ પણ વ્યાજની સહેલાઈથી અને ફટાફટ ગણતરી કરી શકતી ગુજરાતી પ્રજા પણ ચકરાવે ચડી જાય એવી ગણતરી આ પદ્ધતિની છે. 😰😥વરસાદ અથવા બીજા કોઈ વ્યત્યયને કારણે રમત ખોટકાય અને વિલંબ પછી ફરી શરૂ કરવામાં આવે ત્યારે બૅટિંગ કરતી ટીમ સમક્ષ ચોક્કસ નિયમ પ્રમાણે ગણતરી કરીને નવું ટાર્ગેટ મૂકવામાં આવે છે જે ડીએલએસ તરીકે ઓળખાય છે.🌀🔖🌀 ઉકજ ફ્રૅન્ક ડકવર્થ, ટોની લુઈસ અને સ્ટીવ સ્ટર્ન એ ક્રિકેટની રમતનો આંકડાકીય અભ્યાસ કરતા ત્રણ મહાનુભાવોની અટકના નામના અંગ્રેજી પ્રથમાક્ષરોથી બનેલું ટૂંકું નામ છે. 😳😳નામ ભલે નાનું રહ્યું પણ ક્યારેક કામ એના વિકરાળ હોય છે. વરસાદને કારણે વિલંબમાં મુકાયેલી મર્યાદિત ઓવરોની મૅચમાં (ટેસ્ટ મેચમાં નહીં) નવું લક્ષ્યાંક નક્કી કરવા માટે વપરાતી ગાણિતિક પદ્ધતિ (મેથેમેટિકલ સિસ્ટમ) છે. 🌀અગાઉ આ પદ્ધતિ D L મેથડ તરીકે ઓળખાતી હતી જેના જનક ડકવર્થ અને લુઈસ હતા.🌀👤🌀👤 એનો સૌપ્રથમ ઉપયોગ ૧૯૯૭માં કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિને અમલમાં મૂકતી વખતે કેટલીક 🎯👉સમસ્યાઓ સર્જાતી હોવાને કારણે ઑસ્ટ્રેલિયાના અભ્યાસુ સ્ટીવ સ્ટર્ને ૨૦૧૫ના વર્લ્ડ કપ પહેલા એમાં સુધારા વધારા કર્યા હતા જેને પગલે તેમનું નામ ઉમેરવામાં આવ્યું હતું.🎯💥👉 પરિણામે અગાઉ ડીએલ તરીકે ઓળખાતી પદ્ધતિ હવે ડીએલએસ તરીકે ઓળખાય છે. 💠ડીએલ કરતા ડીએલએસ કે વીજેડી પદ્ધતિ અટપટી હોવાને કારણે એને વિગતવાર રજૂ કરવાનું ટાળ્યું છે.*

🎯💥👉મઘરાજા મૅચની મજા બગાડે ત્યારે આદર્શ પરિસ્થિતિ તો એ છે કે રાખવામાં આવેલા અનામત દિવસે મૅચ આગળ ચલાવવામાં આવે. જોકે, વિશાળ પાયે આયોજન થઇ રહ્યું હોવાથી તેમ જ જંગી મૂડીરોકાણ હોવાને લીધે એ હંમેશાં શક્ય નથી હોતું. એટલે જે ટીમને પૂરી ઓવર રમવા મળી શકે એમ ન હોય એમના માટે એક ફૉર્મ્યુલાનોે ઉપયોગ કરીને એક નવો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. કેટલાક સુધારા-વધારા સાથેની ડીએલએસ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખાતરીલાયક માનવામાં આવે છે.

*😂😂😂જોકે, મે અગાઉ વાત કરી તેમ ૧૯૯૨ના વર્લ્ડ કંપની ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની સેમી ફાઇનલમાં આ પદ્ધતિનું હાસ્યાસ્પદ સ

જ્ઞાન સારથિ, [10.07.19 16:32]
્વરૂપ સામે આવ્યું હતું. 🙃🙃😏વિજય મેળવવા એક બોલમાં ૨૧ રનના નર્યા ફારસ જેવા ઉકેલને જોઈને ક્રિસ્ટોફર માર્ટિન-જેનક્ધિસ નામના બ્રિટિશ પત્રકાર અને કૉમેન્ટેટરે કહ્યું કે ‘આશા રાખું છું કે ભવિષ્યમાં આ નિયમ બહેતર બહેતર સ્વરૂપે રજૂ કરવામાં આવશે’. સ્ટીવ સ્ટર્ને આ શબ્દો સાંભળ્યા અને એ જ સમયે પદ્ધતિને સરખામણીમાં સરળ બનાવવાનો નિર્ધાર કર્યો.*

