Thursday, July 18, 2019

રાણી પદ્માવતી --- Rani Padmavati

👸👰👸👰👸👰👸👰👸👰👸
👸 રાણી પદ્માવતી કોણ હતા❓❔
👸👰👸👰👸👰👸👰👸👰👸
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજકાલ રાણી ‘પદ્માવતી’ પર બની રહેલ ફિલ્મ વિવાદોમાં છે. સૌ કોઈ જાણવા માટે ઉત્સુક છે કે ‘પદ્માવતી’ છે કોણ? તો ચાલો, જાણ્યે એ બહાદુર રાણી પદ્માવતી વિશે.👇🔰*

કોણ હતા રાણી પદ્માવતી ? –

*રાણી પદ્માવતીના પિતાનું નામ ગંધર્વસેન હતુ અને માતાનું નામ ચંપાવતી હતુ. ગંધર્વસેન સિંહલના રાજા હતા. કહેવાય છે કે, રાણી પદ્માવતી બાળપણ થી જ ખૂબ સુંદર હતાં. દીકરી મોટી થતા પિતાએ રિવાજ મુજબ સ્વયંવર આયોજિત કર્યુ. આ સ્વયંવરમાં એમણે બધા હિન્દુ રાજાઓ અને રાજપૂતોને બોલાવ્યા.*

*ચિતૌડગઢનાં રાજા રતન સિંહ પણ પહેલાથી જ તેમની એક પત્ની હોવા છતાંય સ્વયંવરમાં ભાગ લીધો. રાજા રતન સિંહએ સ્વયંવર જીત્યો અને પદ્માવતી સાથે લગ્ન કર્યા.*

*💠🙏👉ચિતૌડગઢના રાજપૂત રાજા રતન સિંહ એક કુશળ શાસક અને પતિ હોવા ઉપરાંત રતન સિંહ કળાના કદરદાન પણ હતા. તેમના દરબારમાં ઘણા પ્રભાવશાળી લોકો હતા. જેમાં ચેતન નામનો એક સંગીતકાર પણ હતો. ચેતન સંગીતની સાથો સાથ કાળો જાદૂ પણ જાણતો હતો. કહેવાય છે કે, એક દિવસ ચેતન ખરાબ આત્માઓને બોલાવવાનું કામ કરી રહ્યો હતો અને તે રંગે હાથ પકડાઈ ગયો.*

*🎯🔰👉આ વાતની જાણ થતા જ રાજા રતન સિંહે સંગીતકાર ચેતનને રાજ્યમાંથી કાઢી મુક્યો. આ સજાના કારણે ચેતન રાજાનો દુશ્મન બની ગયો. આ અપમાનનો બદલો લેવા માટે ચેતન દિલ્લી ગયો. ત્યાં ચેતન એક જંગલમાં રોકાયો જ્યાં દિલ્લીનો સુલ્તાન શિકાર માટે જતો હતો.*

*💠👉🎯એક દિવસ જ્યારે સંગીતકાર ચેતનને ખબર પડી કે સુલ્તાન શિકાર માટે જંગલમાં આવી રહ્યો છે, તો ચેતને તેની કળા એટલે કે વાંસળી વગાડવાનું શરૂ કર્યું. વાંસળીમાં માહિર ચેતનની કળાને ઓળખતા ખિલ્જીએ તેમના સૈનિકોને તેમની પાસે લાવવા માટે કહ્યું. સુલ્તાને ચેતનની પ્રશંસા કરતા એને તેના દરબારમાં આવવા માટે કહ્યું. ચેતનને પોતાના કામમાં સફળતાનો રસ્તો મળી ગયો અને તેણે એક તીરથી બે નિશાન લગાવવાની શરૂઆત કરી નાખી. એક તેમની કળાથી ખિલ્જીના દરબારમાં પહોંચ્યો અને બીજું રાજા રતન સિંહ સાથે બદલો લેવા માટે ખિલ્જીને ભડકાવવા લાગ્યો.*

