Wednesday, July 10, 2019

લોર્ડ મેઘનાદ દેસાઈ --- Lord Meghnad Desai

🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾
♦️♦️♦️લોર્ડ મેઘનાદ દેસાઈ♦️♦️♦️
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🖊🖊મિત્રો આ વ્યક્તિને બહુ ઓછા લોકો જાણતા હશે...મને આ વ્યક્તિનું વિઝન બહુ ગમે છે. કોઈ ને ખ્યાલભી નહી હોય કે આ વ્યક્તિનો જન્મ વડોદરામાં(ગુજરાત) થાયો છે.. તો ચલો મિત્રો આજે જાણીયે આ વ્યક્તિ વિશે અને તેના વિચારો વિશે....

👁‍🗨👁‍🗨લોકપ્રિય કટારલેખક, લેખક & amp; અર્થશાસ્ત્રી. બેરોન દેસાઈ ભારતીય મૂળના, તટસ્થ બ્રિટિશ અર્થશાસ્ત્રી અને શ્રમ રાજકારણી છે.
🏆તેમને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. 
📗તેના પ્રથમ પુસ્તક 1973 માં માર્ક્સવાદી આર્થિક થિયરી તેમની અન્ય કૃતિઓમાં એપ્લાઇડ અર્થમિતિ 1976 માં પણ તેમણે લખ્યું છે ‘પરીક્ષણ મોનેટરિઝમ, મોનેટરિઝમ એ ક્રિટિક ઓફ’ 1981 માં of- સમાવે છે.

🎯☑️લોર્ડ મેઘનાદ દેસાઈનો જન્મ 10 જુલાઈ 1940ના રોજ વડોદરા ખાતે થયો હતો.
📝પછી મુંબઈ યુનિવર્સિટીથી તેમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.
📝1960માં યુનિ.ઓફ પેન્સિલ્વેનિયાની સ્કોલરશીપ મળતા તેમણે 1963માં પીએચડી પૂર્ણ કર્યુ.1965માં તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં લેક્ચરર તરીકે જોડાયા હતા.
👳👳‍♀પછી તેઓ બ્રિટિશ લેબર પાર્ટી સાથે જોડાયા.
🕵🕵📝તેમણે ઈન્ડિયન ફિલ્મસ્ટાર દિલીપકુમારની બાયોગ્રાફી નેહરૂઝ હિરો દિલીપકુમાર-ઈન લાઈફ ઓફ ઈન્ડિયા પણ લખી છે.
🏳2003માં તેઓ લંડન સ્કૂ ઓફ ઈકોનોમિક્સમાંથી સેંટર ફોર ગ્લોબલ ગવર્નન્સમાંથી નિવૃત્ત થયા હતા.

👁‍🗨👌🗣🗣લોકશાહીએક સિમેન્ટ છે જે સમસ્યાઓ છતાં પણ દેશને જકડી રાખે છે.યુકેમાં મેચ્યોર ડેમોક્રેસી છે અને હવે તો ઈન્ડિયા પણ પ્રકારની ડેમોક્રેસી તરફ આગળ વધી રહ્યુ છે.મને આશા છે ગુજરાતીઓ અને ઈન્ડિયન્સ ગોરાઓ કરે તેવુ નહી પણ તેના કરતા પણ વધારે સારું કરવાને સમર્થ છે.પછી તે માઈક્રોસોફ્ટના સત્યા નડેલા હોય કે ઈન્ડિયાના મિશન મંગળની સક્સેસ સ્ટોરીની વાત હોય.

👆 મૂળ વડોદરાના બોર્ન એન્ડ બ્રોટઅપ પણ યુનાઈટેડ કિંગડમની સિટિઝનશીપ ધરાવતા વિશ્વવિખ્યાત ઈકોનોમિસ્ટ અને યુકેની લેબર પાર્ટીના પોલિટિશિયન એવા પદ્મભૂષણ લોર્ડ મેઘનાદ દેસાઈના આ શબ્દો છે... જે એને અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા તેમને સરદાર પટેલ વિશ્વપ્રતિભા એવોર્ડ અર્પણ થયો તે નિમિત્તે તેઓ અમદાવાદના મહેમાન બન્યા ત્યારે તેમણે વક્તવ્ય આપેલું... ભારત પાસે ભરપૂર આશાઓ ધરાવતા લોર્ડ મેઘનાદ દેસાઈ બરાબર 1 કલાક દિલ ખોલીને બોલતા રહ્યા.પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશો.👇