🎯💥👉વન-ડે ક્રિકેટની શરૂઆત થઇ ત્યારે વરસાદી વિઘ્ન વખતે એવરેજ રન રેટની પદ્ધતિ ચલણમાં હતી જે એકદમ સરળ હતી, પણ વ્યવહારુ નહોતી. દાખલા તરીકે પ્રથમ બૅટિંગ કરનારી ટીમે જો ૫૦ ઓવરમાં ૨૫૦ રન કર્યા હોય તો પ્રતિ ઓવર પાંચનો રનરેટ અમલી બનાવીને બીજી બૅટિંગ કરનારી ટીમ જો ૩૫ ઓવર રમી શકે એમ હોય તો એની સામે ૧૭૫નો ટાર્ગેટ રાખવામાં આવતો હતો. જોકે, આમાં કઈ ટીમે કેટલી વિકેટ ગુમાવી એને ધ્યાનમાં લેવામાં ન આવતું હોવાથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૨૫ રન કરનારી ટીમ સામે જો બીજી ટીમ ૨૫ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૧૨૫ રન કરે અને પછી વરસાદને કારણે મૅચ આગળ ન રમી શકાય એમ હોય તો ૧૨૫ રન કરનારી ટીમને વિજયી ઘોષિત કરવામાં આવતી હતી. અહીં એની પ્રતિ ઓવર પાંચ રનની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવતી જે પ્રથમ બેટિંગ કરનારી ટીમની ૪.૫ રનની સરેરાશ કરતા ચડિયાતી હતી. પહેલી ટીમે ઓછી વિકેટ ગુમાવી છે એ વાતને ધ્યાનમાં નહોતી લેવામાં આવતી. આમ આ પદ્ધતિ બીજી બૅટિંગ કરનારી ટીમ માટે લાભદાયક સાબિત થતી હતી.

🎯👉૧૯૯૨ના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા દ્વારા સૌથી વધુ રન નોંધાયા હોય એવી ઓવરોની મેથડ દાખલ કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમે ૫૦ ઓવરમાં ૨૨૫ રન કર્યા પછી જો બીજી બૅટિંગ કરનારી ટીમે ૩૦ ઓવર રમવાનું હોય તો પ્રથમ ટીમે જે ૩૦ ઓવરમાં સૌથી વધુ રન કર્યા હોય એ સ્કોર ધ્યાનમાં લેવામાં આવતો હતો. એટલે કે જો બીજી ટીમે ૨૦ ઓવર મેઇડન નાખી હોય તો પહેલી ટીમે ૩૦ ઓવરમાં ૨૨૫ રન કર્યા છે એ ધ્યાનમાં રાખીને બીજી ટીમને ૩૦ ઓવરમાં ૨૨૬નું ટાર્ગેટ આપવામાં આવતું હતું. આનો અર્થ તો એ થયો કે પહેલી ટીમને કેટલીક ઓવર બાંધી રાખી એની સજા બીજી ટીમે ભોગવવાની. આમ આ પદ્ધતિ પ્રથમ બૅટિંગ કરતી ટીમની તરફેણ કરતી હતી. ૧૯૯૨ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં આ વાત ઊડીને આંખે વળગી હતી. પ્રથમ બૅટિંગ કરી ઇંગ્લૅન્ડે ૫૦ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા. વરસાદનું વિઘ્ન આવ્યું ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર હતો ૬ વિકેટે ૨૩૧. વિજય માટે ૧૩ બોલમાં ૨૨ રનની જરૂર હતી. ૧૨ મિનિટ વરસાદ પડતા બે ઓવરની બાદબાકી થઇ અને પરિણામે ઇંગ્લૅન્ડે જે બે ઓવરમાં સૌથી ઓછા રન કર્યા હતા એ સ્કોર જે એક રન હતો એ દૂર કરવામાં આવ્યો. પરિણામે ટાર્ગેટમાંથી એક જ રન ઓછો થયો અને સાઉથ આફ્રિકા સમક્ષ એક બોલમાં ૨૧ રન કરવાનું હાસ્યાસ્પદ ટાર્ગેટ મૂકવામાં આવ્યું હતું. આ નર્યા ફારસને કારણે વિકલ્પની શોધ શરૂ થઇ અને ડીએલએસ પદ્ધતિ અમલમાં આવી. આ પદ્ધતિ ખૂબ જ ટેક્નિકલ છે અને ફારસ ઓછું થાય છે. જોકે, ઘણી વખત બીજી બૅટિંગ કરતી ટીમને અન્યાયકર્તા લાગે છે. આશા રાખીએ કે ભારતીય ક્રિકેટ બોર્ડ વીજેડી પદ્ધતિને યોગ્ય સુધારા વધારા સાથે આઈસીસી સમક્ષ રજૂ કરે અને ક્રિકેટ રમતા દેશોને ડીએલએસનો બહેતર વિકલ્પ મળી રહે.