*💠👉ચેતનની વાત ન બનતા, ચેતને સુલ્તાન સામે કાયમ રાણી પદ્માવતીની સુંદરતાના વખાણ કરવા લાગ્યો જેને સાંભળી ખિલ્જીની અંદર રાણી પદ્માવતીને પામવાની ઈચ્છા જાગી. 👑રાજપૂતોની બહાદુરી વિશે ખિલ્જી પહેલાથી જ જાણતો હતો. અને તેના માટે તેમની સેનાને ચિતૌડ કૂચ કરવા કહ્યું. ખિલજીનું સપનું રાણી પદ્માવતીને જોવાનું હતુ.*

👿😈વખાણ સાંભળ્યા પછી બેચેન સુલ્તાન ખિલ્જી, રાણી પદ્માવતીની એક ઝલક માટે બેકાબૂ હતો. ચિતૌડગઢનો કિલ્લો ઘેરાબંદી થયો પછી ખિલ્જીએ રાજા રતન સિંહને એવો સંદેશ મોકલ્યો કે, રાણી પદ્માવતીને એ એમની બહેન સમાન માને છે અને તેમને મળવા ઈચ્છે છે. સુલ્તાનની આ વાત રતન સિંહે મૈત્રી પૂર્વક માની લીધી. પણ રાણી તૈયાર નહોતી. તેણીએ એક શરત રાખી.

*👸👰રાણી પદ્માવતીએ કીધું કે, તે અલાઉદ્દીનને પોતાના પડછાયાામાં પોતાનો ચેહરો બતાવશે. અલાઉદ્દીનને આ સમાચાર મળ્યા કે રાણી પદ્માવતી તેમને મળવા તૈયાર થઈ ગઈ છે. તે સૈનિકોના કિલ્લામાં ગયો અને શરત મુજબ કહેવાય છે કે, રાણી પદ્માવતીની સુંદરતા પાણીના પડછાયામાં જોયા પછી અલાઉદ્દીન ખિલ્જીને રાણી પદ્માવતીને પોતાની બનાવવાની લાલસા જાગી. તેના શિબિરમાં પરત આવતા સમયે અલાઉદ્દીન ખિલ્જી સાથે રાજા રતન સિંહ પણ હતા. આ સમયે ખિલ્જીએ સૈનિકોને આદેશ આપી, અવસર જોઈને કપટ કરીને રતન સિંહને બંદી બનાવી લીધા. રતન સિંહની મુક્તિ માટે ખલ્જીએ શરત રાખી કે, રાણી પદ્માવતી મને સોંપી દો અને રાજાને છોડાવી લો.*

*⚔🛡🗡રાણી પદ્માવતી તો હોશિયાર અને બહાદુર હતાં એમણે ખીલ્જીના દરબારમાં પોતે જવાને બદલે એક યોજના બનાવી. યોજના મુજબ 150 જેટલી પાલખી સૈનિક સાથે મોકલી. દરેક પાલખીમાં સૈનિકો હથિયાર સાથે ખીલ્જીના દરબારમાં પહોંચી ગયાં અને રાજા રતનસિંહને સુરક્ષિત છોડાવી લાવ્યા.*

*⚔🗡🔪પોતાને અપમાનિત અનુભવ કરતો સુલ્તાન ગુસ્સામાં આવીને તેમની સેનાને ચિતૌડગઢ કિલ્લા પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો. કિલ્લો મજબૂત હતો. અને સુલ્તાનની સેના કિલ્લાની બહાર અડગ રહી. ખિલ્જીએ કિલ્લાની ઘેરાબંદી કરી નાખી અને રાજા રતનસિંહના રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુંઓ ધીમે-ધીમે સમાપ્ત થઈ ગઈ. મજબૂરીમાં રતન સિંહે દ્વાર ખોલવાના આદેશ આપ્યા અને યુદ્ધ માટે લલકાર્યું. 🛡⚔🗡રતન સિંહની સેના અપેક્ષાનુસાર ખિલ્જીની સેના સામે ઢેર થઈ ગઈ અને બહાદુર રાજા રતન સિંહ વીરગતીને પ્રાપ્ત થયા.*
*👏🐾💐આ સૂચના મેળવી રાણી પદ્માવતીએ ચિતૌડની મહિલાઓને કહ્યું કે, ‘હવે આપણી પાસે બે વિક્લ્પ છે. કાં તો આપણે જૌહર કરી લઈકે કે પછી વિજયી સેના સામે આપણુ અપમાન સહન કરીએ.’🎯💠*