👆તમારી દ્રષ્ટિએ દેશની મુખ્ય સમસ્યા કઈ છે ❔❓

👉બેરોજગારીઅને અધકચરો વિકાસ.ક્યાંક ફ્લાય ઓવર બ્રિજ તો ક્યાંક પાણીની પણ તંગી.જો કે ચિત્ર ધીમે ધીમે બદલાતુ જાય છે.મને સૌથી વધારે તો દેશના આર્થિક વિકાસમાં રસ છે.યુવાનોને સારી નોકરીઓ મળે.તે માટે ઔદ્યોગિકરણ પર હજુ વધારે ભાર મૂકવાની જરૂર છે.સ્કિલ બેઝ ઈન્વેસ્ટમેન્ટ લાવવંુ પડશે.આપણે એન્જિનિયર્સ ઉપરાંત દરેક ફિલ્ડના એક્સપટર્સ આપણા દેશમાં કમાય.પછી તે આઈટીની વાત હોય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે મેડિકલ ટૂરિઝમ કે પછી બીજુ કોઈ ફિલ્ડ હોય.

👉વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા 3 જાન્યુઆરી 2015ના રોજ અવોર્ડ અપાયો હતો....
લોર્ડ મેઘનાદ દેસાઈને = વિશ્વ પ્રતિભા એવોર્ડ

👉અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય પછી ભાજપ માટે વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં વિજયનાં દ્વાર ખોલી નાખ્યાં છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોને પગલે ભાજપ માટે રાજ્યસભામાં સ્થિતિ સુધરી છે. ભારતમાં બંને ગૃહો પર કબજો ના હોય ત્યાં સુધી ✅આર્થિક સુધારાની દિશામાં ડગ માંડવા મુશ્કેલ છે. વડા પ્રધાન મોદી આર્થિક સુધારા ઇચ્છી રહ્યા છે અને પ્રસ્તુત વિજયે તેનો રસ્તો ખોલી નાખ્યો છે. હવે શ્રમક્ષેત્ર કે બેન્કિંગક્ષેત્ર સહિતનાં ક્ષેત્રે સુધારાની તક છે.

👉લોર્ડ મેઘનાદે જણાવ્યું હતું કે ભારતને ૧૦ વર્ષ સુધી નવથી દશ ટકાના વૃદ્ધિદરની જરૂર છે. માળકાકીય સુધારા વિના તે વિકાસ સંભવ નથી. હાલમાં વૃદ્ધિદર ૭થી ૭.૫ ટકા સુધીનો છે, પરંતુ મોદીએ ૧૦ વર્ષ સુધી ૧૦ ટકા વૃદ્ધિદર સાધીને બતાવવો પડશે, હવે તેમની ખરી કસોટી શરૂ થાય છે. ભારત હાલમાં પૂર્વ ઓશિયા કે દક્ષિણ-પૂર્વ એશિયા કરતાં પાછળ છે. અગાઉની સરકારો સુધારા કરવામાં નિષ્ફળ રહી હોવાથી ભારત પછાત છે.

✅ભગવદ્ ગીતામાં મોટાપાયે હિંસાની વાત છે અને તેમાં માનનારા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અહિંસકતા સામે લોર્ડ મેઘનાથ દેસાઈએ પ્રશ્નાર્થ કર્યો હતો.ગાંધીજીના હિંસા અંગેના વિચારો પર રામલાલ પરીખ મેમોરિયલ લેકચરની સિરીઝના ભાગરૂપે બોલતાં તેમણે કહ્યું હતું કે એડોલ્ફ હિટલરને માન્યતા આપનારા અને ભગવદ્ ગીતાના સમર્થક ગાંધીજી અહિંસાના પુજારી કેવી રીતે છે તે તેમના માટે એક કોયડો છે.તેમણે જણાવ્યું હતું કે ભગવદ્ ગીતામાં મોટાપાયે હિંસાનું વર્ણન છે.જ્યારે જર્મનીનો સરમુખત્યાર હિટલર પણ પોતાની ક્રૂરતા માટે સમગ્ર વિશ્વમાં ધિક્કારને પાત્ર બન્યો હતો.

👁‍🗨યુ.કે. માંલંડન ખાતેના પાર્લામ

ેન્ટ સ્કવેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા મુકવા માટે એકત્ર કરાઈ રહેલા ફંડ ગાંધી મેમોરીયલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી શ્રી મેઘનાદ દેસાઈ રહી ચૂક્યા છે..