-------------------
*💠👇💠ભારતીયની વીજેડી મેથડ💠👇💠👇*

શરૂઆતની ડીએલ પદ્ધતિ અત્યંત અટપટી હોવાને કારણે કેરળના વી. જયદેવન નામના એક એન્જિનિયરે પોતાની એક અલાયદી પદ્ધતિ વિકસાવી હતી. જયદેવનની દલીલ હતી કે ડીએલએસ મેથડ આંકડાકીય દૃષ્ટિએ ખામીભરેલી છે અને પોતાની પદ્ધતિ એનાથી બહેતર છે અને સારા પરિણામ લાવી શકે છે. સુનીલ ગાવસકરે આ પદ્ધતિનું સમર્થન કર્યું હતું જેને પગલે આપણા દેશમાં સ્થાનિક ક્રિકેટ સ્પર્ધામાં એનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ થઇ છે ખરી, પણ એનો અમલ નથી થયો. સિવાય, આઈસીસીની ક્રિકેટ કમિટી સમક્ષ જયદેવનની પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. જોકે, ૨૦૧૨ના જૂન મહિનાના પહેલા સપ્તાહમાં કમિટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જયદેવનની મેથડનો વિગતવાર અભ્યાસ કર્યા પછી કમિટી એવા તારણ પર આવી છે કે ત્યારની ડીએલ મેથડમાં નોંધપાત્ર ખામી નથી અને વીજેડી પદ્ધતિને કારણે એમાં કોઈ સુધારા આવી શકે એમ નથી. એટલે કમિટીએ ડીએલ મેથડનો ઉપયોગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, ૨૦૧૫થી ડીએસએલ પદ્ધતિ અમલમાં આવી ગઇ હતી.
🕳🕳🕳🕳🕳🕳🕳🕳
🌀🌀મિત્રો આઈસીસીએ થોડા સમય પહેલા જ ડકવર્થ લુઈસ સ્ટર્ન (ડીએલએસ) સિસ્ટમમાં નવા ફેરફાર સાથે નવું વર્ઝન જાહેર કર્યું છે. આ સાથે આઈસીસીએ પોતાની આચારસંહિતા અને રમવાની પરિસ્થિતિનું આંકલન કરનારી પ્રણાલીમાં પણ સુધારો કર્યો છે. આ ફેરફાર (30 સપ્ટેમ્બર) દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનાર મેચથી લાગુ થઈ ગયું હતું. 🌀આ 2014માં પ્રથમ વખત આવેલા ડીએલએસનું ત્રીજુ વર્ઝન છે, જેને બીજી વખત નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

💠- આ પહેલા ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. તેનો મતલબ એ છે કે, આ વિશ્લેષણ 700 વન-ડે, 428 ટી-20 મેચની જાણકારી પર આધારિત હશે.
💠- હાલના વિશ્લેષણનો મતલબ એ છે કે ટીમે લાંબા સમય માટે પોતાની