*👁‍🗨♻️બધી જ સ્વમાની અને બહાદુર મહિલાઓની એક જ સલાહ હતી કે, એક વિશાળ ચિતા સળગાવીએ અને એ આગમાં કૂદી પડ્યે. આ રીતે ’પદ્માવતી’એ પોતાની જાતને ખિલ્જીનાં હવાલે ન કરતા પોતાની જાતને આગમાં હોમી દીધીહતી. પદ્માવતી બાદ ચિત્તોડની ઘણી મહિલાઓએ પણ આગમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. 🔥⚡️💥આગમાં કૂદીને પોતાનો જીવ આપનારને જૌહર કહેવામાં આવે છે. એ મહિલાઓની બહાદુરી અને ગૌરવ આજે પણ લોકગીતમાં જીવિત છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

સંજય લીલા ભણસાલીએ પદ્માવતી ફિલ્મમાં રાજપૂતોના સુવર્ણ ઇતિહાસ સાથે ચેડા કરીને રાજપૂતોની લાગણીને ઠેસ પહોંચાડવાનો કર્યો છે. 

દેઈં પર આક્રમણ કરનાર વિધર્મીમાં સૌથી ક્રૂર અલ્લાઉદ્દીન ખીલજીએ કરોડો હિન્દુઓના શ્રદ્ધા કેન્દર એવા ભગવાન સોમનાથ મહાદેવને પણ સંપૂર્ણપણે ધ્વંશ કર્યુ હતું. હજારો હિન્દુ મહિલાઓ પર વર્ણવી ન શકાય તેવા અત્યાચારો કર્યા હતા. તો ચત્તોડના મહારાણી પદ્માવતી તથા 16000 રાજપૂતાણીઓએ દેશ, ધર્મ અને કૂળની આબરૂ બચાવવા અલ્લાઉદ્દીન ખીલજીના શરણે્ ન થઇને એક સાથે ચિતામાં ખડકાઇ જઇને જૌહર કર્યુ હતું. ત્યારે દેશની સંસ્કૃતિ અને રાજપૂતોની મર્યાદા-લાગણીને ઠેક પહોંચાડવા માટે સંજયલીલા ભણસાલી પદ્માવતી ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરી રહ્યા છે. જો દેશભરમાં આફિલ્મ રિલીઝ થવા પર પ્રતિબંધ નહીં મુકાય તો રાજપૂત સમાજ આમરણાંત ઉપવાસ આંદોલન કરશે તેમજ ગુજરાતમાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.''

🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ઈતિહાસની વિગત મુજબ, અલાઉદ્દીન ખિલજીએ 1303ની સાલમાં ચિતૌડનો કિલ્લો જીત્યો હતો. એ લડાઈ 8 મહિના સુધી ચાલી હતી. એ યુદ્ધનું કારણ રાણી પદ્માવતી હતી.



અલાઉદ્દીન એ ખિલજી વંશના સ્થાપક જલાલુદ્દીન ખિલજીનો ભત્રીજો અને જમાઈ હતો. રાજ હાંસલ કરવાની લાલચમાં અલાઉદ્દીને 1296ની 22 ઓક્ટોબરે એના કાકા જલાલુદ્દીનની હત્યા કરી હતી. દિલ્હીમાં લાલ મહલ ખાતે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો.

અલાઉદ્દીને બાદમાં ચિતૌડગઢને લૂંટ્યું હતું અને રાણી પદ્માવતીનાં રૂપ પર મોહી પડ્યો હતો. એને હાંસલ કરવા માટે એ કોઈ પણ હદે જવા તૈયાર થયો હતો અને માટે જ એણે ચિતૌડ પર હુમલો કર્યો હતો. રાણી પદ્માવતીએ આગમાં કૂદીને પોતાનો જાન આપી દીધો હતો.