⭕️👁‍🗨બ્રિટીશ સાંસદે ઈન્કમટેકસ જ નાબૂદ કરીને ‘વપરાશી કર’ લાદવાનું સૂચન કર્યુ હતું(2016 મા)
👆બ્રિટીશ સાંસદ મેઘનાદ દેસાઈએ કહ્યું કે આવકવેરો એ વ્યવસાય વેપાર કરવા સામેનું વિધ્ન છે અને અપેક્ષિત મોટી આવક પણ થતી નથી તેના બદલે સરકારે વપરાશી-ગ્રાહક ટેકસ લાદવો જોઈએ. આ ટેકસથી તમામ લોકો પાસાથી કરવસુલાત થઈ શકશે. અલબત, લોકોની બચત પર કરભારણ ન આવે તેની તકેદારી રાખવી પડશે એટલું જ નહીં આવકવેરાની જેમ તેમાં ગરબડ પણ થઈ નહીં શકે અર્થાત ટેકસ ચોરી ઘટી શકશે.
👆👉મેઘનાદ દેસાઈ એકેડેમી ઓફ ઈકોનોમીક ખાતે વિદ્યાર્થીઓને સંબોધતા તેઓએ ઉકત વિધાનો કર્યા હતા ત્યારે પેનલમાં હાજર અર્થશાસ્ત્રી અજીત રનાડેએ એમ કહ્યું કે વપરાશી-ગ્રાહક ટેકસ ઝીકાવાથી ગરીબ માણસો પર કરભારણ આવી શકે છે.
🗣ભારતમાં આર્થિક પેકેજની કોઈ જરૂર ન હોવાનું પણ મેઘનાદ દેસાઈએ કહ્યું હતું અને એમ ઉમેર્યુ કે ભારતીય અર્થતંત્ર વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપે વિકાસ પામી રહ્યું છે ત્યારે આર્થિક પેકેજની કોઈ જરૂર રહેતી નથી.
માસાંતે પેશ થનારા બજેટને ધ્યાને રાખીને વિવિધ સૂચનો કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં તેઓએ કહ્યું કે લાંબાગાળાને કેન્દ્રમાં રાખીને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા જોઈએ. આવકના નવા સ્ત્રોતને લાગેવળગે છે ત્યાં સુધી ટેકસ ઝીંકી ન શકાય તેવા અનેક ક્ષેત્રો અનેક છે તેમાં કૃષિ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. ☝️કૃષિક્ષેત્રને કરમુક્ત રાખવાની બંધારણીય જોગવાઈ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

અંગ્રેજો સામે ભારતમાં પહેલો બળવો
તામિલનાડુના વેલ્લોર ખાતે 1806 ની 10 જુલાઈએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે પહેલો બળવો થયો હતો . 1857ના પાંચ દાયકા પહેલા થયેલા આ બળવામાં એક જ દિવસમાં 200 બ્રિટિશ સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા .

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻


🙌🏼1798માં લોર્ડ વેલેસ્લી ગવર્નર-જનરલ બન્યાં. તે પછીનાં છ વર્ષના ગાળામાં, વેલેસ્લીએ વ્યાપક પ્રમાણમાં જીત મેળવી અને કંપનીના પ્રદેશને બમણો કરી દીધો. તેમણે ફ્રેન્ચોને ભારતમાં વધુ પ્રદેશો પ્રાપ્ત કરતા રોક્યાં, દખ્ખણ અને કર્ણાટકમાં વિવિધ શાસક સત્તાઓને વિખેરી નાખી અને મોગલ શહેનશાહને કંપનીના રક્ષણ હેઠળ લઈ લીધા તેમજ તંજાવુરના રાજા શેર્ફોજીને પોતાના રાજ્યનો અંકુશ સોંપી દેવા ફરજ પાડી. કંપની દ્વારા મદ્રાસ પ્રેસિડેન્સીની સ્થાપના કરવામાં આવી જેથી કંપનીના સીધા અંકુશ હેઠળના વિસ્તારોનો અસરકારક રીતે વહીવટ કરી શકાય. સીધા વહીવટને કારણે લોકોમાં રોષ ફેલાવો શરૂ થયો. 1806માં, મદ્રાસના ગવ્રનર વિલિયમ બેન્ટિન્કે સ્થાનિક મૂળના સૈનિકોએ જાતિ વ્યક્ત કરતા તમામ ચિહ્નોનો ત્યાગ કરવો જોઈએ એવો સત્તાવાર આદેશ જારી કરતા વેલ્લોર લશ્કરી મથકના સૈનિકોએ બળવો કર્યો. આ આદેશ બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ હોવાની દહેશતને લીધે સૈનિકોએ બળવો કર્યો હતો. આ બળવાને દબાવી દેવાયો હતો પરંતુ 200 બ્રિટિશ અધિકારીઓ માર્યા ગયા અને સેંકડો બળવાખોરોને મોતને ઘાટ ઉતારી દેવાયા. આ નામોશી બદલ બેન્ટિન્કને પરત બોલાવી લેવાયો હતો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:

Post a Comment