જ્ઞાન સારથિ, [10.07.19 16:32]
રન બનાવવાની ઝડપને ફાસ્ટ કરવી પડશે. સાથે વન-ડેમાં એવરેજ પણ વધારવી પડશે.
💠- તેનો મતલબ એવો છે કે બેટિંગ કરનાર ટીમને ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં પોતાના રન બનાવવાની ઝડપ વધારવી પડશે.
💠- આ નવા ફોર્મેટને લાવ્યા પહેલા વન-ડે (અંતિમ 20 ઓવર) અને ટી-20માં રન બનાવવાની પેટર્ન પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં પુરુષ અને મહિલા ક્રિકેટના અલગ-અલગ સ્કોરિંગ પેટર્ન પર ધ્યાન આપવામાં આવ્યું છે.
💠- નિયમોમાં લાવેલા ફેરફારની આ યાદીને બે જુલાઈએ ડબલિનમાં થયેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં મંજૂરી મળી ગઈ હતી. લેવલ-3ના ભંગ પર લગાવવામાં આવતા 8 પ્રતિબંધિત અંકને હવે વધારીને 12 કરવામાં આવ્યા છે.

🎯ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ખરાબ હવામાનને કારણે લાગુ પડતી ડકવર્થ લુઈસ સ્ટર્ન (DLS) સિસ્ટમને બદલી નાખી છે. તેનું અપડેટ ફોર્મેટ (30 સપ્ટેમ્બર)ના રોજ રમાનારી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મચથી લાગુ થયું હતું . આઈસીસીએ તેના ઉપરાંત પોતાની આચાર સંહિતા અને રમવાની સ્થિતિનું આકલન કરવાની પદ્ધતિમાં પણ સુધારા કર્યા છે.


*🎯ડીએલનું અપડેટ અને ત્રીજું વર્ઝન છે ડીએલએસ*

👉DLS,2014 માં પ્રથમ વખત આવેલા ડીએલનું ત્રીજું વર્ઝન છે. જેને બીજી વખત નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ અગાઉ ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. ડીએલ સિસ્ટમ લાગુ રહેવા દરમિયાન 700 વનડે અને 428 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચુકી છે. આ મેચના વિશ્લેષણના આધારે જ નવી ડીએલએસ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.


👉અગાઉની સરખામણીએ રનરેટ અને સરેરાશ સ્કોરમાં વધારો કરાયો
આઈસીસીએ જોયું કે છેલ્લા કેટલાક વર્ષમાં વનડેમાં બેટિંગ સ્ટાઈલ બદલાઈ છે. હવે ટીમ લાંબા સમય સુધી વધુ ઝડપે બેટિંગ કરવામાં સક્ષમ છે. ટીમનો સરેરાશ સ્કોર પણ વધી ગયો છે. 💥સલોગ ઓવર (41થી 50મી)માં અગાઉની સરખામણીએ વધુ ઝડપી બેટિંગ કરવામાં આવે છે. નવું ફોર્મેટ લાવતાં પહેલાં વન ડે (છેલ્લી 20 ઓવર) અને ટી20માં રન બનાવવાની પેટર્નનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

*🙃🙃મહિલા-પુરુષ ક્રિકેટમાં એક સરખું જ ફોર્મેટ🙃🙃*

💠👉નવા ફોર્મેટમાં પુરુષ અને મહિલા ક્રિકેટની અલગ-અલગ સ્કોરિંગ પેટર્નનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આંકડાથી એ જાણવા મળ્યું છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટમાં પિચની સ્થિતિ લગભગ એક સરખી હોય છે, પરંતુ સ્કોરિંગ રેટ જુદો-જુદો રહ્યો છે. પિચની સમાનતાને જોતાં એ નિર્ણય લેવાયો છે કે ડીએલએસના એક જ ફોર્મેટને બંને સ્થાને લાગુ કરવામાં આવે.

*🔖💥🔖હવે બોલ ટેમ્પરિંગ કરતાં થશે કડક સજા❇️👇❇️*
આઈસીસીએ પોતાની આચાર સંહિતામાં કેટલાક નવા અપરાધોને સામેલ કર્યા છે. આ ઉપરાંત, બોલ ટેમ્પરિંગ જેવા અપરાધો માટે કડક સજાની જોગવાઈ કરાઈ છે. બોલ ટેમ્પરિંગ લેવ-3ની શ્રેણીમાં આવે છે. તેનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં લાગતા 8 પ્રતિબંધિત પોઈન્ટને વધારીને 12 કરાયા છે.




*✍🏻યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏🏻*
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો

No comments:

Post a Comment