ખિલજીએ એક યોજના ઘડી હતી અને રાજા રતનસિંહને એક પ્રસ્તાવ મોકલ્યો હતો કે પોતે એમની સાથે દોસ્તી કરવા માગે છે અને રાણી પદ્માવતીનાં બહુ વખાણ સાંભળ્યા છે તો પોતે એને એક વાર જોવા માગે છે. પોતે મિત્ર તરીકે અમુક સિપાહીઓની સાથે ચિતૌડગઢમાં પ્રવેશ કરવા માગે છે એવું તેણે કહ્યું હતું. પણ એમાં ખિલજીની ગુપ્ત ચાલ હતી. રતન સિંહે એની વાત માની લીધી હતી અને ખિલજીએ એની ચાલ મુજબ રતનસિંહને પકડીને કેદ કરી દીધા હતા. એણે એ શરતે એને છોડવાનું કહ્યું હતું કે જ્યાં સુધી રાણી પદ્માવતી પોતાના પડાવમાં નહીં આવે ત્યાં સુધી પોતે રતનસિંહને નહીં છોડે. સામી બાજુ, રાણી પદ્માવતીએ પણ એક ચાલ રમી હતી. એણે કહેવડાવ્યું કે પોતે એક વાર રાજા રતનસિંહને મળવા માગ એણે પોતાની અને દાસીઓની ડોલીમાં સૈનિકોને મોકલી દીધા હતા, જેમણે ખિલજીના પડાવમાં પહોંચતાવેંત હુમલો કર્યો હતો. એનાથી ખિલજી ભડક્યો હતો અને ચિતૌડના કિલ્લા પર ચઢાઈ કરી હતી. એણે ઘણા દિવસો સુધી કિલ્લાને ઘેરી રાખ્યો હતો, પરિણામે રાજપૂતી કિલ્લામાં ખાવા-પીવાનો પુરવઠો ખતમ થવા આવ્યો હતો. ત્યારબાદ જ્યારે કિલ્લામાંના લોકોએ ખિલજી સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રાણી પદ્માવતીએ આગમાં કૂદીને પોતાનો જાન આપી દીધો હતો.



🙏👸🙏👸🙏👸🙏👸🙏👸🙏
👰👰પદ્માવતી ચરિત્ર (છંદ)👰👰
🐾👰👰🐾👰🐾👰🐾👰🐾👰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*|| પૂર્ણ કથા પદ્માવતી ||*

*સિંહલદ્વિપમાં સુંદરી, ચંપાવતી સુમાત
સેન ગાંધર્વ સાથ, પુત્રી એની પદ્માવતી (૧)*

જડે ન જોટો રૂપમાં, બાળકાળે બહેક
છાંટ પાથરી છેક, પ્રાંતે બધે પદ્માવતી (૨)

શુક સંગે હીરામણી, કાયમ કરતી વાત
સમય બધો સંગાથ, પ્રાત રાતે પદ્માવતી (૩)

જોબન જ્યારે આવતા, હૈયે વિવાહ હરખ
પિતા કરતા પરખ, પુરુષો બધા પદ્માવતી (૪)

બેચૈેની થય બાપને, નગણા લાગતા નર
સર્જાયો સ્વયંવર, પારખ કરે પદ્માવતી (૫)

પ્રાંતે પ્રાંતે પોચતો, સ્વંયવરો સંદેશ
દૂરના બધા દેશ, પોંચી ગયા પદ્માવતી (૬)

ભારે ભારે ભોંયના, નરબંકા ને નૃપ
રાજકુમારા રૂપ, પોગે બધા પદ્માવતી (૭)

ચારણ ચવે ચિત્તોડમેં, રચકે કવિ તમ રૂપ
ભાળી એને ભૂપ, પદ્માવત પદ્માવતી (૮)

જટમલ જોમથી ગાતો, રૂપ તમારા રાગ
સ્વયંવર લે ભાગ, પણ રતન પદ્માવતી (૯)

નૃપો નરની સાથમાં, માય એક મલખાન
જીત કાજ લગ જાન, પુરી એણે પદ્માવતી (૧૦)

મેવાડ રતન મહારાજ, હારે એની હોડ
દીધો દમને તોડ, પછી હાર્યો પદ્માવતી (૧૧)

રાવલ રતન ચિતોડના, પરસ્પર તણી પ્રિત
જોરાવરની જીત, પતિ બનાવે પદ્માવતી (૧૨)

રતન કલાને રાજમાં, રાખે આપી રંગ
નરો કલાના નંગ, પોતા સંગ પદ્માવતી (૧૩)

શોખમાં સંગીત તણા, રાખ્યો અેક રાઘવ
રાવલને ઈદ રવ, પ્રિય બહું પદ્માવતી (૧૪)

જાદુકલા ઈ જાણતો, સંગીતકલા સાથ
પકડાણો કો પ્રાત, પ્રેતો સંગ પદ્માવતી (૧૫)

નિષ્કાસિત નૃપે કર્યો, ભૂપ બહારા ભોય
જાદુ તંત્રને જોય, પાખંડ ઈ પદ્માવતી (૧૬)

રાઘવ રાજ બહાર ગો, ખાર હતો મન ખેર
વાળવું એને વેર, કંઈક કરી પદ્માવતી (૧૭)

વેર રાવલને વાળવા, દિલ્લી તણા ગો દ્વાર
વિતાવતો વન વાર, પોગી ત્યા પદ્માવતી (૧૮)

અરિ રાઘવ ઈ આગમાં, વન વિતાવતો વાર
સુલતાન જબ શિકાર, રાખી રાહ પદ્માવતી(૧૯)

સુભાગ સંગીતકારના, સુલતાન વન શિકાર
ઢોળી બંસી ધાર, પાસ કરવા પદ્માવતી (૨૦)
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

સુલતાન બંસી સુણતા, મનમાં આવી મોજ
ખિલજી કરતો ખોજ, પ્રકૃત વિચ પદ્માવતી(૨૧)

સૈનિક શોધી લાવિયા, વગાડે બંસી વન
જાતા લઈ જબરન, પાસ યવન પદ્માવતી(૨૨)

બંસી જાકો બજાવે, રાજા ગ્યો ઈ રીજ
નિકટ લઈ ગો નિજ, દ્વાર દિલ્લી પદ્માવતી (૨૩)

દરબાર જઇને દાખવી, કુડના ભર્યા કાન
પદ્મા રૂપના પાન, પિવડાવતો પદ્માવતી (૨૪)

હંસ સમી ઈ હાડથી, મ્રગનેણી કંઠ મોર
ચિત્તોડે મન ચોર, પોતે વસે પદ્માવતી (૨૫)

આંખ ને ઓષ્ઠ દીઠતા, કર ખેંચેલ કમાન
વહરો જરી ન વાન, પૂર્ણ નાર પદ્માવતી (૨૬)

ચાંદ સમો છે ચહેરો, કંકુ વરણની ખાલ
રંગે રાતા બાલ, પ્રમદા ઈ પદ્માવતી (૨૭)

હવસ ચડેલી હાડમાં, સુલતાન પર સવાર
નમણી જોવા નાર, પાગલ થયો પદ્માવતી(૨૮)

નિરખવા રૂપ નારના, ચડાવી દળ ચિતોડ
કરવાય પુરા કોડ, પકડશે ઈ પદ્માવતી (૨૯)

ગઢ ઘેર્યો ગજાવવા, ચિત્તોડ ચારેકોર
માંડી તોપું મોર, પકડવાય પદ્માવતી (૩૦)

વીરોની વિધવા થશે, જાય કિમતી જનૂન
ખોટા વહશે ખૂન, પોસાય ના પદ્માવતી (૩૧)

સંદેશ ગો સુલતાનકું, કેમ દળ ઘેરે ગઢ
દાદ કહો કો દ્રઢ, પંથ કાઢે પદ્માવતી (૩૨)

સંદેશ વાંચી સુલતાન, જોવા દઈ જવાબ
દીઠવા પદ્મા દાબ, પરત આવે પદ્માવતી (૩૩)

વટધારી પથ વચનો, જેથી ટળશે જુદ્ધ
સમરાઉં કાયમ શુદ્ધ, પત રેશે પદ્માવતી (૩૪)

શરત ગઈ સુલતાનને, દેશે દીઠવા રાણ
હવે ન કરવી હાણ, પાછા ફરી પદ્માવતી (૩૫)

સુલતાને સ્વિકાર કીં, નાર જોશે ઈ નૃપ
આભલે આઘે રૂપ, પ્રતિબિંબે પદ્માવતી (૩૬)

રૂપ દીઠતા રાણના, વાસના કરી વાસ
નોતરવાની નાશ, પાકા પણે પદ્માવતી (૩૭)

ઢોંગ ધરી તૃપ્તિ તણો, સુલતાના સંતોષ
રતનસિંઘ પર રોષ, પાછળ ધરી પદ્માવતી (૩૮)

કરી મશગુલ વાત મહીં , પાર કરાવ્યા દ્વાર
કરિયો કારાગાર, પતિ તારોય પદ્માવતી (૩૯)

નાથ છોડાવા નિજનો, ખિલજી કરતો ખાંગ
માંગી એવી માંગ, પોતે તને પદ્માવતી (૪૦)
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

વામા ને વિચારવંત, પદ્માએ પાડી હા
ઘોંકશે છલથી ઘા, પાપી પરે પદ્માવતી (૪૧)

યવન પરે યુક્તિ રચી, છલની સામોય છલ
તોડશે દિલ્લી દલ, પલ મહીંજ પદ્માવતી (૪૨)

શરત એક સામી રખી, ડોઢસો ડોલી નંગ
સાતસો સેવિક સંગ, પથ દિલ્લી પદ્માવતી (૪૩)

ખુશ જાજો થ્યો ખિલજી, હરખે પાડીય હા
ઘેરોય પડશે ઘા, પ્રતીતિ વિણ પદ્માવતી (૪૪)

ડોલીમાં ડાલામથા, ઉપાડનાર વિર એજ
સુલતાનને ઈ સેજ, પતો નહીં પદ્માવતી (૪૫)

પાલખી પડી પથ પરે, પતિ પરમ જિદ કેદ
ભાંગીન બધા ભેદ, પતો કરે પદ્માવતી (૪૬)

કૈદ કરેલ જ્યા કને, રાવલ રાખી રંગ
ગોરા બાદલ સંગ, પતિ ભાગ્યો પદ્માવતી (૪૭)

ગોરા બાદલ ગઢ મહીં, રાખી રાવલ સાથ
ગોરા રીં રઈ ગાથ, પ્રાણ તજી પદ્માવતી (૪૮)

સઘળા બધાય સૈનપે, વીરો રખે ન વાટ
ડોલી માંથી ડાટ, પણ વાળે પદ્માવતી (૪૯)

ફૌજ યવનરીં ફાંકડી, તિદ નોતી તૈયાર
વહમો વાગ્યો વાર, પ્રાણઘાતી પદ્માવતી (૫૦)

રક્ષિત થઈને રાજમાં, સઘળા આવિયા સૌ
બેબાકળો તિદ બૌ, પીર યવન પદ્માવતી (૫૧)

ઘડીને ગઢને ઘેર્યો, જોમ સંગે જવન્ન
પોગે નહી પવન્ન, પડાવ કર્યો પદ્માવતી (૫૨)

ખાનપાન સબ ખૂંટતા, મહીં વધી મુશ્કેલ
જાણે કિલ્લો જેલ, પિંજર સબ પદ્માવતી (૫૩)

ભોય મરવાથી ભૂખા, જીલી લેયી જુદ્ધ
ક્ષત્રિયા વીર શુદ્ધ, પત કાજે પદ્માવતી (૫૪)

રાવલ લડતા રણ મહીં, ભારથમાં ગ્યો ભોંય
તાતી ફોજો તોય, પંથ રણે પદ્માવતી (૫૫)

જબ આખર જુદ્ધે મહી, હોયલ નક્કી હાર
તાતી ચિતા તૈયાર, પ્રણેતા પદ્માવતી (૫૬)

જૌહર કુંડે જોકવા, હારે સોળ હજાર
વામા વારંવાર, પડતી સૌ પદ્માવતી (૫૭)

આખર માત અગ્નિ મહીં, સળગી ગય સંગાથ
જબરી નારી જાત, પત પ્રાણે પદ્માવતી (૫૮)

આર્યનારી આવીયું, ધરા ધન્ય કરજાય
સેજ સ્પર્શ ન જાય, પર પુરુષા પદ્માવતી (૫૯)

ધન્ય કહીં પ્રશ્સ્તિ પ્રબંધ આજ
કેવલ તારા કાજ, પૂર્ણકથા પદ્માવતી (૬૦)

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment